બાંયધરી (વોરંટી)

વિકિપીડિયામાંથી

વેપાર અને કાનૂની વ્યવહારમાં વોરંટી એટલે, એક પક્ષકાર દ્વારા બીજા પક્ષકારને આપવામાં આવેલી એવી ખાતરી કે, કેટલીક હકીકતો અથવા શરતો સાચી છે અથવા તે બનશે; બીજો પક્ષકાર આવી બાંયધરી પર આધાર રાખી શકે છે અને જો તે હકીકત સાચી ન હોય અથવા તેમાં શરતનું પાલન ન થાય તો તે કોઇક પ્રકારનો ઉપાય માંગી શકે છે.

રિયલ એસ્ટેટની લેવડદેવડમાં બાંયધરી ખત એટલે એવી ખાતરી છે કે, જમીનના અમુક ટુકડા પર ખરીદદારના માલિકીના હકનું રક્ષણ કરવામાં આવશે.

વોરંટી વ્યક્ત કે ગર્ભિત હોઈ શકે છે.

વ્યક્ત વોરંટી[ફેરફાર કરો]

વ્યક્ત વોરંટી એટલે ઉત્પાદનના વેચાણકર્તા દ્વારા આપવામાં આવતી ખાતરી, જે ઉત્પાદનની ગુણવત્તા અથવા દેખાવની સીમા અંગેની ખાતરીની સ્પષ્ટતા કરે છે અને ઉત્પાદનને કેવા સંજોગોમાં પાછું આપી શકાય, બદલી શકાય અથવા સમારકામ કરી શકાય તે જણાવે છે. તે ઘણીવાર ચોક્કસ, લેખિત ‘વોંરંટી’ દસ્તાવેજના સ્વરૂપમાં આપવામાં આવે છે. જોકે, વેચાણકર્તાએ વર્ણવેલા માલ અને કદાચ તેમના સ્રોત અને ગુણવત્તા પર કાયદાના અમલીકરણથી પણ વોટંરી ઊભી થઈ શકે છે અને આ વિગતવાર વર્ણન કરતા માલ કરતા અલગ પડતો હોય તો પણ ગેરંટીનો ભંગ ગણાય છે. દાખલા તરીકે, ઉત્પાદનનું વર્ણન કરતી જાહેરાત ઘણીવાર વ્યક્ત વોરંટીથી ભરપૂર હોય છે. આ ઉત્પાદને જે જાહેરાત કરાઇ છે તેને નોંધપાત્રી રીતે પુષ્ટિ આપવી જ જોઇએ. ઘણા વિજ્ઞાપકો આ હેતુ માટે જાહેર અસ્વીકૃતિનો ઉમેરો કરતા હોય છે. (ઉદાહરણ તરીકે ‘‘વાસ્તવિક રંગ/માઇલેજ/પરિણામમાં તફાવત હોઈ શકે છે.’’ અથવા ‘‘વાસ્તવિક કદ દર્શાવેલું નથી’’). સામાન્ય રીતે લેખિત વોરંટી ખરીદદારને બાંયધરી આપે છે કે વસ્તુ સારી ગુણવત્તાની છે અને ‘ઘટક પદાર્થ અને બનાવટ’’ ખામીરહિત છે. વ્યક્ત વોરંટી, વાસ્તવમાં વોરંટીનું સર્જન કરવાના વેચાણકર્તાના ઇરાદા વગર મૌખિક રીતે, લેખિતમાં ઉભી કરી શકાય છે. અમેરિકામાં વેચાણકર્તાને પ્રોડક્ટના મૂલ્યના અભિપ્રાયનું એવું નિવેદન, જે પુફરી (વખાણ કરતી ભલામણ) કરવાની છૂટ છે કે જેના પર ખરીદદાર સોદા માટે ભરોસો રાખી શકે નહીં. ઉદાહરણ તરીકે ‘આ ચપ્પુ વિશ્વનું શ્રેષ્ઠ ચપ્પુ છે’ એ માત્ર વખાણ કરતી ભલામણ છે. ‘આ ચપ્પાને ક્યારેય ધાર કઢાવવાની જરૂર પડશે નહીં’ એવું નિવેદન ચપ્પાનો ઉપયોગ તેના નિર્દિષ્ટ હેતુ માટે થાય ત્યાં સુધી વ્યક્ત વોરંટી તરીકે ગણી શકાય છે. બીજા કેટલાંક દેશોમાં (ઉદાહરણ તરીકે બ્રિટન, કેનેડા અને તાઇવાન) ગ્રાહક સુરક્ષા કાયદા અસ્તિત્વ ધરાવે છે, જેનાથી વિજ્ઞાપકોને ખોટા કે સાબિત ન થઈ શકે તેવા નિવેદન કરતા અટકાવી શકાય છે.

