પ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

પ્રારંભિક જાહેર ભરણું (IPO), સામાન્ય રીતે "જાહેર ભરણું" અથવા "ફ્લોટેશન,"ના નામે જેનો ઉલ્લેખ થાય તે IPOમાં કંપની પોતાનો સામાન્ય સ્ટોક કે શેર જાહેર જનતા માટે પ્રથમ વખત જારી કરે છે. મોટેભાગે વિસ્તરણ માટે મૂડી ઇચ્છતી નાની અને નવી કંપનીઓ દ્વારા બહાર પડાતાં જારી મોટી ખાનગી માલિકીની કંપનીઓ પણ જાહેરમાં શેરની લેવડ-દેવડની ઇચ્છાએ બહાર પાડે છે. IPOમાં જારીકર્તા બાહેંધરી આપતી પેઢીની મદદ લઇ શકે છે. આ પેઢી કયા પ્રકારની સિક્યુરીટી જારી કરવી (સામાન્ય કે પ્રીફર્ડ), બેસ્ટ ઓફરિંગ પ્રાઇસ અને તેને બજારમાં લાવવાના શ્રેષ્ઠ સમયને નક્કી કરવામાં મદદ કરે છે. IPOમાં રોકાણ જોખમકારક બની શકે છે. સ્ટોક કે શેર્સની ચાલ તેના ટ્રેડિંગના પ્રથમ દિવસે અને નજીકના ભવિષ્યમાં કેવી રહેશે તે નક્કી કરવું વ્યક્તિગત રોકાણકાર માટે અઘરું હોય છે. કારણ કે જેના આધારે કંપનીનું વિશ્લેષણ કરવાનું હોય છે તે ઇતિહાસની ખૂબ ઓછી માહિતી ઉપલબ્ધ હોય છે. સાથેસાથે IPO લાવનારી મોટાભાગની કંપનીઓ સંક્રમણકાળમાંથી પસાર થતી હોય છે જેથી તેના ભવિષ્યના મૂલ્ય અંગે વધુ એક અનિશ્ચિતતા પ્રવર્તે છે. જોકે, પૈસા કમાવા હોય તો ગણતરીપૂર્વકના જોખમો લેવા પડતાં હોય છે.

સૂચિકરણ કારણો[ફેરફાર કરો]

કંપની જ્યારે તેના શેર્સ પબ્લિક એક્સ્ચેન્જ પર સૂચિત કરે છે ત્યારે તે વધારાની મૂડી ઊભી કરવા માટે મોટેભાગે નવા શેર્સ જારી કરવાનું વિચારતી હોય છે. નવા જારી થયેલા શેર્સ માટે રોકાણકારોએ ચૂકવેલી રકમ સીધી કંપનીને જ મળે છે. (પહેલાની જેમ એક્સ્ચેન્જ પર શેર્સના વેપારથી વિપરિત, જ્યાં પૈસાની લેવડ-દેવડ રોકાણકારો વચ્ચે થાય છે) માટે જ IPO એ કંપનીને તેના ભવિષ્યના વિકાસ માટે સ્ટોક માર્કેટના રોકાણકારોના એક મોટા વર્ગ પાસેથી મોટા પ્રમાણમાં મૂડી મેળવવા માટેની તક પૂરી પાડે છે. કંપનીએ ક્યારેય મૂડી પરત કરવાની હોતી નથી, પરંતુ તેના બદલામાં નવા શેરહોલ્ડરોને કંપની દ્વારા ભવિષ્યમાં વહેંચવામાં આવનારો નફો મેળવવાનો હક હોય છે અને કંપનીના વિસર્જનના કિસ્સામાં મૂડી વહેંચણીનો અધિકાર હોય છે. ચાલુ શેરહોલ્ડર તેમનું શેરહોલ્ડિંગ કંપનીના શેર્સના હિસ્સા તરીકે ઉપયોગ થયેલું જોશે. જોકે તેઓ આશા રાખે છે કે મૂડી રોકાણ તેમના શેરહોલ્ડિંગને ખરા અર્થમાં વધુ મૂલ્યવાન બનાવશે. આ સિવાય, કંપની એક વખત સૂચિત થયા પછી રાઇટ્સ જારી દ્વારા વધુ શેર્સ જારી કરી શકે છે. આનાથી કંપનીને કોઇ પણ દેવું કર્યા વગર ફરી એક વખત મૂડી મેળવવાની તક મળે છે.વ્યક્તિગત રોકાણકારોને શોધવા અને તેમની સાથે વાતચીત કરવા કરતાં બજારમાંથી મોટું ભંડોળ ઊભું કરવાની આ નિયમિત લાયકાત, સૂચિત થવા ઇચ્છતી ઘણી કંપની માટે ચાવીરુપ પ્રોત્સાહન પૂરું પાડે છે.

