પ્રાણલાલ વ્યાસ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પ્રાણલાલ વ્યાસ
જન્મની વિગતજુનાગઢ જિલ્લો, ગુજરાત
નાગરીકતાભારતીય
વ્યવસાયપાર્શ્વગાયક, લોકકલાકાર, ભજનીક
વતનજુનાગઢ, ગુજરાત
ધર્મહિંદુ
માતા-પિતાશાંતાબેન-પ્રેમશંકર

પ્રાણલાલ વ્યાસ એક ભજનીક, ગુજરાતી ફીલ્મોના પાર્શ્વગાયક અને લોકગીતોના કલાકાર છે.

પ્રારંભીક જીવન[ફેરફાર કરો]

એમનો જન્મ જુનાગઢ જિલ્લામાં માતા શાંતાબેન અને પિતા પ્રેમશંકર ભાઈના ઘરે થયો હતો.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

પ્રાણલાલ વ્યાસે પોતાની ગાવાની સફર જૂનાગઢના શિવરાત્રીના મેળાથી કરી હતી. અવિનાશ વ્યાસે એમને ૧૯૭૫માં ચલચિત્ર 'શેઠ સગાળશા'માં પાર્શ્વગાયક તરીકે તક આપી હતી. જેમાં તેઓ "ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરીંગ જીલે ન ભાર, મેરૂ સરીખા ડોલવા લાગે, આકાશના આધાર" ગીત દ્વારા પ્રસિદ્ધ થયા હતા[૧]. એ પછી એમણે ૧૯૭૮માં 'ભગત ગોરા કુંભાર' નામના ગુજરાતી ચલચિત્રમાં ગાયેલું કવિ શ્રી દાદ રચિત 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું'[૨] ગીત પણ બહુ જ વખણાયેલું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ અભિલાષ ઘોડા (સંશોધન-લેખન-સંકલન-નિર્માણ અને દિગ્દર્શન) (૨૬ ડીસેમ્બર ૨૦૧૬). Pranlal Vyas - Gujarati Lok Gayak Folk Singer - JUNAGADH. વિડિયો પરિચય. માહિતી કમિશ્નર, ગુજરાત રાજ્ય. Retrieved ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
  2. ભગત ગોરા કુંભાર, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ૨૬ ડીસેમ્બર ૨૦૧૬. Retrieved ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)