બૈલોંગ એલિવેટર
બૈલોંગ એલિવેટર (અંગ્રેજી: Bailong Elevator;Chinese: 百龙) ( Hundred Dragons Elevator) એ પારદર્શક કાચ વડે બનાવવામાં આવેલ છે, જે સીધા ઢોળાવ વાળા ખૂબ જ ઊંચા પથ્થર વડે બનેલા પહાડ (Cliff)ની એક બાજુ પર બનાવવામાં આવેલ છે. આ એલિવેટર ચીનના ઝાંગીઆજી (Zhangjiajie) ખાતે આવેલ વુલિંગ્યાન (Wulingyuan) વિસ્તારમાં છે અને તેની ઊંચાઈ ૩૩૦ મીટર (૧,૦૭૦ ફૂટ) જેટલી છે.[૧][૨][૩] તે વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું તેમ જ સૌથી વજનદાર એલિવેટર ગણાય છે.[૩] ઈ. સ. ૨૦૦૨ના વર્ષમાં વુલિંગ્યાન વિસ્તારનો સમાવેશ વિશ્વ ધરોહર સ્થળ તરીકે કરવામાં આવેલ હોવાથી એલિવેટરની પર્યાવરણ-અસરો ચર્ચા અને વિવાદનો વિષય બન્યો હતો[૩][૪]. આ એલિવેટર ૨૦૦૨-૨૦૦૩ના વર્ષમાં ૧૦ મહિના માટે બંધ રાખવામાં આવેલ હતું, જેનું કારણ પર્યાવરણ નહીં, પણ સલામતી આપવામાં આવ્યું હતું.[૫]
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records) દ્વારા સત્તાવાર રીતે સોળમી જુલાઈ ૨૦૧૫ના રોજ આ એલિવેટર વિશ્વનું સૌથી ઊંચાઈ ધરાવતું બાહ્ય એલિવેટર હોવાની માન્યતા આપવામાં આવી હતી.[૬]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ (17 October 2007). Peak attractions, China Daily
- ↑ Frommer's China, p. 753 (2010)
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ (17 October 2002). Construction in Scenic Spots: Protection or Destruction?, Beijing Review
- ↑ Han, Feng.
- ↑ (6 September 2003). Sightseeing elevators restart at world heritage site, China Daily
- ↑ "Breathtaking cliff face elevator in China recognised as world's tallest outdoor lift". મેળવેલ ૧૬ જુલાઇ ૨૦૧૫.
Coordinates: 29°21′05″N 110°27′41″E / 29.3515°N 110.4615°E