લખાણ પર જાઓ

ફિફા

વિકિપીડિયામાંથી
International Federation of Association Football
(FIFA)
ચિત્ર:FIFA.svg
સ્થાપના21 May 1904
પ્રકારFederation of national associations
મુખ્યમથકોZürich, Switzerland
Membership
208 national associations
અધિકૃત ભાષા
English, French, German, Spanish,[]
Sepp Blatter
વેબસાઇટwww.fifa.com

ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ એસોસિએશન ફૂટબોલ (ફ્રેન્ચ:Fédération Internationale de Football Association ), સામાન્ય રીતે ટૂંકાનામ ફિફા (FIFA )થી ઓળખાતી (સામાન્યEnglish pronunciation: /ˈfiːfə/) આ સંસ્થા એસોસિએશન ફૂટબોલ, ફુટસલ અને બીચ સોકરનું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે. તેનું વડુમથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં આવેલું છે અને તેના વર્તમાન પ્રમુખ જિઆન્ની ઇન્ફન્ટિનો છે. 1930થી યોજાતી ફિફા (FIFA) વિશ્વ કપ જેવી નોંધપાત્ર ફૂટબોલની આંતરરાષ્ટ્રીય ટુર્નોમેન્ટો યોજવાની અને તેના સંચાલનની જવાબાદારી ફિફા (FIFA) નીભાવે છે. અત્યાર સુધી ફિફા (FIFA) વર્લ્ડ કપ 19 વખત યોજાઇ ચૂક્યો છે. હવે પછીનો વર્લ્ડ કપ 2022માં કતારમાં યોજાશે.

ફિફા (FIFA)માં 208 સભ્ય એસોસિએશનો છે, આ સભ્ય સંખ્યા ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી કરતાં ત્રણ વધારે છે અને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન્સ કરતાં પાંચ ઓછી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આંતરરાષ્ટ્રીય મેચોની લોકપ્રિયતા વધતા 20મી સદીની શરૂઆતમાં આ રમત પર નજર રાખવા માટે એક સંસ્થાની જરૂરિયાત ઊભી થઇ હતી. જેના પરિણામે 21 મે,1904ના રોજ પેરિસમાં ફિફા (FIFA)ની સ્થાપના કરવામાં આવી. તેનું ફ્રેન્ચ નામ અને ટૂંકુંનામ ફ્રેન્ચ-બોલતાં દેશોની બહાર પણ ન બદલાતાં એ જ રહ્યું. આ સંસ્થાના સ્થાપક સભ્યોમાં બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્પેઇન, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થતો હતો. સ્થાપનાના દિવસે જ જર્મન એસોસિએશને પણ ટેલીગ્રામ કરીને સંસ્થા સાથે જોડાવાની પોતાની ઇચ્છા દર્શાવી હતી. ફિફા (FIFA)ના પ્રથમ પ્રમુખ રોબર્ટ ગ્યુરિન હતા. 1906માં ગ્યુરિનના સ્થાને ઇંગ્લેન્ડના ડેનિયલ બર્લી વુલફોલ આવ્યા. ઇંગ્લેન્ડ ત્યાં સુધી સભ્ય એસોસિએશન બની ગયું હતું. તે પછી લંડનમાં 1908ની ઑલિમ્પિક્સની ફૂટબોલ સ્પર્ધા યોજાઇ, જેમાં ફિફા (FIFA)ના પાયાના નિયમોની વિરુદ્ધ, વ્યવસાયી ફૂટબોલરો હાજર રહ્યા, આમ છતાં તે વધુ સફળ રહી.

