ફિરોઝશાહ મહેતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ફિરોઝશાહ મહેતા
Pherozeshah Mehta 1996 stamp of India.jpg
જન્મ૪ ઓગસ્ટ ૧૮૪૫ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
મૃત્યુ૫ નવેમ્બર ૧૯૧૫ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળમુંબઈ વિશ્વવિદ્યાલય, એલફીસ્ટન મહાવિદ્યાલય Edit this on Wikidata

ફિરોઝશાહ મહેતામુંબઈમાં પારસી કુટુંબમાં ૪ ઓગષ્ટ ૧૮૪૫ ના દિવસે જન્મ્યા હતા[૧].

જીવન[ફેરફાર કરો]

એમણે મુંબઇમાં જ બી.એ. અને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો.[૧] એ પછી બેરીસ્ટરના અભ્યાસ માટે લંડન ગયા હતા.[૧] લંડનમાં એમના પ્રયત્નોથી લંડન લીટરરી સોસાયટીની સ્થાપના થઇ.[૧] લંડનના અભ્યાસ દરમ્યાન એમણે હિન્દુસ્તાનની શીક્ષણવ્યવસ્થા નામે મહાનિબંધ લખ્યો.[૧] ૧૮૬૯ના વર્ષમાં તેઓ ભારત પરત આવ્યા અને વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.[૧] ૧૮૮૪ થી ૧૮૮૮ દરમ્યાન એમણે મુંબઇ સુધરાઇના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપકોમાંના એક હતા.[૨] ૧૮૮૯માં તેઓ મુંબઈમાં કોંગ્રેસના પાંચમાં સત્રની એક સમિતિના પ્રમુખ રહ્યા હતા[૩] અને તેના પછીના કલકત્તા સત્રના પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા.[૪]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "દિવ્યભાષ્કર દૈનિકના જાળસ્થળ પર ફિરોઝશાહ મેહતાનો ઉલ્લેખ". દિવ્યભાસ્કર. ૪ ઓગષ્ટ ૨૦૧૭. Check date values in: |date= (મદદ)
  2. Rajya Sabha
  3. "An Uncrowned King". Malaya Tribune. ૮ ડિસેમ્બર ૧૯૧૫. Retrieved ૧૫ મે ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. "Presidents of Indian National Congress". the original માંથી ૨૬ ઓક્ટોબર ૨૦૦૯ પર સંગ્રહિત. Retrieved ૨૩ એપ્રિલ ૨૦૧૪. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)