બેસિલિકા ઑફ બોમ જીસસ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
*
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
દેશ-પ્રદેશ
પ્રકાર {{{Type}}}
માનદંડ {{{Criteria}}}
સંદર્ભ {{{ID}}}
ક્ષેત્ર** {{{Region}}}
સમાવેશ ઇતિહાસ
સમાવેશન {{{Year}}}  (Unknown સત્ર)
* Name as inscribed on World Heritage List.
** Region as classified by UNESCO.


બેસાલિકા ઑફ બોમ જીસસ અથવા બેસિલીકા ઓફ ગુડ જીસસ (ઢાંચો:Lang-pt)એ ભારતના ગોઆ રાજ્યમાં આવેલ છે અને એક વિશ્વ ધરોહર સ્થળ છે.આ બેસિલીકામાં સેંટ ફ્રાન્સીસ ઝેવીયરના અવશેષોને અસ્થિઓને સચવીને મુકાયા છે. આ ચર્ચ જુના ગોવા માં આવેલું છે, જે પોર્ટુગીઝ રાજની રાજધાની હતી. તે અત્યારના પણજી થી ૧૦ કિમી દૂર આવેલ છે.


'બોમ જીસસ' (અર્થાત્, 'સારા (કે પવિત્ર) જીસસ') એ નવજાત શિશુ જીસસ માટે વપરાતું નામ છે. જેસ્યુઈટ ચર્ચ ભારતની પ્રથમ નવજાત બેસીલિકા છે અને બેરોક આર્કીટેક્ચરનું ભારતમાંનું સુંદર ઉદાહરણ છે.

આ ચર્ચનું બાંધકામ ૧૫૯૪માં શરૂ થયું અને તેનો અભિષેક ૧૬૦૫માં આર્ચબિશપ ડોમ ફાધર એલીક્સો ડી મેનેઝીસ દ્વારા થયું. આ વિશ્વ ધરોહર ખ્રિસ્તી ઇતિહાસમાં એક સીમાચિન્હ બનીને ઉભરી આવી. આમાં સેંટ ફ્રાંસીસ ઝેવીયર ના શારીરિક અવશેષ મુકાયા છે જેઓ સેંટ ઈગ્નીશીયસ લોયોલાના મિત્ર હતાં. આમની સાથે મલીને જ તેમણે સોસાયટી ઓસ જીસસ (જેસ્યુઈટ્સ) ની સ્થાપના કરી. ફ્રાંસીસ ઝેવીયર પોતાના ચીન પ્રવાસ પર સાંશીયન ટાપુ પર ૨ ડિસેંબર ૧૫૫૨ના મૃત્યુ પામ્યા.


તેમનું શરીરે પહેલા મલાક્કા લઈ જવાયું અને તેના બે વર્ષ પછી ગોવા લવાયું. તેમ કહેવાય છે કે તેમને દાટવાના દિવસે પણ તેમનું શરીર તેટલું જ સ્વસ્થ હતું. તેમના અવષેશો આજે પણ (ખ્રીસ્તી અને અખ્રીસ્તી) સમગ્ર વિશ્વના ઘણાં શ્રધ્ધાળુઓને આકર્ષિત કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે દર દસ વર્ષે તેમના શરીરને પ્રજા દર્શન માટે બહાર કઢાય છે.(છેલ્લે તેને ૨૦૦૪ માં પ્રદર્શિત કરાયા હતાં) આ સેંટ ને સારવારની દૈવી શક્તિના ધારક કહે છે અને લાખો યાત્રાળુઓ અહીં આવે છે.

આ ગોવાની એક સૌથી જુની ચર્ચ ઈમારતો માંની એક છે. તેમાં આરસની લાદીઓ બેસાડેલી છે અને રત્નો જડેલા છે. સોનેરી જરુખાને છોડી અંદરની સજાવટ સાદી છે. ચર્ચની દીવાલ પર સેંટ ફ્રાંસીસ ઝેવીયર ના જીવન સંબંધીત ચિત્રો મુકાયેલા છે. મુસોલિયમ ઉપર ચાંદીનું ચોકઠું છે જેમાં ફ્રાંસીસ ઝેવીયરનું પાર્થિવ શરીર મુકાયેલ છે તેને અંતિમ મેડીક કોસીમો-૩ૢ ગ્રાંડ ડ્યુક ઓફ ટસ્કેની દ્વારા ભેંટમાં અપાયેલ હતા.

મુસોલીયમને ૧૭મી સદીના ફ્લોરેંટાઈન મૂર્તિકાર ગીઓવાની બૅટ્ટીસા ફૉગીની દ્વારા રહવામાં આવ્યું. તેને બંધાવવ દસ વર્ષ લાગ્યાં. તેના શરીરને સાચવતું કવચ ચાંદીનું બનેલ છે. સંતના પર્થિવ શરીરને તેમેની પુણ્યતિથીના દર દસમી વર્ષ ગાંથ પર જાહેર જનતા માટે ખુલ્લી મુકાય છે. તેમેની મ્રણ તિથી 3 ડીસેંબર છે.

આ મકબરના ઉર્ધ્વ સ્તર પર ગોવીયન સ્ર્રેલીસ્ટ પેંટૅરના ચિત્રો મુકાયા છે.Dom Martin.

કથાકાર અને ફેલો જેસ્યુઈટ એંથોની ડી મેલો પણ ગોવાના હતા અને તેમની કથામાં બેસીલીકાનો ઉલ્લેખ કર્યો છે.

આ બેસીલિકા ૪૦૦ વર્ષથી પણ જુનું છે. સેંટ ફ્રાંસીસનું શરીર એક સુંદર રીતે સજાવેલા ચાંદીની પેટીમાં મુકેલ છે. તે સમયની કળાને સારી રેતી ઓળખવા ચર્ચમાં તે સમયના નમૂના મુકાયા છે જેને મ્યુરલ કહે છે

Photo gallery[ફેરફાર કરો]

External links[ફેરફાર કરો]

References[ફેરફાર કરો]