1908માં દક્ષિણ આફ્રિકા, 1912માં આર્જેન્ટિના અને ચીલી તેમજ 1913માં કેનેડા અને સંયુક્ત રાજ્યોની અરજીની સાથે જ ફિફા (FIFA)ના સભ્યપદે યુરોપની સીમાઓ ઓળંગી લીધી. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઘણા ખેલાડીઓને યુદ્ધમાં મોકલાયા હોવાથી અને આંતરરાષ્ટ્રીય મેચો માટે પ્રવાસની શક્યતાઓ ધૂંધળી હોવાથી આંતરરાષ્ટ્રીય મેચો મર્યાદિત પ્રમાણમાં યોજાઇ હતી. ખૂબ જ ઓછી આંતરરાષ્ટ્રીય મેચો યોજાઇ હોવાથી આ સંસ્થાનું અસ્તિત્વ પણ શંકાના ઘેરામાં આવી ગયું હતું. યુદ્ધ પછી વુલફોલનું મૃત્યુ થતાં સંસ્થા કાર્લ હિર્સ્ચમેન નામની ડચ વ્યક્તિએ ચલાવી હતી. જોકે હોમ નેશન્સ (યુનાઇટેડ કિંગડમના) ખસી જવા છતાં પણ આ સંસ્થાને લુપ્ત થવામાંથી બચાવી લેવામાં આવી. હોમ નેશન્સે આંતરરાષ્ટ્રિય સ્પર્ધાઓમાં પોતાના તાજેતરના જ વિશ્વ યુદ્ધના દુશ્મનો સાથે ભાગ લેવાની અનિચ્છા દર્શાવી હતી. જોકે હોમ નેશન્સ દ્વારા બાદમાં પોતાનું સભ્યપદ ફરી શરૂ કરાવવામાં આવ્યું હતું. ફિફા (FIFA)નો સંગ્રહ ઇંગ્લેન્ડનાં નેશનલ ફૂટબોલ મ્યુઝિયમ દ્વારા સાચવવામાં આવ્યો છે.

માળખું

[ફેરફાર કરો]
ફૂટબૉલના છ સંઘો સાથેનો વિશ્વનો નકશો.

ફિફા (FIFA) સ્વિટ્ઝરલેન્ડના કાયદાઓ હેઠળ રચાયેલું એક સંગઠન છે. તેનું વડુંમથક ઝુરિચમાં છે. ફિફા (FIFA)નો સર્વોચ્ચ એકમ ફિફા (FIFA) કોન્ગ્રેસ છે, જે તેની સાથે જોડાયેલા સભ્ય એસોસિએશનોના પ્રતિનિધિઓનું બનેલું એક જૂથ છે. કોન્ગ્રેસ તેની સામાન્ય સભા માટે વર્ષમાં એક વખત મળે છે. 1998થી કોન્ગ્રેસમાં વધારાના અસામાન્ય સત્ર પણ યોજાય છે. માત્ર કોન્ગ્રેસ જ ફિફા (FIFA)ના ઠરાવોમાં સુધારાઓ પસાર કરી શકે છે. કોન્ગ્રેસ ફિફા (FIFA)ના પ્રમુખ, મહામંત્રી અને ફિફા (FIFA) એક્ઝીક્યુટિવ કમિટીના અન્ય સભ્યોને ચૂંટે છે. પ્રમુખ અને મહામંત્રી ફિફા (FIFA)ના મુખ્ય હોદ્દેદારો છે. તેના સચિવાલયના આશરે 280 કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવતાં રોજબરોજના વહીવટની દેખરેખ પણ આ બંને હોદ્દેદારો જ રાખે છે. કોન્ગ્રેસના વિરામના સમયમાં પ્રમુખના વડપણ હેઠળની ફિફા (FIFA)ની એક્ઝીક્યુટિવ કમિટી જ સંસ્થાની મુખ્ય નિર્ણયકર્તા સમિતિ બની રહે છે. ફિફા (FIFA)ના વૈશ્વિક સંગઠન માળખામાં એક્ઝીક્યુટિવ કમિટી અથવા તો કોન્ગ્રેસ દ્વારા બનાવાયેલી સ્ટેન્ડિંગ કમિટીની સત્તા હેઠળ પણ અન્ય કેટલાક અન્ય સંગઠનોનો સમાવેશ થાય છે. આ કમિટીઓમાં ફાઇનાન્સ કમિટી, ડિસિપ્લિનરી કમિટી, રેફરી કમિટી વગેરેનો સમાવેશ થાય છે.

