બોરિસ બેકર
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
[[File:|frameless|alt=]] | |
Country | West Germany (1983–1990) Germany (from 1990) |
---|---|
Residence | Schwyz, Switzerland |
Height | 1.90 m (6 ft 3 in) |
Weight | 85 kg (187 lb; 13.4 st) |
Turned pro | 1984 |
Retired | June 30, 1999 |
Plays | Right-handed (one-handed backhand) |
Prize money | US $25,080,956 |
Int. Tennis HOF | 2003 (member page) |
Singles | |
Career record | 713–214 (76.91%) |
Career titles | 49 |
Highest ranking | No. 1 (28 January 1991) |
Grand Slam Singles results | |
Australian Open | W (1991, 1996) |
French Open | SF (1987, 1989, 1991) |
Wimbledon | W (1985, 1986, 1989) |
US Open | W (1989) |
Other tournaments | |
Tour Finals | W (1988, 1992, 1995) WCT(1988) |
Olympic Games | 3R (1992) |
Doubles | |
Career record | 254–136 |
Career titles | 15 |
Highest ranking | 6 (22 September 1986) |
Grand Slam Doubles results | |
Australian Open | QF (1985) |
Other Doubles tournaments | |
Olympic Games | W (1992) |
Last updated on: N/A. |
|- bgcolor="#eeeeee" align=center ! colspan="3" | Men's Tennis
|- align=center valign=middle bgcolor=white |bgcolor=gold| સુવર્ણ|| 1992 Barcelona || Men's doubles |} બોરિસ ફ્રેન્ઝ બેકર (જન્મ 22 નવેમ્બર 1967) જર્મનીનો ભૂતપૂર્વ વિશ્વનો નંબર 1 દરજ્જાનો વ્યવસાયિક ટેનિસ ખેલાડી છે. તેમણે છ વખત ગ્રાન્ડ સ્લૅમ સિંગલ્સ બિરુદ, ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે, તેમજ વિમ્બલ્ડનમાં 17 વર્ષની ઉંમરે મેન્સ સિંગલ્સ બિરુદ જીતનારા સૌથી યુવાન ટેનિસ ખેલાડી છે. બોરિસે ત્રણ એટીપી (ATP) માસ્ટર્સ વર્લ્ડ ટુર ફાઇનલ્સ (8 ફાઇનલ્સમાં રમ્યા, લેન્ડલ-9 પછી તમામ સમયે બીજા ક્રમે) અને એક ડબલ્યુસીટી (WCT) ફાઇનલ્સ સહિત ચાર વર્ષાંત ચેમ્પિયનશિપ ટાઇટલ્સ પણ જીત્યા છે. તેમણે પાંચ વખત માસ્ટર્સ 1000 સિરિઝ ટાઇટલ્સ પણ જીત્યા છે. ટેનિસ સામયિકે 1965થી 2005 સુધીના સૌથી મહાન 40 ટેનિસ ખેલાડીઓની તેમની યાદીમાં બેકરને 18મું સ્થાન આપ્યું છે.[૧]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]બેકરનો જન્મ પશ્ચિમ જર્મનીના લિમેન ખાતે થયો હતો, તેઓ ઝેકોસ્લોવાકિયામાં ઉછરેલા એલ્વિરા (née Pisch) અને કાર્લ-હિન્ઝ બેકરના એકમાત્ર પુત્ર હતા.[૨] બેકરનો ઉછેર કેથલિક તરીકે થયો હતો.[૨][૩] તેમના સ્થપતિ પિતાએ લિમેનમાં ટેનિસ સેન્ટર (ટેનિસ કલ્બ બ્લાઉ-વીઇß 1964 લેઇમન ઇ.વી.)ની સ્થાપના કરી હતી, જેમાં બોરિસે આ રમત શીખી હતી.
