બી. જી. હોર્નિમન

વિકિપીડિયામાંથી

બેન્જામિન ગાય હોર્નિમાન (૧૮૭૪ - ૧૯૪૮) એ બ્રિટીશ પત્રકાર અને બોમ્બે ક્રોનિકલના સંપાદક હતા. તેઓ ખાસ કરીને ભારતીય સ્વતંત્રતાના સમર્થન માટે જાણીતા છે.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

હોર્નીમનનો જન્મ ઇંગ્લન્ડમાં સસેક્સના ડવ કોર્ટમાં વિલિયમ હોર્નિમન અને સારાહને ઘેર થયો હતો. તેમના પિતા રોયલ નેવીમાં પેમાસ્ટર-ઇન-ચીફ હતા. તેમનો અભ્યાસ પોર્ટ્સમાઉથ ગ્રામર સ્કૂલ અને પછી એક લશ્કરી એકેડેમીમાં થયો હતો.[૧]

પત્રકાર તરીકેની કારકિર્દી[ફેરફાર કરો]

હોર્નિમને તેમની પત્રકારત્વની કારકીર્દિની શરૂઆત ઈ. સ. ૧૮૯૪ માં પોર્ટ્સમાઉથ ઇવનિંગ મેઇલ નામના વર્તમાન પત્રથી કરી હતી. ઈ. સ. ૧૯૦૬ માં કલકત્તામાં સ્ટેટસમેન વર્તમાન પત્રના ન્યૂઝ એડિટર તરીકે જોડાવા માટે ભારત આવ્યા તે પહેલાં તેમણે ઈંગ્લેન્ડમાં ડેઇલી ક્રોનિકલ અને માન્ચેસ્ટર ગાર્ડિયન સહિત અનેક દૈનિકોમાં કામ કર્યું હતું. [૨] ઈ. સ. ૧૯૧૩ માં, તેઓ 'બોમ્બે ક્રોનિકલ'ના સંપાદક બન્યા, જેની સ્થાપના દૈનિક ફિરોજેશ મહેતા દ્વારા કરવામાં આવી હતી. [૩] આ વર્તમાન પત્રે એક કઠોર વસાહતી વિરોધી અવાજ અપનાવ્યો અને હોર્નીમાનના તંત્રીપણા હેઠળ આ અંગ્રેજી છાપું સ્વતંત્રતા ચળવળનું મુખપત્ર બન્યું. જલિયાંવાલા બાગ હત્યાકાંડને પગલે, હોર્નિમેન આ ઘટનાના ફોટોગ્રાફ્સની દાણચોરી કરાવવામાં સફળ રહી હતી અને તે ફોટાઓને લેબર પાર્ટીના મુખપત્ર ડેલી હેરાલ્ડમાં આ હત્યાકાંડ અને તેના પછીની કથા છાપવામાં આવી હતી. આ બાબતે સેન્સરશીપ તોડી નાંખવામાં આવતાં આ ઘટનાઓ અને હન્ટર કમિશન અંગે બ્રિટિશ લોકોમાં બળવો થયો હતો.[૪] તેમના એક સંવાદદાતા, ગોવરધન દાસને ત્રણ વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા. વસાહતી સરકારની હત્યાકાંડ અને ટીકાના કવરેજ માટે હોર્નિમનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને લંડન મોકલી દેશનિકાલ કરવામાં આવ્યો હતો, અને ક્રોનિકલ (અસ્થાયી રૂપે) બંધ થઈ ગયું હતું. [૫]

ઈંગ્લેન્ડમાં તેમણે વસાહતી સરકાર સામે તેમની પત્રકારત્વની કાર્યવાહી ચાલુ રાખી અને ૧૯૨૦ માં બ્રિટીશ એડમિનિસ્ટ્રેશન અને અમૃતસર મેસક્રે નામનું પુસ્તક લખ્યું. થોડા વર્ષો પછી તેઓ ભારત પાછા ફર્યા અને ક્રોનિકલનું સંપાદન ફરી શરૂ કર્યું. ઈ. સ. ૧૯૨૯ માં તેણે પોતાનું એક અખબાર ઈન્ડિયન નેશનલ હેરાલ્ડ અને તેનું સામાયિક વીકલી હેરાલ્ડ શરૂ કર્યું . [૧] બાદમાં તેમણે બોમ્બે ક્રિનિકલમાંથી રાજીનામું આપી બોમ્બે સેંટિનેલ નામના એક સાંજના અખબારની શરૂઆત કરી જે તેમણે ૧૯૩૩ સુધી (૧૨ વર્ષ) સુધી સંપાદિત કર્યું. [૬]