વૈશ્વિક સત્તાઓ (પ્રમુખ, એક્ઝીક્યુટિવ કમિટી, કોન્ગ્રેસ વગેરે.) સિવાય ફિફા (FIFA)એ વિશ્વના જુદાજુદા ખંડો અને પ્રદેશોમાં આ રમત પર નજર રાખવા માટે છ સંઘોને માન્યતા આપી છે. ખંડના સંઘો નહીં પરંતુ રાષ્ટ્રીય એસોસિએશનો જ ફિફા (FIFA)ના સભ્યો બને છે. વિવિધ ખંડના સંઘોનું ફિફા (FIFA)ના ઠરાવો દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. રાષ્ટ્રીય એસોસિએશનોએ ફિફા (FIFA) અને તેમનો દેશ ભૌગોલિક રીતે જે સ્થાનિક સંઘમાં આવતો હોય તે સંઘ એમ બંનેમાં સભ્ય બનવું ફરજિયાત છે. ફિફા (FIFA)ની સ્પર્ધાઓમાં પ્રવેશ મેળવવા માટે આ જરૂરી છે (નીચે આપેલા કેટલાક ભૌગોલિક અપવાદોને બાદ કરતા):

  એએફસી (AFC) – એશિયન ફૂટબોલ કન્ફેડરેશન, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં

  સીએએફ (CAF) – કન્ફેડરેશન આફ્રિકન દ ફૂટબોલ, આફ્રિકામાં
 સીઓએનસીએસીએએફ (CONCACAF) – કન્ફેડરેશન ઓફ નોર્થ, સેન્ટ્રલ અમેરિકન એન્ડ કેરિબીયન એસોસિએશન ફૂટબોલ, ઉત્તર અમેરિકા અને મધ્ય અમેરિકામાં

  સીઓએનએમઇબીઓએલ (CONMEBOL) – Confederación Sudamericana de Fútbol, દક્ષિણ અમેરિકામાં

 ઓએફસી (OFC) – ઓસિઆનિયા ફૂટબોલ કન્ફેડરેશન, ઓસિઆનિયામાં
 યુઇએફએ (UEFA) – યુનિયન ઓફ યુરોપીયન ફૂટબોલ એસોસિએશન્સ, યુરોપમાં

યુરોપ અને એશિયામાં બંને ખંડોમાં પરંપરાગત સરહદો ફેલાયેલી હોય તેવા રાષ્ટ્રો સામાન્ય રીતે સંઘની પસંદગી પોતાની જાતે જ કરે છે. જેના ભાગરૂપે રશિયા, તુર્કી, સાયપ્રસ, આર્મેનિયા, અઝરબૈઝાન અને જ્યોર્જિયા જેવા ઘણા બહુખંડીય રાષ્ટ્રોએ તેમનો મોટાભાગનો પ્રદેશ એશિયામાં પડતો હોવા છતાં યુઇએફએ (UEFA) સંઘનો ભાગ બનવાનું પસંદ કર્યું છે. એએફસી (AFC) સંઘના સભ્ય રાષ્ટ્રોની ટીમો દ્વારા દાયકાઓ સુધી બહિષ્કાર પામ્યા બાદ સંપૂર્ણરીતે એશિયામાં પડતું હોવા છતાં ઇઝરાયેલ 1994માં યુઇએફએ (UEFA) સંઘમાં જોડાયું હતું. 2002માં કઝાખસ્તાન પણ એએફસી (AFC)માંથી યુઇએફએ (UEFA)માં ખસી ગયું. છેલ્લે જાન્યુઆરી, 2006માં ઓસ્ટ્રેલિયા ઓએફસી (OFC) સંઘમાંથી એએફસી (AFC) સંઘમાં જોડાયું. ગુયાના અને સુરિનામ બંને દક્ષિણ અમેરિકન દેશો હોવા છતાં હંમેશા સીઓએનસીએસીએએફ (CONCACAF) સંઘના સભ્ય રહ્યા છે. બધું થઇને, ફિફા (FIFA)એ 208 રાષ્ટ્રીય એસોસિએશનો અને તેને સંલગ્ન પુરુષ રાષ્ટ્રીય ટીમોને તેમજ 129 મહિલા રાષ્ટ્રીય ટીમોને માન્યતા આપી છે; રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમોની યાદી અને તેમના સંબધિત રાષ્ટ્રના કોડ નંબર જુઓ. સંયુક્ત રાષ્ટ્રો કરતાં પણ ફિફા (FIFA)ની સભ્યસંખ્યા વધુ છે. કારણ કે ફિફા (FIFA) કેટલાક બિન-સાર્વભૌમ અસ્તિત્વોને પણ અલગ દેશ તરીકે માન્યતા આપે છે, જેમ કે યુનાઇટેડ કિંગડમના ચાર હોમ નેશન્સ અથવા તો પેલેસ્ટાઇન જેવો રાજકિય રીતે વિવાદાસ્પદ પ્રદેશ.[] ફિફા (FIFA) વિશ્વ ક્રમાંકોને દર મહિને અપડેટ કરવામાં આવે છે. ક્રમાંકોમાં દર ટીમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, ક્વોલિફાઇંગ મેચો અને મૈત્રી મેચોમાં દેખાવને આધારે ક્રમાંક આપવામાં આવે છે. ઉપરાંત, મહિલા ફૂટબૉલ માટે વિશ્વ ક્રમાંકો આપવામાં આવે છે જે વર્ષમાં ચાર વખત અપડેટ કરવામાં આવે છે.