પ્રક્રિયા[ફેરફાર કરો]

IPOમાં સામાન્ય રીતે એક કે એક કરતાં વધુ ઇન્વેસ્ટમેન્ટ બેંક "વીમાકર્તા" તરીકે જોડાયેલી હોય છે.શેર્સ ઓફર કરતી કંપની "જારીકર્તા" કહેવાય છે અને તે પોતાના શેર્સને જાહેર જનતાને વેચવા માટે મુખ્ય વીમાકર્તા સાથે કરાર કરે છે. વીમાકર્તા બાદમાં આ શેર્સને વેચવા માટે ઓફરો સાથે રોકાણકારો સુધી પહોંચે છે. IPOમાં શેર્સનું વેચાણ (વહેંચણી અને કિંમત નિર્ધારણ) અલગ-અલગ સ્વરુપો દ્વારા કરી શકાય. કેટલીક સામાન્ય રીતો આ મુજબ છે :

સામાન્ય રીતે વિશાળ IPOમાં એક અથવા વધુ મોટાગજાની ઇન્વેસ્ટમેન્ટ બેંકો(લીડ વીમાકર્તા)ની આગેવાની હેઠળની ઇન્વેસ્ટમેન્ટ બેંકોની સીન્ડિકેટ દ્વારા બાહેંધરી આપવામાં આવતી હોય છે. શેર્સને વેચતી વખતે વીમાકર્તાઓ વેચાયેલા શેરની કિંમતના અમુક ટકાનું કમિશન રાખતા હોય છે. સામાન્ય રીતે આપીઓમાં સૌથી વધુ હિસ્સો વેચનારા લીડ વીમાકર્તા સૌથી વધુ કમિશન લઇ જતાં હોય છે. કેટલાક કિસ્સામાં તો આ કમિશન ૮ ટકા જેટલું હોય છે. બહુરાષ્ટ્રીય IPOમાં જારીકર્તાના સ્થાનિક બજાર તેમજ બીજા પ્રદેશો, બંનેની કાયદાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે ત્રણ સુધી સીન્ડિકેટ હોઇ શકે છે. ઉદાહરણ તરીકે, યુરોપીયન યુનિયનના જારીકર્તા માટે યુએસ/કેનેડા અને એશિયામાં અલગ સીન્ડિકેટ કે વેચાણ જૂથ કામ કરતું હોવા છતાં તેના સ્થાનિક બજાર એવા યુરોપમાં વેચાણ માટે મુખ્ય સીન્ડિકેટ કામ કરતી હોય તેવું બની શકે. મુખ્ય વેચાણ જૂથનો લીડ વીમાકર્તા જ મોટેભાગે અન્ય વેચાણ જૂથોમાં લીડ બેંક તરીકે જોવા મળે છે. કાયદાકીય જરૂરિયાતોની બહોળી શક્યતાને ધ્યાનમાં રાખીને IPOમાં લંડનની મેજીક સર્કલ અને ન્યુયોર્ક સિટીની વ્હાઇટ શૂ ફર્મ જેવી સિક્યુરિટીઝના કાયદાની મોટાપાયે પ્રેક્ટિસ કરતી એક કે વધુ કાનૂની પેઢીની નિમણૂક કરાય છે.