પ્રખ્યાત ટ્રેડમાર્કનો દુરુપયોગ પણ વ્યક્ત વોરંટી રચી શકે છે, તેના ભંગને ‘ખોટી ઓળખમાં સ્વીકાર’ (પાસિંગ ઓફ) કહેવાય છે, માલના સ્રોત અને ગુણવત્તાની ખોટી રજૂઆત થયેલી છે.

વોરંટી અમલીકરણ[ફેરફાર કરો]

કેટલાક ઉત્પાદનો મહિનાઓ, વર્ષો કે આજીવન માટે રિપેરિંગ કે બદલી આપવાના વચન સાથેની વોરંટી સાથે હોય છે. સૈદ્ધાંતિક રીતે, વ્યક્તિ ઉત્પાદનને સમારકામ માટે ‘ડીલર’ને પરત આપી શકે છે, પરંતુ આવા ઉત્પાદનોનું વેચાણ કરતા મોટાભાગના સ્ટોર્સ અને ઘણીવાર ઉત્પાદકો પણ સમારકામ માટેની સુવિધા ધરાવતા હોતા નથી. કાર ડીલર્સ પાસે રિપેર શોપ હોય છે, જે કારણથી ઘણા લોકો નવી કાર ડીલર્સ પાસેથી ખરીદતા હોય છે, કમ્પ્યુટર ડીલર્સ અને કન્ઝ્યુમર-ઇલેક્ટ્રોનિક્સ ડીલર્સ 1990ના દાયકામાં આવી શોપ ધરાવતા હતા, પરંતુ આમાંથી મોટા ભાગની શોપ અદ્રશ્ય થઈ ગઈ છે. વ્યવહારમાં, એક મહિનામાં નિષ્ફળ રહેલા પ્રોડક્ટ્સને સ્ટોર્સની ગેરંટી હેઠળ બદલાવીને નવી લઈ શકાય છે અથવા સ્ટોરની ગેરંટી પૂરી થયા પછી પરંતુ ઉત્પાદકની ગેરંટી પહેલા નિષ્ફળ રહેલી પ્રોડક્ટને ઉત્પાદક પાસેથી બદલાવી શકાય છે- સ્ટોરની ગેરંટી અને ઉત્પાદકની ગેરંટી પરસ્પર માટે અલગ હોય છે. ઇલેક્ટ્રિકલ રેઝર કે લેમ્પ અને ટોસ્ટર્સ જેવા નાના ઇલેક્ટ્રીક ઉપકરણો માટે વોરંટી સર્વિસ ઓફર કરતા રિપેર શોપ હતા, પરંતુ 1980ના દાયકામાં મોટા ભાગના રિપેર શોપ ટપાલ મોકલતી સર્વિસ બની ગયા હતા, જેમાં રિપેર શોપ વોરંટી ધરાવતી પ્રોડક્ટ્સને બદલવા માટે ઉત્પાદકને મોકલી આપે છે અને 1990ના દાયકામાં મોટા ભાગની શોપ અદ્રશ્ય બની ગઇ હતી.[સંદર્ભ આપો]

કેટલાંક અપવાદો છેઃ ખાસ કરીને તોશિબા જેવી કેટલીક કંપનીઓ વોરંટી હેઠળ પ્રોડક્ટ્સને વાસ્તવમાં રિપેર કરી આપે છે. તોશિબાએ વોરંટી કામગીરી માટે યુપીએસ (UPS) સાથે કેવી સમજૂતી કરી છે તે થોમસ ફ્રાઇડમેન જણાવે છેઃ તોશિબાની વેબસાઇટ પરથી કમ્પ્યુટરનો સીધો ઓર્ડર આપવનારા ગ્રાહક યુપીએસ (UPS) મારફતે તોશિબાને ક્ષતિગ્રસ્ત કમ્પ્યૂટર પરત મોકલી શકે છે, અલબત્ત, તે ક્યારેય તોશિબા પહોંચતું નથી. આની જગ્યાએ યુપીએસ (UPS) તેની પોતાની તોશિબા-કમ્પ્યૂટર રિપેર શોપ ધરાવતી હોય છે. જ્યારે યુપીએસ ગ્રાહકના કમ્પ્યૂટરને મેળવે છે, ત્યારે તે યુપીએસ શોપમાં જાય છે, જ્યાં તેને નિર્ધારિત સમયગાળામાં રિપેર કરાય છે, તેનું પરીક્ષણ કરાય છે અને ગ્રાહકને પરત મોકલવામાં આવે છે. સામાન્ય રીતે યુઝર્સના સોફ્ટવેર અને ડેટાને સાચવામાં આવે છે.[૧]

ગર્ભિત વોરંટી[ફેરફાર કરો]

ગર્ભિત ગેરંટી એટલે વેચાણકર્તાની વ્યક્ત રજૂઆતની જગ્યાએ સોદાના પ્રકારમાંથી અને ખરીદદારની સહજ સમજમાંથી ઉભી વોરંટી.