પુરસ્કારો અને કદર

[ફેરફાર કરો]

ફિફા (FIFA) દર વર્ષે સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીને ફિફા (FIFA)વર્લ્ડ પ્લેયર ઓફ ધ યરનું બિરૂદ આપીને પુરસ્કાર આપે છે. આ પુરસ્કાર તેના વાર્ષિક પુરસ્કાર સમારંભમાં આપવામાં આવે છે જેમાં વિવિધ ટીમ અને આંતરારાષ્ટ્રીય ફૂટબૉલની સિદ્ધિઓની પણ કદર કરવામાં આવે છે.

1994માં ફિફા (FIFA)એ ફિફા (FIFA) વર્લ્ડ કપ ઓલ-ટાઇમ ટીમને જાહેર કરી હતી.

2002માં ફિફા (FIFA)એ પ્રસંશકોના મતદાનની મદદથી સર્વકાલીન સ્ટાર ખેલાડીઓ ધરાવતી ફિફા (FIFA) ડ્રીમ ટીમની જાહેરાત કરી હતી.

2004માં તેના શતાબ્દી મહોત્સવની ઊજવણીના ભાગરૂપે ફિફા (FIFA)એ ફ્રાન્સ અને બ્રાઝિલ વચ્ચે "મેચ ઓફ ધ સેન્ચ્યુરી"નું આયોજન કર્યું હતું.

સંચાલન અને રમતનો વિકાસ

[ફેરફાર કરો]

રમતના નિયમો

[ફેરફાર કરો]

ફૂટબૉલનું સંચાલન કરતાં અને સત્તાવાર રીતે લૉઝ ઓફ ધ ગેમ તરીકે જાણીતાં નિયમોની જવાબદારી માત્ર ફિફા (FIFA)ની નથી; આ નિયમોના અમલનું કાર્ય ઇન્ટરનેશનલ ફૂટબૉલ એસોસિએશન બૉર્ડ (આઇએફએબી (IFAB)) નામનું સંગઠન કરે છે. આ સંગઠનમાં ફિફા (FIFA)ના ચાર પ્રતિનિધિ સભ્યો હોય છે; અન્ય ચાર સભ્યો યુનાઇટેડ કિંગડમના ફૂટબૉલ એસોસિએસનો ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયરલેન્ડ પૂરાં પાડે છે જેમણે સંયુક્ત રીતે 1882માં આઇએફએબી (IFAB)ની સ્થાપના કરી હતી. આ એસોસિએશનો ફૂટબૉલના સર્જન અને ઇતિહાસમાં માટે જાણીતાં છે. લૉઝ ઓફ ધ ગેમમાં કોઇ પણ ફેરફાર કરતાં પહેલાં આ આઠમાંથી છ સભ્યોની મંજૂરી ફરજિયાત છે.

રાષ્ટ્રીય એસોસિએશનોની શિસ્ત

[ફેરફાર કરો]

ફિફા (FIFA) હંમેશા આ રમતને ચાલુ રાખવા અને વિશ્વભરમાં તેના વિકાસ માટે સક્રિયપણે રસ લે છે. તેના દ્વારા લેવામાં આવતાં વિવિધ પગલામાં ટીમો અને જોડાયેલા સભ્યોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાંથી સસ્પેન્ડ કરવાનો સમાવેશ થાય છે. જ્યારે સ્થાનિક સરકાર તેના સભ્ય સંગઠનના વહીવટમાં દખલ કરે છે અથવા તો સંગઠન પોતે જ યોગ્ય રીતે કાર્ય કરતું ન હોય ત્યારે ફિફા (FIFA) આ પ્રકારના પગલાં લે છે.