ભરણાંમાં સામાન્ય રીતે નવી મૂડી એકત્રિત કરવા માટે નવા શેર્સ જારી કરવાની સાથે સાથે ચાલુ શેર્સનું સેકન્ડરી વેચાણ પણ થાય છે. જોકે ચાલુ શેર્સના સેકન્ડરી વેચાણ સમયે કેટલાક કાયાદકિય તેમજ લીડ વીમાકર્તા દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો મૂકાતાં જોવા મળે છે. જાહેર ભરણાં પ્રાથમિક રીતે તો સંસ્થાકિય રોકાણકારો દ્વારા ભરતાં હોય છે પરંતુ તેનો કેટલોક હિસ્સો વીમાકર્તા્સના નાના રોકાણકારો માટે ફાળવવામાં આવે છે. જાહેર ભરણાંમાં પોતાના ગ્રાહકોને શેરનું વેચાણ કરતાં દલાલોને દલાલીની જગ્યાએ વેચાણ ક્રેડિટ દ્વારા ચૂકવણું કરાય છે. જાહેર ભરણાં દ્વારા ખરીદી વખતે ગ્રાહકો શેર્સની દલાલી ચૂકવતાં નથી; શેર્સની ખરીદ કિંમતમાં જ વેચાણ ક્રેડિટ વણી લેવામાં આવી હોય છે. સામાન્ય રીતે જારીકર્તા ગ્રીનશૂ અથવા ઓવરએલોટમેન્ટ વિકલ્પો હેઠળ વીમાકર્તાઓને ભરણાંનું કદ 15 ટકા સુધી વધારવાની છૂટ આપતાં હોય છે. IPO વિસ્તરણ માટે મૂડી ઇચ્છતી નાની અને નવી કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ જાહેરમાં શેર્સની લેવડ-દેવડ ઇચ્છતી વિશાળ ખાનગી માલિકીની કંપનીઓ પણ IPO બહાર પાડે છે. IPOમાં જારીકર્તા બાહેંધરી આપનાર પેઢીની મદદ લે છે. આ પેઢી કયા પ્રકારની સિક્યુરિટી બહાર પાડવી (સામાન્ય કે પ્રીફર્ડ), બેસ્ટ ઓફરિંગ પ્રાઇસ અને બજારમાં લાવવાના શ્રેષ્ઠ સમયને નક્કી કરવામાં મદદ કરે છે.

વેપાર ચક્ર[ફેરફાર કરો]

અમેરિકામાં નેવુંના દાયકાના છેલ્લા વર્ષોમાં ડોટકોમ બબલ વખતે કેટલીય વેન્ચર કેપિટલ કંપનીઓ ખૂલી હતી. તેજીના બજારમાં રોકડી કરી લેવા માટે આ કંપનીઓએ ફટાફટ IPO બહાર પાડવા માંડ્યા હતાં. કંપની જેવી જાહેરમાં જતી તેવા તેના સ્ટોકના ભાવ ઉંચકાવા લાગ્યા હતાં. રોકાણકારો વધુ એક માઇક્રોસોફ્ટ અને નેટસ્કેપજેવી કંપની શોધીને તેમાં પ્રવેશવાની વેતરણમાં લાગી ગયા હતાં. શરુઆતના સ્થાપકો રાતોરાત મિલિયનેર બની શક્યા હતાં. ઉદાર સ્ટોક વિકલ્પોના કારણે કર્મચારીઓ પણ સારા એવા પ્રમાણમાં પૈસા બનાવી શક્યા હતાં. બહુમતી IPO નાસ્ડેક સ્ટોક એક્ચેન્જ પર જોવા મળતાં હતા. જેમાં કોમ્યુટર અને ઇન્ફર્મેશન ટેક્નોલોજીને સંબધિત કંપનીઓ સૂચિત થતી હતી. પ્રમાણમાં નવી અને વણચકાસાયેલી કંપનીઓને (ધિરાણના ઘણાબધા રાઉન્ડ પછી) વિશાળ પ્રમાણમાં નાણાંકિય સંશાધનો ઊભા કરી આપવા છતાં તેમાંથી બહુમતી કંપનીઓ ખૂબ જ જલદીથી નાણાંકિય કટોકટીમાં આવી ગઇ. જે કંપનીઓના સ્થાપકો તેમનો મહત્વનો હિસ્સો IPO વખતે કે આઇપીઓ બાદ તરત જ સગેવગે કરી દેતા હતાં તેવી કંપનીઓમાં આવી કટોકટી વધુ પ્રબળ હતી. (મુદામ્બી એન્ડ ટ્રીશેલ, 2005)