જો નામ, અથવા વેચાણને ‘હાલની સ્થિતિએ’ અથવા ‘તમામ ક્ષતિસાથે ’ના શબ્દસમૂહથી અલગ ન કરવામાં આવ્યું હોય તો મર્ચન્ટેબિલિટી વોરન્ટી ગર્ભિત છે. પ્રોડક્ટે ‘વેચાણપાત્ર’ બનવા માટે માલ ખરીદદારની સામાન્ય અપેક્ષાનું વાજબી પ્રમાણમાં પાલન કરતી હોવી જોઇએ, એટલે કે, તેઓ કહે છે તે મુજબની તે છે. ઉદાહરણ તરીકે ફળનો દેખાવ અને સુંગધ સારી હોય પરંતુ તેમાં ગુપ્ત ક્ષતિ હોય અને તે ‘વેપારમાં સામાન્ય રીતે વેચાતા’ ફળ જેવા ગુણવત્તાના ધોરણો ધરાવતું ન હોય તો વેચાણપાત્રતાની વોરંટીની સૂચિત વોરંટીનો ભંગ કરે છે. મેસેચ્યુસેટ્સમાં ગ્રાહક સુરક્ષા કાયદો હેઠળ ગ્રાહકો વગેરેને વેચાયેલા ઘરેલુ માલ પરની આવી વોરંટીનો અસ્વીકાર ગેરકાનૂની છે.

ચોક્કસ હેતુ માટે ચુસ્તતાની વોરંટી ત્યારે ગર્ભિત ગણવામાં આવે છે જ્યારે ખરીદદાર ચોક્કસ હેતુ માટે પાત્રતા ધરાવતા માલની પસંદગી કરવા વેચાણકર્તા પર ભરોસો મૂકે છે. ઉદાહરણ તરીકે, જો ગ્રાહક સ્નો ટાયર પૂરા પાડવા મેકેનિકને કહે છે અને ગ્રાહકને સ્નોમાં ઉપયોગ કરવા અસલામત હોય તેવા ટાયર મળે તો તે આ વોરંટીનો ભંગ થાય છે. આવી સૂચિત વોરંટીને પણ નામ દ્વારા અસ્વીકૃત કરી શકાય છે, તેથી અપાત્રતાનું જોખમ ખરીદદારના માથે આવે છે.

આજીવન વોરંટી[ફેરફાર કરો]

આજીવન વોરંટી સામાન્ય રીતે ગ્રાહકના આજીવન જગ્યાએ બજારમાં પ્રોડક્ટ્સના આજીવન આધારિત ગેરંટી છે[૨] (ચોક્કસ અર્થને વોરંટીના વાસ્તવિક વોરંટી દસ્તાવેજમાં વ્યાખ્યાયિત કરવા જોઇએ). જો પ્રોડક્ટ્સને બંધ કરવામાં આવી હોય અને હવે ઉપલબ્ધ ન હોય તો વોરંટી મર્યાદિત સમયગાળા કરતા વધુ ચાલી શકે છે. ઉદાહરણ તરીકે સિસ્કો લિમિટેડની પ્રોડક્ટસ બજારમાં બંધ કરી દેવાયા બાદ તેની આજીવન ગેરંટી હાલમાં પાંચ વર્ષ ચાલે છે.[૩]

સેકન્ડ હેન્ડ પ્રોડક્ટની વોરંટી[ફેરફાર કરો]

