ફિલસ્ટીન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ફિલસ્ટીન અન્ય પ્રચલિત નામે પેલેસ્ટાઇન એ ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંક ના પ્રદેશો પર દાવા કરતું એક સાર્વભૌમ રાજ્ય છે. જેરુસાલેમ અહીંની નિર્દિષ્ટ રાજધાની છે, પરંતુ વહિવટી કેન્દ્ર રામલ્લાહ છે.

ફિલસ્ટીનને સંયુક્ત રાષ્ટ્રસંઘના ૧૩૬ સભ્ય રાષ્ટ્રો દ્વારા માન્યતા આપવામાં આવી છે અને ૨૦૧૨ થી તે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બિન-સભ્ય નિરીક્ષક રાજ્યનો દરજ્જો ધરાવે છે. તે આરબ લીગ, ઇસ્લામિક સહકાર સંગઠન, જી૭૭, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સભ્ય છે.