ફિઝિયોથેરાપી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પોલિયોગ્રસ્ત બાળકોને ફિઝિયોથેરાપી કરાવતી એક વિશેષજ્ઞ

વ્યાયામ દ્વારા શરીરના સાંધાઓની નબળાઇ કે વેદના દૂર કરવા તેમ જ મહત્તમપણે કાર્યરત કરવા માટે માંસપેશીઓને સક્રિય કરીને કરવામાં આવતા ઉપચારની પદ્ધતિને ફિઝિયોથેરાપી કહેવાય છે. આ ચિકિત્સા પદ્ધતિમાં દવાઓ આપવામાં આવતી નથી, માટે તેની કોઈ આડાઅસરોનો પ્રશ્ન મહદંશે ઉત્પન્ન થતો નથી. પરંતુ, મહત્ત્વની વાત એ છે કે, ફિઝિયોથેરાપી જો લાંબા સમય સુધી અને નિયમિત પણે કરવામાં આવે તો જ તેની અસર દેખાય છે અને તકલીફ દૂર થાય છે. ફિઝિયોથેરાપીની સારવાર આપનાર વિશેષજ્ઞને ફિઝિયોથેરાપિસ્ટ તરિકે ઓળખવામાં આવે છે.

શરીરમાં અમુક પ્રકારની તકલીફો માટે જો આપ દવા લેવા ના ચાહતા હોવ તો, પ્રમાણભૂત ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લઈને આપ તે તકલીફ ફિઝિયોથેરાપી દ્વારા પણ દૂર કરી શકો છો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]