કુલ બજાર ((નવી + સેકન્ડ હેન્ડ))ના ભાગ રૂપ યુઝ્ડ/સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ્સનું મહત્ત્વ એકવીસમાં સદીની શરૂઆતથી નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ્સમાં એવી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે કે જેનો અંતિમ ઉપયોગકર્તા/ગ્રાહક દ્વારા અગાઉ વપરાશ થયેલો હોય. ઉપયોગકર્તાઓ તેમની પ્રોડક્ટ સારી સ્થિતિમાં હોય તો પણ બદલી નાંખતા હોય છે. કમ્પ્યૂટર અને મોબાઇલ ફોન જેવી કેટલીક પ્રોડક્ટ્સની ઉપયોગિતાનો સમયગાળો ટૂંકો હોય છે અને આવી પ્રોડક્ટ્સની નવી ટેકનોલોજી બજારમાં સતત આવતી રહે છે. તેના પરિણામે નવી પ્રોડક્ટ્સનું વેચાણ પણ ઘણીવાર એક્સ્ચેન્જમાં થાય છે, તેથી સેકન્ડ હેન્ડ પ્રોડક્ટ્સનું બજાર ઉભું થાય છે. ઉદાહરણ તરીકે ફ્રાન્સમાં 1990 અને 2005ની વચ્ચે જુની કારનું વેચાણ 47 લાખ નંગથી વધીને 54 લાખ નંગ થયું હતું અને નવી કારનું વેચાણ 23 લાખ નંગથી ઘટીને 20.7 લાખ નંગ થયું હતું.

વોરંટીનો ભંગ[ફેરફાર કરો]

ખામી દેખિતી હોય કે ન હોય પણ વેચાણના સમયે આપેલા વચનનો ભંગ કરવામાં આવે છે, પ્રોડક્ટ અપેક્ષા રાખી શકાય તે મુજબ ન હોય ત્યારે વોરંટીનો ભંગ થાય છે. વેચાણકર્તાએ સમયસર રિફંડ આપીને કે પ્રોડક્ટ બદલી આપીને વોરંટીનો પાલન કરવું જોઇએ. માલ મળ્યાની તારીખથી? વેચાણકર્તા વોરંટીનું પાલન કરવાનો ઇનકાર કરે તો વોરંટીના ભંગ બદલ કોર્ટ ફરિયાદ કરવા માટેના નિર્ધારિત કાનૂની સમયગાળાની શરૂઆત થાય છે. ‘વધારાની વોરંટી’ના કિસ્સામાં આ સમયગાળાને ઘણીવાર ધ્યાનમાં લેવામાં આવતો નથી. વધારાની વોરંટીમાં વેચાણકર્તા કે ઉત્પાદક વધારાના સમયગાળા સુધી પ્રોડક્ટ બદલી આપવાની કે રિપેર કરી આપવાની વધારાની સર્વિસ પૂરી પાડવા કરારબદ્ધ હોય છે. જોકે પ્રોડક્ટ વેચાણના સમયે ક્ષતિગ્રસ્ત હોય અને સંબંધિત કાનૂની સમયગાળો પૂરો થયો ન હોય તો ‘વધારાની વોરંટી’ના સમયગાળાનું અસ્તિત્વ ગૌણ બને છેઃ અહીં પ્રાથમિક વોરંટીનો ભંગ થાય છે અને તેના માટે વેચાણકર્તા જવાબદાર હોઈ શકે છે.

અપ્રસ્તુત વધારાની વોરંટીનો સમયગાળો પૂરા થઈ ગયો હોવાનો દાવો કરીને પ્રાયમરી વોરંટીનો ભંગ બદલ જવાબદારીને ટાળવાનો પ્રયાસ અયોગ્ય અને છેતરપિંડીની વેપાર રીતભાત (અપ્રમાણિકતાનો એક કાનૂની પ્રકાર) ગણી શકાય છે. કોન્ટ્રાક દાવાનો કાનૂની સમયગાળો ગેરકાયદેસર હાનિના દાવાના સમયગાળા કરતા ટૂંકો (અથવા લાંબો) હોઇ શકે છે અને વોરંટીના ભંગના કેટલાંક કેસો પછીના સમયગાળામાં પણ દાખલ કરવામાં આવે છે અને તેને કૌભાંડ કે બીજી સંબંધિત ગેરરીતિપૂર્વકની હાનિ ગણવામાં આવે છે.

ઉદાહરણ તરીકે કોઇ ગ્રાહક એક આઇટમ ખરીદે છે. આ આઇટમને પેકેજમાંથી બહાર કાઢવામાં આવી હોય તે પહેલા તે તુટી ગયેલી જણાય અથવા કોઈ નંગ ન હોય તો આવી ક્ષતિગ્રસ્ત પ્રોડક્ટને રિફંડ મેળવવા કે બદલી આપવા માટે વેચાણકર્તાને પરત કરી શકાય છે અને તે સમયે વેચાણકર્તાની ‘પરત માલની નીતિ’ શું છે તે ધ્યાનમાં લેવામાં આવતું નથી (સેકન્ડ-હેન્ડ કે ‘હાલની સ્થિતિએ’ વેચાણના મર્યાદિત અપવાદ સાથે), ‘વધારાની વોરંટી’ પૂરી થયા પછી પણ સમસ્યા જણાય તો આવું કરી શકાય છે. એ જ રીતે જો પ્રોડક્ટ નિયત સમય પહેલા જ નિષ્ફળ રહે, વેચાણ કરતી વખતે ક્ષતિગ્રસ્ત હોય તો પણ તેને રિફંડ કે રિપ્લેસમેન્ટ માટે પરત કરી શકાય છે. જો વેચાણકર્તા વોરંટીનું પાલન કરવાનો ઇનકાર કરે તો કોર્ટમાં કોન્ટ્રાક્ટ ક્લેમ કરી શકાય છે.

