બબલભાઈ મહેતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બબલભાઈ મહેતા
જન્મ૧૦ ઓક્ટોબર ૧૯૧૦ Edit this on Wikidata
મૃત્યુ૨૭ સપ્ટેમ્બર ૧૯૮૧ Edit this on Wikidata
કાર્યોરવિશંકર મહારાજ (પુસ્તક) Edit this on Wikidata

શ્રી બબલભાઈ પ્રાણજીવન મહેતા ગુજરાતી ભાષાના સાહિત્યકાર હતા.

જીવન[ફેરફાર કરો]

બબલભાઈ મહેતાનો જન્મ ૧૦ ઓક્ટોબર, ૧૯૧૦ના રોજ હળવદ મુકામે થયો હતો. એમણે શિક્ષણ હળવદ, વઢવાણ, કરાંચી અને મુંબઈ ખાતે એમ જુદે જુદે સ્થળે લીધું હતું. ઉચ્ચ શિક્ષણ ડી. જે. સિંધ કોલેજ, કરાંચી ખાતે લીધું હતું.

એમનું અવસાન સપ્ટેમ્બર ૨૭, ૧૯૮૧ના રોજ થયું હતુ.

સર્જન[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્યક્ષેત્રે એમનું સ્થાન આત્મકથા લેખક, જીવનચરિત્ર લેખક અને નિબંધકારનું છે. તેઓ ગાંધીવિચારધારાએ ઘડાઇને સર્વોદય કાર્યક્રમને વરેલા હતા અને આજીવન લોકસેવક અને રચનાત્મક કાર્યના પુરસ્કર્તા રહ્યા હતા.

જે ક્ષેત્રમાં તેઓ સક્રિય રહ્યા, જે પ્રવૃત્તિઓ તેમણે અપનાવી હતી તેના અનુભવોથી મેળવેલું અને મનોમંથન કરી પામેલું પુસ્તકરૂપે સાકાર કર્યું હતું. ગ્રામસેવા, લોકશિક્ષણ, ગ્રામજીવન, ભૂદાન પ્રવૃત્તિ જેવા વિષયોને કેન્દ્રમાં રાખી સરળ ભાષામાં એમણે સાહિત્યસર્જનનું કાર્ય કર્યું હતું.