ફાગુ
ફાગુ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કાવ્યરચનાનો પ્રકાર છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]ફાગુ શબ્દ ફાગણ પરથી આવ્યો છે. ફાગણ એ ભારતીય પંચાંગનો મહિનો છે જે સમયે વસંત ઋતુ હોય છે.[૧]
રચના
[ફેરફાર કરો]ફાગુ એ કાવ્યમય રચના છે જેમાં વસંતના સૌંદર્યનું વર્ણન કરવામાં આવે છે. તે પ્રેમના આનંદ, જુદાઈના ડર અને પુનર્મિલનની આશાને પણ વર્ણવે છે. આ રચનાપ્રકાર જૈન સાધુઓમાં પ્રચલિત હતો એટલે તેમની ફાગુ રચનાઓ પ્રેમ ભાવનાઓથી શરુ થતી પણ અંતે દીક્ષા કે સંસારત્યાગથી પૂર્ણ થતી.[૧][૨][૩]
ઈતિહાસ
[ફેરફાર કરો]૧૩૪૪[૧] કે ૧૩૩૪માં[૨] જીનપદ્મસુરિ દ્વારા પ્રથમ ફાગુ, સ્થુલીભદ્ર ફાગુ, રચવામાં આવ્યું હોવાનું મળે છે. જૈન તીર્થંકર નેમિનાથ અને તેમની ન થનારી પત્ની રાજુલની જુદાઈ જૈન કવિઓનો પસંદીદા વિષય છે. આ વિષય પર રચાયેલા ફાગુના કેટલાક ઉદાહરણોમાં રાજશેખર રચિત નેમિનાથ ફાગુ (૧૩૪૪), જયશેખર રચિત નેમિનાથ ફાગુ (૧૩૭૫) અને સોમસુંદર રચિત રંગસાગર નેમિનાથ ફાગુ (૧૪૦૦)નો સમાવેશ કરી શકાય. ૧૨૬૯માં વિનયચંદ્ર દ્વારા રચિત નેમિનાથ ચતુષ્પાદિકામાં પણ આ જ વિષય છે. ચૌદમી સદીમાં અજ્ઞાત લેખક દ્વારા લખાયેલ વસંત વિલાસ કોઈ ધાર્મિક ભાવનાઓ વગરનું સુંદર ફાગુ છે.[૧][૨]
પૂરક વાચન
[ફેરફાર કરો]- સાંડેસરા, ભોગીલાલ (૧૯૬૬). Prācīna phāgu-saṅgraha. Mahārāja Sayājīrāva Viśvavidyālaya; [Prāptisthāna: Yunivarsiṭī Pustakavecāṇa Vibhāga]. CS1 maint: discouraged parameter (link)
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Amaresh Datta (૧૯૮૮). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૧૨૫૮. ISBN 978-81-260-1194-0.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Nagendra (૧૯૮૮). Indian Literature. Prabhat Prakashan. પૃષ્ઠ ૨૮૨–૨૮૩.
- ↑ Jhaveri; Sahitya Akademi (૧૯૭૮). History of Gujarati Literature. Sahitya Akademi. પૃષ્ઠ ૨૪૩. મૂળ માંથી 2016-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-03.