પ્રોડક્ટ જવાબદારી પણ જુઓ , જેમાં જો અયોગ્ય ડિઝાઇન, ઉત્પાદન કે આકરી જવાબદારીના ઉપેક્ષા આધારિત પ્રોડક્ટની ક્ષતિથી વ્યક્તિગત ઇજા થઈ હોય તો વોરંટી સમયગાળા પછી પણ જવાબદારી ઉભી થઈ શકે છે.

અમેરિકા અને કેનેડા[ફેરફાર કરો]

ઢાંચો:Howto રિટેલ બિઝનેસમાં વોરંટી (અથવા ‘વધારાની વોરંટી’) સામાન્ય ઉપયોગની સ્થિતિ હેઠળ પ્રોડક્ટની વિશ્વનિયતાની ગેરંટીનો ઉલ્લેખ કરે છે. તેને ‘વધારા’ની વોરંટી કહેવામાં આવે છે, કારણ કે તે વેચાણની તારીખ પછીના કેટલાંક સમય પછી થતી ક્ષતિને આવરી લે છે. ખરીદીના નિર્ધારિત સમયગાળામાં પ્રોડક્ટ્સ યોગ્ય કામ કરતી ન હોય તો ઉત્પાદક કે વિતરક માટે પ્રોડક્ટને બદલી આપવી, રિપેર કરવી કે રિફંડ આપવું જરૂરી બને છે. આવી વોરંટીમાં સામાન્ય રીતે ‘કુદરતી આપત્તિ’ માલિક દ્વારા દુરુપયોગ, ખરાબ હેતુ સાથે નાશ, વેપારી ઉપયોગ અથવા સામાન્ય વ્યક્તિગત ઉપયોગની યાંત્રિકી નિષ્ફળતા બહારની કોઇપણ બાબતનો સમાવેશ થતો નથી. મોટા ભાગની વોરંટીમાં ઘસારો થતો હોય તેવા પાર્ટસ અને જેનો ઉપયોગ ખતમ થઈ જવાથી સમયાંતરે બદલવાની જરૂર પડતી હોય તેવા પાર્ટસ (ઉદાહરણ તરીકે વાહનના ટાયર અને લુબ્રિકેશન)ને બાકાત રાખવામાં આવે છે. વધારાની વોરંટીનો ખરીદ ભાવમાં સમાવેશ કરી શકાય છે અથવા વધારાની ફરી સાથે વોરંટીનો વિકલ્પ આપી શકાય છે અને તેને વાર્ષિક ધોરણે લંબાવી શકાય છે અથવા પ્રોડક્ટની ‘લાઇફટાઇમ’ જેવા સંદિગ્ધ શબ્દનો ઉપયોગ કરી શકાય છે.

 • ઉત્પાદક કે વિતરક ‘વોરંટી હેઠળ’ની કોઇપણ પ્રોડક્ટ્સના સંદર્ભમાં ઊભા થતા સંભવિત રિફંડ અથવા સંભવિત સર્વિસને આવરી લેવા માટે તેમની નાણાકીય સરવૈયામાં અનામત ભંડોળ જાળવી રાખી શકે છે.

થર્ડ પાર્ટી વોરંટી પ્રોવાઇડર્સ સંખ્યાબંધ પ્રોડક્ટ માટે વૈકલ્પિક ‘વધારાની વોરંટી’ સમજૂતી ઓફર કરે છે. પ્રોડક્ટ્સ માટે વીમાનો કોન્ટ્રાક્ટ તેનું ઉદાહરણ છે. શ્રેણીબદ્ધ નાના, સ્વ-વીમિત કંપનીઓ તેમજ બેસ્ટ બાય અને સર્કિટ સિટી જેવા મોટી અને જાણીતી સ્ટોર ચેઇન મારફતે આવી થર્ડ પાર્ટી વોરંટી આપવામાં આવે છે. સામાન્ય વીમા પોલિસીની જેમ કંપનીઓ એવી આશા રાખે છે કે પ્રોડક્ટ વિશ્વસનીય છે, અને વોરંટીની જરૂર પડશે નહીં અથવા ક્લેમના સંદર્ભમાં વધારે ખર્ચ થશે નહીં. કેટલીક થર્ડ પાર્ટી કંપનીઓ જેટીએફ (JTF) બિઝનેસ સિસ્ટમ જેવી તેમના પોતાની સર્વિસ ઓફર કરે છે. આવી કંપનીઓ ક્ષતિગ્રસ્ત ભાગને દૂર કરે છે અને બદલી આપવા માટે ઉત્પાદકને પરત મોકલાવે છે.