ખેલાડી મહતમ ત્રણ ક્લબોમાં જ નોંધણી કરાવી શકે તેમજ 1 જુલાઇએ શરૂ થતાં અને ૩૦ જૂને પૂરા થતાં વર્ષ દરમિયાન મહતમ બે જ ક્લબોની સત્તાવાર મેચોમાં રમી શકે તેવા 2007માં ફિફા (FIFA)એ આપેલા ચુકાદાએ ભારે વિવાદ પેદા કર્યો હતો. આ ચુકાદાએ ખાસ કરીને એવા દેશોમાં વિવાદ ઊભો કર્યો હતો જેમની ફૂટબૉલની સીઝનમાં આ તારીખોનો અવરોધ નડતો હોય, આ પ્રકારનો જ અવરોધ બે ભૂતપૂર્વ આયરલેન્ડના આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને નડ્યો હતો. આ વિવાદનાં સીધા પરિણામરૂપે, ફિફા (FIFA)એ તેના પછીના જ વર્ષે લીગ મેચો અને આઉટ-ઓફ-ફેઝ સીઝનો વચ્ચે ખેલાડીઓની આપ-લે થઇ શકે તે માટે આ નિયમમાં ફેરફાર કરવો પડ્યો.

ફિફા (FIFA) સ્તોત્ર (ગીત)

[ફેરફાર કરો]

યુઇએફએ (UEFA) ચેમ્પિયન લીગની જેમ જ ફિફા (FIFA)એ 1994 ફિફા (FIFA) વિશ્વ કપથી ગીત બનાવ્યું છે. આ ગીત જર્મન સંગીતકાર ફ્રાન્ઝ લેમ્બર્ટ દ્વારા રચવામાં આવ્યું છે. ફિફા (FIFA) સ્તોત્રને ફિફા (FIFA) દ્વારા માન્યતાપ્રાપ્ત આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચો, ફિફા (FIFA) વિશ્વ કપ, ફિફા (FIFA) મહિલા વિશ્વ કપ, ફિફા (FIFA) અંડર-20 વિશ્વ કપ, ફિફા (FIFA) અંડર-17 વિશ્વ કપ, ફિફા (FIFA) અંડર-20 મહિલા વિશ્વ કપ, ફિફા (FIFA) અંડર-17 મહિલા વિશ્વ કપ, ફિફા (FIFA) ફુટસલ વિશ્વ કપ, ફિફા (FIFA) બીચ સોકર વિશ્વ કપ અને ફિફા (FIFA) ક્લબ વર્લ્ડ કપ જેવી મેચો અને સ્પર્ધાઓની શરૂઆતમાં વગાડવામાં આવે છે. []

ટીકા-ટિપ્પણી (આલોચના)

[ફેરફાર કરો]

નાણાંકીય ગેરરીતિઓના આક્ષેપો

[ફેરફાર કરો]

મે 2006માં બ્રિટિશ સંશોધક પત્રકાર એન્ડ્રૂ જેનિંગ્સના ફાઉલ! ધ સીક્રેટ વર્લ્ડ ઓફ ફિફા (FIFA): બ્રાઇબ્સ, વોટ-રિગિંગ એન્ડ ટિકિટ સ્કેન્ડલ્સ (હાર્પર કોલિન્સ) નામના પુસ્તકમાં ફિફા (FIFA)ના માર્કેટિંગ ભાગીદાર આઇએસએલ (ISL)ના પડી ભાંગ્યા પછી આંતરરાષ્ટ્રીય કેશ-ફોર-કોન્ટ્રાક્ટ્સના કૌભાંડની વિગતો આપીને ફૂટબૉલ વિશ્વમાં વિવાદ જગાવ્યો. એટલું જ નહીં, કેટલાક ફૂટબૉલ અધિકારીઓએ મેળવેલી મલાઇ પાછી આપવા માટે તેમને કેવી રીતે આજીજીઓ કરવામાં આવી હતી તેની પણ ચોંકવાનારી વિગતો પણ આ પત્રકાર બહાર લાવ્યા હતાં. આ પુસ્તકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સેપ્પ બ્લેટરના ફિફા (FIFA) પર એકહથ્થુ શાસનની લડાઇમાં મતદાન સાથે ચેડાં થયાં હતાં.

