બાથુ કી લડી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
બાથુ કી લડી

બાથુ મંદિર, સ્થાનિક કક્ષાએ બાથુ કી લડી, હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલ એક મંદિર-સમૂહ છે.[૧] આ મંદિર ૧૯૭૦ના વર્ષમાં પોંગ બંધ (પૉંગ ડેમ)ના બાંધકામને કારણે બનેલા જળાશય મહારાણા પ્રતાપ સાગરમાં ડૂબી ગયેલ છે. જળાશયમાં જળ-સ્તર ઘટવાને કારણે આ મંદિર-સમૂહ ખાતે માત્ર મે-જૂન મહિનાઓમાં પહોંચી શકાય છે. મંદિર-સમૂહ સુધી ઘમેટા અને નાગરાતા સુરિયા ખાતેથી હોડી દ્વારા તેમ જ જ્વાલી ખાતેથી સડક-માર્ગ દ્વારા પહોંચી શકાય છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

બાથુ મંદિરની સ્થાપના છઠ્ઠી સદીમાં ગુલેરિયા સામ્રાજ્યના વખતમાં કરવામાં આવી હતી, બાથુ કી લડી અંતર્ગત આ મંદિરોમાં ભગવાન શિવ બિરાજમાન છે. આ મંદિરોની મૂળ કથાઓ વિશે લોક વાર્તાઓ છે કે આ મંદિરની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી અને તેઓ અહીંથી સ્વર્ગ જવાની સીડી (નિસરણી) બનાવવા માગતા હતા.[૨]

પુન: સ્થાપના[ફેરફાર કરો]

પોંગ બંધના કારણે નિર્મિત જળાશય તેમ જ સત્તાવાર ઉપેક્ષા અને સ્થાનિક લોકો તરફથી અવગણનાને કારણે આ પ્રાચીન મંદિર લુપ્તપ્રાય થયું હતું, પરંતુ ત્યારબાદ ફરીથી અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Bathu Ki Lari Temples Sumberged in water - Dainik Bhaskar". Bhaskar.com. ૨૦૧૬-૦૫-૨૦. Retrieved ૨૦૧૭-૦૪-૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. "Bathu ki ladi news in Hindi, Bathu ki ladi की ताज़ा ख़बर, ब्रेकिंग न्यूज़ - NDTV India". Khabar.ndtv.com. Retrieved ૨૦૧૭-૦૪-૧૫. Check date values in: |accessdate= (મદદ)