વધારાની વોરંટીને સામાન્ય રીતે ઉત્પાદક મારફત નહીં, પરંતુ સ્વતંત્ર સંચાલકો મારફત પૂરી પાડવામાં આવે છે. કેટલાંક કિસ્સામાં ખરીદી અને /અથવા સર્વિસના સ્થળની બહાર કંપની પાસેથી પ્રોડક્ટની ખાતરીના લાભને કારણે તે ગ્રાહકો માટે લાભકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે જો ઓટો વોરંટી કાર ડીલરશીપ મારફતે પૂરી પાડવામાં આવી હોય તો તે સામાન્ય રીતે પેટા કોન્ટ્રાક્ટ આધારિત વોરંટી (ઘણીવાર સૌથી નીચી ઓફર સાથે રિટેલર પાસેથી) હોય છે, જેમાં વાહનોનું રિપેરિટંગ સૌથી નીચા ભાવે થાય છે, તેનાથી ઘણીવાર સર્વિસ, મજૂરીના દર સાથે સમાધાન અને પાર્ટસ નીચા ધોરણોના હોય તેવી શક્યતા હોય છે. ઘણીવાર આવી વોરંટીમાં રિપેરિંગ વખતે અણધાર્યો વધારો ખર્ચ પણ થઈ શકે છે, જેમકેઃ -વોરંટીની શરતોની બહાર અનપેક્ષિત સર્વિસ પૂરી પાડવામાં આવે -આવરી ન લેવાયા હોય તેવા પાર્ટસ અને મજૂરીના દર -સંપૂર્ણ બીલની ચુકવણી, પછીથી ડીલરશીપ/વોરંટી ક્લેમ ઓફિસ મારફત વળતરની વ્યવસ્થા થાય છે. કેટલાંક મેકેનિક્સ અને ડીલર સર્વિસ સેન્ટર્સ ડીલરશીપ વોરંટી પૂરી ન થાય ત્યાં સુધી જરૂરી હોય તેવા રિપેરિંગને મોકૂફ રાખે અથવા પડતું મુકે છે, જેથી તેમની પોતાની (ઇન-હાઉસ) વોરંટી હેઠળ રિપેરિંગનો ખર્ચ ન થાય અથવા સામાન્ય શોપના દર (ઊંચા) લાગુ કરી શકાય.

 • 4800 ડોલર કરતા વધુ સંયુક્ત કુલ અસ્કામત મૂલ્ય (સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક્સ, લક્ઝરી ઇલેક્ટ્રોનિક્સ, એન્ટીક અને કલેક્ટીબલ્સ, ફર્નિંશિંગ, ઓટોમોબાઇલ, ઘર, વગેરે) સાથેના અમેરિકાના મોટાભાગના ગ્રાહકો અથવા વાર્ષિક 122,000ની સંયુક્ત ઘરેલુ આવક ધરાવતા વપરાશકારો સંઘીય કરારબદ્ધ અને વીમારક્ષિત વોરંટીની માલિકી વખતે તેમની પ્રોડક્ટ, ઘર, કે વાહનના બજારમૂલ્યમાં વધારો થવાની 86 ટકા સંભાવના ધરાવે છે અને તેમની બચત (વોરંટી ખર્ચ વિ. યોગ્ય સર્વિસનો ખર્ચ અને પ્રોપર્ટીનું રિપેરિંગનું મૂલ્ય 4800 ડોલર કરતા વધુ)ને ત્રણ ગણી કરી શકે છે. ~ડીઆરપી. રિપોર્ટ2007

વોરંટી અને જાહેર અસ્વીકૃતિના કાનુની પાસા[ફેરફાર કરો]

અમેરિકામાં માલના ખરીદદાર અને વેચાણકર્તાના હકો અને ઉપાયનું સંચાલન યુનિફોર્મ કમર્શિયલ કોડ (યુસીસી (UCC))ની કલમ 2 હેઠળ કરવામાં આવે છે, કારણ કે રાજ્યોમાં આ કાયદા અલગ અલગ છે. યુસીસી (UCC)માં વ્યક્ત અને ગર્ભિત એમ બંને પ્રકારની વોરંટીની જોગવાઈઓ છે. વેચાણકર્તા વોરંટીને કેટલી હદ સુધી અસ્વીકૃત (ઉદાહરણ તરીકે વેચાણપાત્રતાની વોરંટી અથવા ચોક્કસ હેતુ માટે ફિટનેસ, અથવા ‘હાલની સ્થિતિએ’ વેચાણના કિસ્સામાં વેચાયેલા માલના સંદર્ભમા તમામ વોરંટીની અસ્વીકૃતિ) જાહેર કરે છે તેની પણ યુસીસી (UCC)માં જોગવાઈ છે.