ફાઉલ! ના પ્રકાશન પછી તરત જ બીબીસી (BBC ) ટેલિવિઝન પર જેનિંગ્સ અને બીબીસી (BBC) નિર્માતા રોજર કોર્ક દ્વારા ખુલ્લા પડાયેલાં કૌભાંડને બીબીસી (BBC)ના સમાચાર કાર્યક્રમ પેનોરામા માં પ્રસારિત કરવામાં આવ્યું. 11 જૂન, 2006ના રોજ પ્રસારિત થયેલા એક-કલાક લાંબા આ કાર્યક્રમમાં જેનિંગ્સ અને પેનોરામા ટીમે સ્વીકાર્યું હતું કે સ્વિસ પોલીસ ફૂટબૉલ અધિકારીઓના ખિસ્સામાં ગયેલી એક મિલિયન પાઉન્ડથી વધુ રકમની લાંચને પરત આપવા માટે થયેલા એક ગુપ્ત સોદામાં સેપ્પ બ્લેટરની ભૂમિકા બાબતે તેમની તપાસ કરી રહી છે.

પેનોરામા કાર્યક્રમમાં દર્શાવવામાં આવેલા તમામ પુરાવાઓને બનાવટી અવાજો, દ્રશ્યો અથવા તો બંને દ્વારા પૂરાં પાડવામાં આવ્યા હતાં; યુનાઇટેડ સ્ટેટ્સમાં ટોસન યુનિવર્સિટીના ભૂતપૂર્વ વ્યાખ્યાતા મેલ બ્રેન્નન (તેઓ 2001–2003 વચ્ચે સીઓએનસીએસીએએફ (CONCACAF)ના હેડ ઓફ સ્પેશ્યલ પ્રોજ્ક્ટ્સ, ઇ-ફિફા (FIFA) પ્રોજેક્ટ સાથેના લિએઝન અને ફિફા (FIFA) વિશ્વ કપ પ્રતિનિધિ રહી ચૂક્યા છે) ચોંકવારા આક્ષેપો કરનારાં ફૂટબૉલના પ્રથમ ઉચ્ચ-કક્ષાના અધિકારી બન્યાં. તેમણે સીઓએનસીએસીએએફ (CONCACAF) અને ફિફા (FIFA)ની નેતાગીરી પર લાલચ, ભ્રષ્ટાચાર, અકૃત્યો અને દુષ્કૃત્યોના જાહેર આક્ષેપો કર્યા. પેનોરામા કાર્યક્રમમાં કૌભાંડ ખુલ્લું પાડતી વખતે, વિશ્વ ફૂટબૉલ સંચાલનના ઇતિહાસમાં ઉચ્ચ-કક્ષા પર રહેનાર આફ્રિકન-અમેરિકન બ્રેન્નન, જેનિંગ્સ અને અન્ય ઘણા લોકોએ સીઓએનસીએસીએએફ (CONCACAF)ને ફિફા (FIFA) દ્વારા થયેલી નાણાંની અયોગ્ય ફાળવણીઓને ખુલ્લી પાડી હતી. સીઓએનસીએસીએએફ (CONCACAF)ની તથાકથિત ગુનાખોરી અને ફિફા (FIFA)ના પણ તેવા જ વર્તન વચ્ચેની સાંઠગાંઠ તરફ પણ તેમણે ધ્યાન દોર્યું હતું. બેન્નનનું ધ એપ્રેન્ટિસ: ટ્રેજીકોમિક ટાઇમ્સ એમોન્ગ ધ મેન રનિંગ-એન્ડ રુઇનિંગ-વર્લ્ડ ફૂટબૉલ પુસ્તક 2010માં બહાર પડવાની ધારણા છે.

વિડીઓ રીપ્લે

[ફેરફાર કરો]

