લખાણ પર જાઓ

બદામનો શીરો

વિકિપીડિયામાંથી

બદામનો શીરો એક અત્યંત પૌષ્ટિક વાનગી છે. રોજ સવારે એક ચમચો આરોગવાથી તે નબળા સ્વાસ્થ્ય વાળા માટે અત્યંત ફાયદા કારક રહે છે.

  • બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો.
  • સવારે તેને પાણીમાંથી કાઢી તેની છાલ ઉતારીલો.
  • ખાંડણી-દસ્તાથી તેને કરકરી વાટો.
  • પેણીમાં ઘી લઈ વાટેલી બદામ ધીમા તાપે શેકો.
  • બદામી રંગની થાય કે તેમાં દૂધ ઉમેરો. (પ્રમાણ ભાવે તે મુજબ પણ ઓછામાં ઓછું દોઢ વાડકો તો લેવું જ)
  • સ્વાદ અનુસાર સાકર નાખો.
  • આ મિશ્રણને ધીમા તાપે હલાવતાં રહો.
  • દૂધનું પાણી ઉડી જાય અને ઘી છુટું પડે એટલે શીરો તૈયાર.