સામાન્ય રીતે અમેરિકામાં કાયદાને આધિન રહીને લેખિતમાં વોરંટી પૂરી પાડવામાં આવે છે, જ્યારે બીજા દેશોમાં ચોક્કસ કાયદા દ્રારા વોરંટી નિયમોનું સંચાલન થાય છે. ઉદાહરણ તરીકે દેશનો કાયદો જોગવાઈ કરી શકે છે કે વેચાણકર્તાએ 12 મહિનાના સમયગાળા માટે માલની ખાતરી આપી છે અને તેમાં પ્રોડક્ટની નિષ્ફળ રહેવાના કિસ્સામાં સંબંધિત હકો અને ઉપાયને જોગવાઈ હોઈ શકે છે. જોકે અમેરિકામાં ચોક્કસ કાયદા છે, જે ખરીદદારને વોરંટી અથવા વોરંટી જેવી બાંયધરી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે ઘણા રાજ્યોમાં નવા મકાનના નિર્માણ માટે કાનૂની વોરંટી છે. ઘણા રાજ્યોમાં ‘લેમન લો’ તરીકે ઓળખાતા કાયદા છે, જે વારંવારની ક્ષતિ સાથેના નવા મોટર વ્હિકલ સંબંધિત વોરંટીની જોગવાઈ કરે છે.

‘‘રજૂઆત અને વોરંટીઝ’’[ફેરફાર કરો]

જટિલ વેપારી સોદામાં ખરીદદાર અને વેચાણકર્તા એકબીજાને ચોક્કસ રજૂઆત કરે છે અને વોરંટી પૂરી પાડે છે. સામાન્ય ભાષામાં તે ‘રેપ્સ એન્ડ વોરંટી’ તરીકે ઓળખાય છે. આ એવા નિવેદનો છે કે એક પક્ષકાર બીજાને ચોક્કસ બાંયધરી આપે છે અને તેના પર બીજા પક્ષકાર ભરોસો રાખે છે. આ પરિપ્રેક્ષ્યમાં આવી રજૂઆત ચોક્કસ હકીકતોની જાહેરાત છે, જેને સાચી હોય કે ન પણ હોય. ઉદાહરણ તરીકે ‘વેચાણકર્તા રજૂઆત કરે છે કે તે યોગ્ય માન્યતા ધરાવતી કંપની છે અને તે ડેલવારે રાજ્યના કાયદા હેઠળ માન્ય અસ્તત્વ ધરાવે છે.’ અહીં વોરંટી બાંયધરીના સ્વરૂપમાં વધુ હોય છે. ઉદાહરણ તરીકે ‘સપ્લાયર ખાતરી આપી છે કે આ પ્રોજેક્ટ પર કામ કરતા તમામ કર્મચારીઓ ગુપ્તતાની સમજૂતીને આધિન હશે, જેમાં સપ્લાયર પાસે ભંગ માટે કામચલાઉ રાહત મેળવવાની ક્ષમતાનો પણ સમાવેશ થાય છે.' જો રજૂઆત કે વોરંટી ચોક્કસ ન હોય અથવા પરિપૂર્ણ ન થતી હોય તો ચોક્કસ ઉપાયો અને પરિણામો હોય છે. ઉદાહરણ તરીકે વેચાણકર્તા રજૂઆત કરી શકે અને વોરંટી આપી શકે છે કે વેચવામાં આવી રહેલી આઇટમના માલિકીના સંપૂર્ણ હક તેની પાસે છે અને આ સોદાના સાથે કાનૂની અવરોધ નથી. જો વેચાણકર્તા સંપૂર્ણ માલિકી હક ન ધરાવતા હોય, અથવા વેચાણને અવરોધી શકે તેવી બીજા સમજૂતીને આધિન હોય અને આ હકીકતો ખરીદદારની માલિકીને અસર કરતા હોય અથવા તેને ખર્ચ થતો હોય તો ખરીદદાર પાસે વેચાણકર્તા પાસેથી રાહત મેળવવા માટે આ સમજૂતી હેઠળ ચોક્કસ ઉપાયો હોય છે. આવી લેવડદેવડના પક્ષકારો સામાન્ય રીતે સંબંધિત મુદ્દાનો ઉકેલ લાવવા રજૂઆત કરે છે અને ખાતરી આપે છે. રજૂઆત કરવાના અને વોરંટી આપવાના કેટલાંક સૂચિતાર્થ હોવાથી પક્ષકારો સામાન્ય રીતે અમુક મર્યાદામાં રહીને આવી બાંયધરી આપતા હોય છે. જો બંને પક્ષકારો વચ્ચે કોઇ મતભેદ ઊભા થાય તો સોદાની શરતો અને નિયમો મુજબ પક્ષકારો વચ્ચે મંત્રણા કરવામાં આવે છે.