ફિફા (FIFA) મેચો દરમિયાન વિડીઓ પુરાવાને માન્ય ગણતું નથી, જોકે મેચ સંદર્ભે શિસ્તના પગલાં ભરવા માટે વિડીઓને પુરાવા તરીકેની મંજૂરી આપવામાં આવી છે. [] 1970માં ભરાયેલી ઇન્ટરનેશનલ ફૂટબૉલ એસોસિએશન બૉર્ડની બેઠકમાં "ટેલિવિઝન સત્તાઓને રેફરીના કોઇ પણ નિર્ણય પર વિપરીત અસર કરે તે રીતે સ્લો-મોશન પ્લે-બેક ન દર્શાવવા માટે વિનંતી કરવા બાબતે સર્વસંમતિ સાધવામાં આવી હતી"[] 2008માં ફિફા (FIFA)ના પ્રમુખ સેપ્પ બ્લેટરે કહ્યું હતું: "તેને જેમનું તેમ રહેવા દઇએ અને ચાલો [ફૂટબૉલને]ભૂલો સાથે છોડી દઇએ. ટેલિવિઝન કંપનીઓ પાસે [રેફરી] સાચા છે કે ખોટા તે કહેવાનો હક હશે, પરંતુ છેલ્લે તો રેફરી જ નિર્ણય કરે છે - જે માણસ છે, મશીન નથી."[]

એવું કહેવાય છે કે 22 ખેલાડીઓની પ્રવૃત્તિઓ પર આટલા વિશાળ મેદાનમાં ધ્યાન રાખવા માટે ત્વરિત રીપ્લેની જરૂર છે,[] એવી દરખાસ્ત પણ કરવામાં આવી છે કે પેનલ્ટી, રેડ કાર્ડ તરફ દોરી જતાં ફાઉલો અને બૉલે ગોલ લાઇનને પસાર કરી છે કે નહીં તે ચકાસવા માટે ત્વરીત રીપ્લેનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે આ બાબતો રમતને બદલવા પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. []

ટીકાકારો એ બાબત પ્રત્યે ધ્યાન દોરે છે કે ત્વરીત રીપ્લે રગ્બી યુનિયન, ક્રિકેટ, અમેરિકન ફૂટબૉલ, કેનેડિયન ફૂટબૉલ, બાસ્કેટબૉલ, બેઝબૉલ, ટેનિસ અને આઇસ હોકી જેવી રમતોમાં તો ક્યારનુંય અસ્તિત્વમાં છે. [][૧૦][૧૧][૧૨][૧૩] વિડીઓ રીપ્લેના પ્રખર સમર્થક તરીકે પોર્ટુગલના કોચ કાર્લોસ ક્યુએરોઝને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે "આ રમતની વિશ્વસનીયતા" દાવ પર લાગેલી છે.[૧૪]

2010 ફિફા (FIFA) વિશ્વ કપની ઇંગ્લેન્ડ-જર્મની વચ્ચેની બીજા-રાઉન્ડની મેચમાં એક બનાવ દરમિયાન, ફ્રેન્ક લેમ્પાર્ડના શોટે લાઇન ક્રોસ કરી લીધી હતી પરંતુ મેચના અધિકારીઓને તેમ ન લાગ્યું. આ શોટથી ઇંગ્લેન્ડ-જર્મનીનો સ્કોર 2–2 પર પહોંચી સરખો થઇ જાય તેમ હતો. આ ઘટના બાદ ફિફા (FIFA)ના ઉચ્ચ અધિકારીઓને જાહેર કરવું પડ્યું છે કે તેઓ ગોલ-લાઇન ટેક્નોલોજીના ઉપયોગની ફેર-તપાસ કરશે[૧૫].

ફિફા (FIFA) આયોજિત સ્પર્ધાઓ

[ફેરફાર કરો]

પુરૂષોની સ્પર્ધાઓ

  • ફિફા (FIFA) વિશ્વ કપ
  • ફિફા (FIFA) અંડર-૨૦ વિશ્વ કપ
  • ફિફા (FIFA) અંડર-17 વિશ્વ કપ
  • ફિફા (FIFA) કન્ફેડરેશન્સ કપ
  • ફિફા (FIFA) ક્લબ વિશ્વ કપ
  • ફિફા (FIFA) ફુટસલ વિશ્વ કપ
  • ફિફા (FIFA) બીચ સોકર વિશ્વ કપ
  • બ્લુ સ્ટાર્સ/ફિફા (FIFA) યુથ કપ

મહિલા સ્પર્ધાઓ

  • ફિફા (FIFA) મહિલા વિશ્વ કપ
  • ફિફા (FIFA) મહિલા ક્લબ વિશ્વ કપ
  • ફિફા (FIFA) અંડર-20 મહિલા વિશ્વ કપ
  • ફિફા (FIFA) અંડર-17 મહિલા વિશ્વ કપ

પ્રયોજકો

[ફેરફાર કરો]