ઈ. સ. ૧૯૪૧ માં, હોર્નિમેને, રુસી કરંજિયા અને દિનકર નાડકર્ણી સાથે મળીને 'બ્લિટ્ઝ' નામના ટેબ્લોઇડની સ્થાપના કરી. [૭]

ભારતની સ્વતંત્રતાની લડતમાં ભૂમિકા[ફેરફાર કરો]

હોર્નીમેને ઍની બેસન્ટ હેઠળના હોમ રૂલ લીગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામગીરી બજાવી હતી અને ઈ. સ. ૧૯૧૯ માં ધ બોમ્બે ક્રોનિકલ દ્વારા જાહેર સભાઓમાં રોલટ એક્ટ સામે સત્યાગ્રહ અભિયાનની હાકલ કરી હતી. જ્યારે ગાંધીજીએ રૉલેટ એક્ટ સામે રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવા માટે સત્યાગ્રહ સભાની રચના કરી ત્યારે હોર્નિમનને તેના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા.[૮] સરકારી સેન્સરશીપની અવગણના કરી જલિયાંવાલા બાગ હત્યાકાંડ અંગેના અનધિકૃત ફોટા દાણચોરીથી લાવી છાપવાના તેમના નિર્ણયના પરિણામે બ્રિટીશ વસાહતી સરકાર દ્વારા તેમને દેશનિકાલ યુનાઇટેડ કિંગડમમાં મોકલવામાં આવ્યા. [૯]

મૃત્યુ અને વારસો[ફેરફાર કરો]

ઈ. સ. ૧૯૪૮ માં તેમનું અવસાન થયું. અગાઉ મુંબઈના એલ્ફિન્સ્ટન સર્કલ નામના ચોકને તેમના માનમાં હોર્નીમાન સર્કલ ગાર્ડન્સ એવું નામ નામ આપવામાં આવ્યું હતું.[૧૦] [૧૧] મૃત્યુ સમયે અધૂરા લખાયેલા તેમના સ્મરણો, ફીફ્ટી યર્સ ઑફ જર્નાલિઝમ નામે છપાયા. [૧૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "B.G. Horniman". મેળવેલ 30 November 2012.
  2. Kaul, Chandrika (2003). Reporting the Raj: The British Press and India, c. 1880-1922. Manchester University Press. પૃષ્ઠ 274.
  3. "Essay on the History of Early Newspapers of Indian". મૂળ માંથી 1 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 30 November 2012.
  4. Kirpalani, S K (1993). Fifty Years With The British. Bombay: Orient Longman. પૃષ્ઠ 63. ISBN 9780863113369.[હંમેશ માટે મૃત કડી]
  5. In The Districts Of The Raj
  6. Panigrahi, D N (2004). India's Partition: The Story Of Imperialism In Retreat. Routledge. પૃષ્ઠ 346.
  7. "Russi Karanjia dead". The Hoot. 1 February 2008. મૂળ માંથી 1 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 22 April 2013.
  8. Read, Anthony (1997). The Proudest Day: India's Long Road to Independence. London: Jonathan Cape. પૃષ્ઠ 163.
  9. Read, Anthony (1997). The Proudest Day: India's Long Road to Independence. London: Jonathan Cape. પૃષ્ઠ 173.
  10. "Mumbai Architecture: 20 Places to Visit". મૂળ માંથી 18 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 November 2012.
  11. "LAYERS OF HISTORY - Most Indian street names honour little men for the wrong reasons". The Telegraph. 25 June 2005. મેળવેલ 22 April 2013.
  12. Iyengar, A S (2001). Role of Press and Indian Freedom Struggle: All Through the Gandhian Era. New Delhi: A P H Publishers.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]