બાર્બાડોસનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ભગ્ન ત્રિશૂળ (The Broken Trident)
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોનવેમ્બર ૩૦, ૧૯૬૬
રચના૨:૧ના પ્રમાણમાં ચળકતા ઘેરા વાદળી રંગ અને સોનેરી રંગના ત્રણ ઊભા પટ્ટા અને વચલા સોનેરી પટ્ટામાં કાળા રંગનું ત્રિશૂળ.
રચનાકારગ્રાન્ટલી ડબલ્યુ પ્રેસ્કોડ

બાર્બાડોસનો રાષ્ટ્રધ્વજ ૨:૧ના પ્રમાણમાં બંન્ને બાજુ બે ચળકતા ઘેરા વાદળી રંગના ઊભા પટ્ટા અને વચ્ચે સોનેરી રંગનો પટ્ટો તથા વચલા સોનેરી પટ્ટામાં કાળા રંગનું ત્રિશૂળ ધરાવે છે.

ધ્વજ ભાવના[ફેરફાર કરો]

બંન્ને બાજુ બે ચળકતા ઘેરા વાદળી રંગના ઊભા પટ્ટા સમૂદ્રને તથા વચ્ચેનો સોનેરી પટ્ટો ટાપુની સોનેરી રેતીને દર્શાવે છે. કાળી ત્રિશૂળ (Trident) જેવી આકૃત્તિ બાર્બાડોસના વસાહતી બિલ્લામાંથી લેવામાં આવી છે. જ્યાં આ ત્રિશૂળાકૃત્તિ બાર્બાડોસ પર રોમન બ્રિટાનિયાનો કબજો દર્શાવતી હતી અને હવે એ નીચેથી તૂટેલી ત્રિશૂળાકૃત્તિ રોમન બ્રિટાનિયાથી દેશની મુક્તિ દર્શાવે છે.[૧] ઉપરાંત ત્રિશૂળના ત્રણ પાંખીયા લોકશાહીના ત્રણ સિદ્ધાંતો, સરકાર (૧) લોકો દ્વારા, (૨) લોકો માટે અને (૩) લોકો વડે, દર્શાવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Flag of Barbados સંગ્રહિત ૨૦૧૭-૦૧-૦૨ ના રોજ વેબેક મશિન, Ministry of Foreign Affairs (Barbados)