આ ઘટના માત્ર યુનાઇટેડ સ્ટેટ્સ પૂરતી સીમિત નહોતી. જાપાનમાં પણ આવી પરિસ્થિતિ સર્જાઇ હતી.કેટલીક કંપનીઓ તો માત્ર IPOના હેતુસર જ કામ કરતી હતી. આવી કંપનીઓ માટે ઓસાકા સિક્યુરિટીઝ એક્સ્ચેન્જ જેવા કેટલાક સ્ટોક એક્સ્ચેન્જ પણ સ્થાપવામાં આવ્યા. IPOના ગરમાગરમ ઇતિહાસમાં ફુગ્ગાની પરિસ્થિતિ કદાચ 1929 અને 1989માં સૌથી વધુ સ્પષ્ટ હતી. એ વખતે અનુક્રમે ક્લોઝ્ડ-એન્ડ ફંડ IPO અને ક્લોઝ્ડ-એન્ડ કન્ટ્રી ફન્ડ આઇપીઓ તેમની ચોખ્ખી અસ્કયામતોની સરખામણીએ કેટલાય ઊંચા પ્રીમિયમે વેચાયા હતાં. ક્લોઝ્ડ-એન્ડ ફંડના શેર્સના બજાર ભાવને ફંડ પોર્ટફોલિયોના શેર્સની કિંમત સાથે સરખાવતાં આ ફુગ્ગાઓ વધુ સ્પષ્ટ બને છે. અન્ડરલાયિંગ વેલ્યુ કરતાં બજાર ભાવ કેટલાય ગણાં હોય તો બજારમાં ફુગ્ગાની પરિસ્થિતિ સ્વાભાવિક બને છે.

હરાજી[ફેરફાર કરો]

વેન્ચર કેપિટાસૂચિત બિલ હેમ્બ્રેચે એક નવી પદ્ધતિ શોધી છે જે બિનકાર્યક્ષમ પ્રક્રિયાને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમણે ડચ ઓક્શન દ્વારા શેર્સને જારી કરવાની રીત શોધીને વીમાકર્તા્સ દ્વારા પોષવામાં આવતાં અને વધુ પ્રમાણમાં થતાં અન્ડરપ્રાઇસિંગને એકદમ ઓછું કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે, વીમાકર્તાઓને આ વ્યૂહ બહુ માફક આવ્યો નથી.ગુગલ ડચ ઓક્શનનો ઉપયોગ કરનારી પ્રથમ કંપની ભલે ન હોય, પરંતુ તે એક એવી પ્રતિષ્ઠિત કંપની છે કે જે હરાજી દ્વારા જાહેર જનતા પાસે ગઇ હોય. હરાજીની રીતથી જનતા પાસે ગઇ હોવા છતાં ગુગલના શેર્સના ભાવ તેના ટ્રેડિંગના પ્રથમ દિવસે જ 17 ટકા જેટલા વધ્યા હતાં. IPOના ખ્યાલ વિવાદાસ્પદ હોઇ શકે છે. વધુમાં વધુ ભંડોળ ભેગું થાય તો જ IPO સફળ થાય તેવું વિચારવામાં આવે તો તમારો IPO નિષ્ફળ જશે. એના બદલે IPOના અન્ડરપ્રાઇસિંગથી રોકાણકારો ખરેખર કંઇક કમાય છે તેવી ઇચ્છા રાખનારનો IPO સફળ જાય છે. અહીં એ નોંધનીય છે કે ઓપન માર્કેટ વિરુદ્ધ રોકાણકારોના જુદાજુદા વર્ગ બોલી લગાવતાં હોય છે. બોલી લગાવવામાં જેટલી વધુ સંસ્થાઓ, તેટલા ઓછાં ખાનગી રોકાણકારો. આ બધામાં ગુગલનો કેસ અલગ તરી આવે છે. કારણ કે ગુગલ તેનો IPO બહાર લાવી તેના થોડા જ સમયમાં ઘણા ખાનગી રોકાણકારોએ સંસ્થાકિય મૂલવણીથી આગળ વિચારીને અને લાંબાગાળાની મૂલવણી કરીને તેનો સ્ટોક ખરીદ્યો હતો.