કાર વોરંટી[ફેરફાર કરો]

નવી કારની વોરંટી લઘુતમ એક વર્ષ, વધુ સામાન્ય 3 વર્ષ અને 5 વર્ષ સુધી લંબાવેલી હોય છે. કેટલાંક કાર ઉત્પાદકોની વોરંટી 10 વર્ષ સુધીની પણ હોય છે. ક્રેટ એન્જિનના ઉત્પાદકો ઉત્પાદક અને બનાવટ વોરંટીના આધારે પણ વોરંટી આપે છે.

કેટલીક કંપનીઓ 12 વર્ષ જુના વાહનો માટે વધારાની વોરંટી કે યુઝ્ડ કાર વોરંટી ઓફર કરે છે. વધારાની ગેરંટી શબ્દ. નોન મેન્યુફેક્ચરર્સ આધારિત વોરંટી જેવા શબ્દ ટેકનિકલ રીતે મોટર વ્હિકલ સર્વિસ એગ્રીમેન્ટ કે સર્વિસ કોન્ટ્રાક્ટ તરીકે ઓળખાય છે.

હોમ વોરંટી[ફેરફાર કરો]

હોમ વોરંટી સામાન્ય રીતે ઘર, ટાઉન હોમ, મકાનોના બ્લોક, મોબાઇલ હોમ, નવા કન્સ્ટ્રક્શન હોમ માટે વોરંટી કવર ઓફર કરીને ઘર અને એપ્લાયન્સિસના રિપેરના ઊંચા ખર્ચ સામે રક્ષણ આપે છે. વોરંટી રક્ષિત એપ્લાયન્સિસ કે એર કન્ડિશન યુનિટ કે ફર્નેશ જેવી મેકેનિકલ સિસ્ટમમાં સમસ્યા ઊભી થાય છે ત્યારે સર્વિસ ટેકનિશિયન તેને રિપેર કરે છે અથવા બદલી આપે છે. મકાનમાલિક સર્વિસ ફી ચુકવે છે અને હોમ વોરંટી કંપની રિપેર કે રિપ્લેસમેન્ટ માટેની બાકીની રકમ ચુકવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

 • વોરંટી ટોલિંગ
 • વ્યાપાર કાયદો
 • ગ્રાહક સુરક્ષા
 • મૂલ્યાંકનપૂર્ણ રજૂઆત અને વોરંટી
 • ગ્રાહકોને ઓફર કરાયેલા લાંબી કે વધારાની વોરંટી તરીકે વધારાની વોરંટી
 • રદબાતલ વોરંટી કે વોરંટી ધરાવતી પ્રોડક્ટ્સના સુધારા આધારે ઇનકાર કરાયેલા ક્લેમ માટે મેગ્નુસોન-મોસ વોરંટી એક્ટ (યુએસએ)નું રક્ષણ
 • જામીનગીરી (ગેરંટી)
 • જમીન સોદામાં વોરંટી દસ્તાવેજ
 • એફજીએમડબલ્યુ (FGMW) ફાઇનાન્શિયલ ગ્લોબસલ મોનેટરી વોરંટી

સંદર્ભો[ફેરફાર કરો]

 1. ધ વર્લ્ડ ઇઝ ફ્લેટઃ એ બ્રિફ હિસ્ટરી ઓફ ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી. ફ્રીડમેન, થોમસ, ફરાર, સ્ટ્રોસ, રીસી, અને ગીરોક્સ, 2005
 2. USA Today. 2001-01-18 http://www.usatoday.com/money/perfi/columnist/lamb/0004.htm. મેળવેલ 2010-05-27. Missing or empty |title= (મદદ)
 3. "Cisco Limited Lifetime Hardware Warranty Terms". મેળવેલ 2008-09-10.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]