લખાણ પર જાઓ

ફાતિમા શેખ

વિકિપીડિયામાંથી
ફાતિમા શેખ
જન્મની વિગત(1831-01-09)9 January 1831[]
પૂના, મુંબઈ પ્રાંત, કંપની રાજ
(વર્તમાન પૂણે, મહારાષ્ટ્ર, ભારત)
વ્યવસાયસમાજ સુધારક, શિક્ષક
પ્રખ્યાત કાર્યભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક
સંબંધીઓમિયાં ઉસ્માન શેખ (ભાઈ)

ફાતિમા શેખ (૯ જાન્યુઆરી ૧૮૩૧ – ?) એક ભારતીય શિક્ષિકા અને સમાજ સુધારક હતા. તેઓ સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના સહયોગી હતા.[][] તેમને વ્યાપકપણે ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક માનવામાં આવે છે.[]

જીવનપરિચય

[ફેરફાર કરો]

ફાતિમા શેખ મિયાં ઉસ્માન શેખના બહેન હતા, જેમના ઘરમાં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફુલે નિવાસ કરતાં હતા. આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષકોમાંના એક, તેમણે ફુલે દંપતિની શાળામાં બહુજન બાળકોને શિક્ષિત કરવાનું શરૂ કર્યું હતું. જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફુલેએ ફાતિમા શેખ સાથે મળીને દલિત સમુદાયોમાં શિક્ષણ ફેલાવવાનો હવાલો સંભાળ્યો હતો.

અમેરિકન મિશનરી સિન્થિયા ફેરાર દ્વારા સંચાલિત શિક્ષક તાલીમ સંસ્થામાં ફાતિમા શેખની મુલાકાત સાવિત્રીબાઈ ફુલે સાથે થઈ હતી.[] તેણીએ ફુલે દંપતિ દ્વારા સ્થાપવામાં આવેલી પાંચેય શાળાઓમાં તમામ ધર્મ અને જાતિના બાળકોને ભણાવ્યા હતા. શેખે ૧૮૫૧માં મુંબઈ (તે પછી બોમ્બે)માં બે શાળાઓની સ્થાપનામાં પણ સહયોગ કર્યો હતો.[]


૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ગૂગલે ફાતિમા શેખને તેમની ૧૯૧મી જન્મજયંતિ પર ડૂડલથી સન્માનિત કર્યા હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Fatima Sheikh's 191st Birthday". Google (અંગ્રેજીમાં). મેળવેલ 9 January 2022.
  2. Susie J. Tharu; K. Lalita (1991). Women Writing in India: 600 B.C. to the early twentieth century. Feminist Press at CUNY. પૃષ્ઠ 162. ISBN 978-1-55861-027-9.
  3. Madhu Prasad (2019). "A strategy for exclusion". Elementary Education in India: Policy Shifts, Issues and Challenges. ISBN 978-1000586954.
  4. Grey, Mary (2016). "Opposition to Untouchability: Gandhi and Ambedkar". A Cry for Dignity: Religion, Violence and the Struggle of Dalit Women in India. Taylor & Francis. પૃષ્ઠ 118. ISBN 978-1315478401. મેળવેલ February 17, 2021.
  5. Tschurenev, Jana (2019). "Civil Society, Government, and Educational Institution-Building, Bombay Presidency, 1819–1882". Empire, Civil Society, and the Beginnings of Colonial Education in India. Cambridge University Press. પૃષ્ઠ 276. ISBN 978-1108656269. મેળવેલ February 17, 2021.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]