કિંમત નિર્ધારણ[ફેરફાર કરો]

ઇતિહાસમાં નજર કરીએ તો, વૈશ્વિક તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ બંને સ્તરે IPO અન્ડરપ્રાઇસ થતાં આવ્યા છે. IPOમાં શરુઆતના અન્ડરપ્રાઇસિંગને લીધે સ્ટોકની જ્યારે પહેલી વખત જાહેરમાં લેવડ-દેવડ થાય છે ત્યારે તેમાં વધારાનો રસ જાગે છે.. જે રોકાણકારોને IPOની ઓફરિંગ પ્રાઇસથી શેર્સ ફાળવવામાં આવ્યા હોય તેને ઉછાળા દ્વારા સારા પ્રમાણમાં ફાયદો થઇ શકે છે કંપનીનો સ્ટોક ઊંચી કિંમતે ઓફર કરીને જે ભંડોળ ભેગું થઇ શકે છે તે અન્ડરપ્રાઇસિંગને કારણે ઘણું ઓછું ભેગું થાય છે. આ બધા પરિબળોને સમાવતું એક ઉદાહરણ ધગ્લોબ ડોટકોમના IPOમાં જોવા મળ્યું હતું. આ આઇપીઓએ નેવુંના દાયકાના અંતના ઇન્ટરનેટયુગના આઇપીઓના ભડકાંને ઇંધણ પૂરું પાડ્યું હતું. બેર સ્ટર્ન્સ દ્વારા બાહેંધરી અપાયેલા આ સ્ટોકની કિંમત 13 નવેમ્બર, 1998ના રોજ 9 ડોલર નક્કી કરવામાં આવી હતી. આ સ્ટોક ટ્રેડિંગની શરુઆત થતાં જ 1,000 ટકા ઉછળીને 97 ડોલર સુધી ઉછળ્યો હતો અને દિવસના અંતે મોટાપાયે સંસ્થાકિય વેચાણને પગલે 63 ડોલર પર બંધ રહ્યો હતો. કંપનીએ ભરણાં દ્વારા 30 મિલિયન ડોલર એકઠાં કર્યા હતાં. જોકે ભરણાંની તે સમયની માંગ અને વિશાળ વોલ્યુમ જોતાં એવું માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ IPOમાં 200 મિલિયનથી વધુ ડોલર ઓછા મેળવ્યા હતાં.

ઓવરપ્રાઇસિંગના જોખમ પણ ધ્યાનમાં રાખવા જેવા છે. બજારની ક્ષમતા કરતાં વધુ ભાવે જો સ્ટોકને જાહેર જનતાને ઓફર કરવામાં આવે તો બની શકે છે કે વીમાકર્તા્સને શેર્સના વેચાણ માટે આપેલા વચનોને પાળવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે. જો તેઓ જારી કરેલા બધા જ શેર્સ વેચી નાખે તો પણ તેમને ટ્રેડિંગના પ્રથમ દિવસે શેર્સના ભાવ ઘટવાને લીધે વેચાણ યોગ્યતા ગુમાવવાનો વારો આવી શકે છે. આને કારણે શેર્સના ભાવ વધુ ગગડી પણ શકે છે. માટે જ ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સ IPOમાં સ્ટોકના કિંમત નિર્ધારણ વખતે ઘણા મુદ્દા ધ્યાનમાં રાખે છે. તેમનો પ્રયત્ન હોય છે કે IPOની પ્રાઇસ લોકોને તેમાં પૂરતો રસ જાગે તેટલી વાજબી અને કંપનીને જરૂરી મૂડી મળી રહે તેટલી પૂરતી હોવી જોઇએ. શેર્સનો મહત્તમ ભાવ નક્કી કરવામાં અગ્રણી સંસ્થાકિય રોકાણકારો પાસેથી શેર્સની ખરીદીનું વચન લેનાર વીમાકર્તા્સ ("સીન્ડિકેટ")નો ફાળો હોય છે.