ફિફા (FIFA)ના પ્રયોજકો નીચે મુજબ છે ("ફિફા (FIFA) પાર્ટનર્સ" કહેવાય છે):

  • કોકા-કોલા
  • એમિરેટ્સ
  • હ્યુન્ડાઇ-કિઆ મોટર્સ
  • સોની
  • વિઝા
  • એડિડાસ

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. http://www.fifa.com/mm/document/affederation/federation/01/24/fifastatuten2009_e.pdf સંગ્રહિત ૨૦૧૫-૧૧-૦૪ ના રોજ વેબેક મશિન FIFA Statutes Aug 2009 see 8:1. Arabic, Russian and Portuguese are additional languages for the Congress. In case of dispute, English language documents are taken as authoritative.
  2. http://www.bruisedearth.org/?p=137 સંગ્રહિત ૨૦૧૧-૦૪-૨૭ ના રોજ વેબેક મશિન પેલેસ્ટાઇનની જોર્ડન સાથેની પ્રથમ મેચનો રીપોર્ટ
  3. "FIFA anthem". YouTube. મેળવેલ 2010-05-19.
  4. "Fifa rules out video evidence". The Guardian. 5 January 2005. મેળવેલ 29 November 2009.
  5. IFAB (27 June 1970). "Minutes of the AGM" (PDF). Inverness: Soccer South Bay Referee Association. પૃષ્ઠ §5(i). મૂળ (PDF) માંથી 30 એપ્રિલ 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 November 2009. Cite uses deprecated parameter |nopp= (મદદ); Invalid |nopp=Y (મદદ)
  6. http://www.cbc.ca/sports/soccer/story/2008/03/08/fifa-instant-replay.html
  7. http://www.wired.com/epicenter/2009/11/soccer-resists-the-instant-replay-despite-criticism/
  8. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-09-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  9. રમતના નિયમો અને અન્ય રમતોમાં વિડીઓ રીપ્લેના ઉપયોગ અંગેના ચુકાદાઓ: ] સંગ્રહિત ૨૦૦૮-૧૦-૦૬ ના રોજ વેબેક મશિન ] સંગ્રહિત ૨૦૦૭-૧૧-૧૫ ના રોજ વેબેક મશિન એમએલબી (MLB) મર્યાદિત ત્વરીત રીપ્લે લોન્ચ કરશે ] સંગ્રહિત ૨૦૧૭-૦૬-૨૬ ના રોજ વેબેક મશિન
  10. http://news.yahoo.com/s/afp/20100628/tc_afp/fblwc2010refereestechnology_20100628161359[હંમેશ માટે મૃત કડી]
  11. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-01-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  12. http://www.wired.com/epicenter/2009/11/soccer-resists-the-instant-replay-despite-criticism/
  13. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-05-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-06.
  14. Robert Smith (June 28, 2010). "FIFA turns deaf ear to calls for replay". vancouversun.com. Agence France-Presse. મેળવેલ June 24, 2010.[હંમેશ માટે મૃત કડી]
  15. http://www.cbc.ca/sports/soccer/fifaworldcup/news/story/2010/06/29/sp-fifa-video.html

વધુ વાંચન

[ફેરફાર કરો]
  • પોલ ડાર્બી, આફ્રિકા, ફૂટબૉલ એન્ડ ફિફા (FIFA) : પોલિટિક્સ, કોલોનિઅલિઝમ એન્ડ રેઝિસ્ટન્સ (સ્પોર્ટ ઇન ધ ગ્લોબલ સોસાયટી), ફ્રેન્ક કેસ પબ્લિશર્સ ૨૦૦૨, ISBN 0-7146-8029-X
  • જોહ્ન સુજડેન, ફિફા (FIFA) એન્ડ ધ કોન્ટેસ્ટ ફોર ધ વર્લ્ડ ફૂટબૉલ , પોલિટી પ્રેસ 1998, ISBN 0-7456-1661-5
  • જિમ ટ્રેકર, ચાર્લ્સ મેઇર્સ, જે. બ્રેટ્ટ વ્હાઇટસેલ, ed., વીમેન્સ સોકર: ધ ગેમ એન્ડ ધ ફિફા (FIFA) વર્લ્ડ કપ , યુનિવર્સ 2000 , રીવાઇઝ્ડ એડિશન, ISBN 0-7893-0527-5

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]