જારી કરવાની કિંમત[ફેરફાર કરો]

IPO બહાર પાડવા ઇચ્છતી કંપની જારી વખતે શેર્સની કિંમત કેટલી રાખવી તે નક્કી કરવા માટે લીડ મેનેજર નીમે છે. કંપની લીડ મેનેજરની મદદથી કિંમત નક્કી કરી શકે છે અથવા તો બુક બીલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કિંમત નક્કી કરવામાં આવે છે.

નોંધ: તમામ IPO ડીટીસી સીસ્ટમ દ્વારા ડીલિવરી સેટલમેન્ટની યોગ્યતા ધરાવતાં નથી. આવા IPOમાં પાછળથી ક્લીયરિંગ એજન્ટ બેંકના કસ્ટોડિયનને સ્ટોક સર્ટીફિકેટની ફીઝિકલ ડીલિવરી જરૂરી બને છે અથવા તો વેચાણ જૂથની દલાલી પેઢી સાથે ડીલિવરી સામે ચૂકવણાની વ્યવસ્થા કરવી પડે છે.

સુશુપ્ત ગાળો[ફેરફાર કરો]

IPOના ઇતિહાસમાં બે વખત "સુશુપ્ત ગાળા" ગાળા તરીકે ઓળખાતો સમય આવે છે. કંપનીના એસ-1 ફોર્મ ભરવાના અને એસઇસીના કર્મચારીઓએ જાહેર કરેલું નોંધણી સ્ટેટમેન્ટ અસરકારક બને તે બંને વચ્ચેનો સમય આવો પ્રથમ સુશુપ્ત ગાળો છે. આ સમય દરમિયાન જારીકર્તાઓ, કંપનીના અંદરના લોકો, એનાલીસ્ટ્સ તેમજ અન્ય પક્ષકારો આવનારા IPOને પ્રમોટ કરવા કે તેની ચર્ચા કરવા બાબતે કાયદાથી બંધાયેલા હોય છે.[૧] સુશુપ્ત ગાળાનો બીજો તબક્કો એ IPOના ટ્રેડિંગની શરુઆતના 40 દિવસ સુધીનો હોય છે. આ સમય દરમિયાન, IPO સાથે સંકળાયેલા કંપનીની અંદરના લોકો અને કોઇ પણ વીમાકર્તા ઉપર કમાણી અંગેની આગાહી કે કંપની વિશેના સંશોધન રીપોર્ટ બહાર પાડવા પર પ્રતિબંધ હોય છે. વૈશ્વિક સમજૂતીના ભાગરુપે એસઇસી દ્વારા લાગુ પડાયેલા પ્રતિબંધિત સુધારાઓએ 9 જુલાઇ, 2002ના દિવસે સુશુપ્ત ગાળાનો સમય 25 દિવસથી વધારીને 40 દિવસ કર્યો હતો. સુશુપ્ત ગાળાનો જ્યારે અંત આવે છે ત્યારે લીડ વીમાકર્તા્સ કંપની પર સંશોધન કરવાનું શરુ કરે છે. વધુમાં, એનએએસડી અને એનવાયએસઇ દ્વારા સેકન્ડરી ઓફરિંગ પછી 10 દિવસનો તેમજ લોક-અપ એગ્સુરીમેન્ટના પૂરા થતાં પહેલા અને પછી 15 દિવસનો સુશુપ્ત ગાળો નક્કી કરતાં નિયમને પણ મંજૂરી આપવામાં આવી છે.

સૌથી મોટા IPO[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. "Pricing the 'biggest IPO in history'". 

બ્રાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

વધુ વાંચન[ફેરફાર કરો]