ટેનિસ કારકિર્દી
[ફેરફાર કરો]બોરિસ 1984માં વ્યવસાયી ટેનિસ ખેલાડી બન્યા હતા અને તે જ વર્ષે તેમણે મ્યુનિચમાં પ્રથમ વ્યવસાયિક ડબલ્સ બિરુદ જીત્યું હતું. પશ્ચિમ જર્મનીના નવયુવાન ખેલાડી તરીકે બેકરે ક્વિન્સ ક્લબ ખાતે જૂન 1985માં પ્રથમ વખત ટોચના સ્તરનું સિંગલ્સ બિરુદ જીત્યું હતું અને બે અઠવાડિયા પછી 7 જુલાઇએ ચાર સેટમાં કેવિન કુરેનને પરાજય આપીને વિમ્બલ્ડન સિંગલ્સ બિરુદ જીતનાર પ્રથમ બિનક્રમાંકિત ખેલાડી અને પ્રથમ જર્મન ખેલાડી બન્યા હતા. તે સમયે તેઓ ટેનિસમાં પુરુષો માટેની ગ્રાન્ડ સ્લૅમ સિંગલ્સ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવા ખેલાડી હતા, તેમણે 17 વર્ષ અને 7 મહિનાની ઉંમરે આ ચેમ્પિયનશિપ જીતી હતી (આ વિક્રમને પછીથી 1989માં માઇકલ ચાંગે 17 વર્ષ 3 મહિનાની ઉંમરે ફ્રેન્ચ ઓપન જીતીને તોડ્યો હતો). આ વિજયના બે મહિના પછી બેકર સિનસિનાટી ઓપન જીતનાર સૌથી યુવાન ખેલાડી બન્યા હતા.
1986માં બેકરે ફાઇનલમાં સીધા સેટમાં વિશ્વના નંબર 1 ખેલાડી ઇવાન લેન્ડલને પરાજય આપીને તેમના વિમ્બલ્ડન બિરુદને સફળતાપૂર્વક જાળવી રાખ્યું હતું. આ પછી વિશ્વમાં નં. 2 બનેલા બેકર વિશ્વના 70માં ક્રમના ખેલાડી પીટર ડુહાન સામે 1987માં વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં હારી ગયા હતા. તે વર્ષના ડેવિસ કપમાં બેકર અને જોહ્ન મેકનરોએ ટેનિસ ઇતિહાસની સૌથી લાંબી પૈકીની એક રમત રમ્યા હતા. બેકર 4–6, 15–13, 8–10, 6–2, 6–2થી (તે સમયે ડેવિસ કપમાં ટાઇબ્રેકનો નિયમ ન હતો) જીત્યા હતા. આ મેચ 6 કલાક અને 22 મિનિટ સુધી ચાલી હતી.
બેકર 1988માં ફરી વખત વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચ્યા હતા, જેમાં તેમનો ચાર સેટમાં સ્ટીફન એડબર્ગ સામે પરાજ્ય થયો અને આ મેચ વિમ્બલ્ડનની અસાધારણ હરીફાઇની શરૂઆતની સૂચક બની હતી. બેકરે 1988માં પશ્ચિમ જર્મનીને તેનો પ્રથમ ડેવિસ કપ જીતવામાં પણ મદદ કરી હતી. તેમણે વર્ષના અંતે ન્યૂ યોર્ક સિટીમાં રમાતા માસ્ટર્સ બિરુદમાં ફાઇનલમાં પાંચ વખતના ચેમ્પિયન લેન્ડલને પરાજય આપીને વિજય મેળવ્યો હતો. તે વર્ષે ચાર સેટ્સમાં સ્ટીફન એડબર્ગને પરાજય આપીને હરીફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટેનિસ ટુર માટે સિઝનને અંતે રમાતી ડબલ્યુસીટી (WCT) ફાઇનલ્સમાં વિજય મેળવ્યો હતો.
1989માં બેકરે બે ગ્રાન્ડ સ્લૅમ સિંગલ્સ બિરુદો જીત્યા હતા, તેમણે એક વર્ષમાં એક કરતા વધુ બિરુદ જીત્યા હોય તેવું આ એકમાત્ર વર્ષ છે. ફ્રેન્ચ ઓપન સેમિફાઇનલમાં એડબર્ગ સામેની હાર પછી તેમણે વિમ્બલ્ડનની ફાઇનલમાં એડબર્ગને અને યુએસ (US) ઓપન ફાઇનલમાં લેન્ડલને પરાજય આપ્યો હતો. તેમણે સેમિફાઇનલ રાઉન્ડમાં આન્દ્રે અગાસીને પરાજય આપીને ડેવિસ કપ જાળવી રાખવામાં જર્મનીને મદદ પણ કરી હતી. તેના પરિણામે, એટીપી (ATP) ટુર દ્વારા બેકરને પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા. જોકે વિશ્વમાં નંબર 1નો દરજ્જો હજુ તેમનાથી દૂર હતો.
1990માં બેકરે વિમ્બલ્ડનની ફાઇનલમાં સતત ત્રીજા વર્ષ માટે એડબર્ગનો મુકાબલો કર્યો હતો, પરંતુ તે સમયે પાંચ સેટ લાંબી મેચમાં તેમનો પરાજય થયો હતો. તેઓ સેમિફાઇનલમાં અગાસી સામે હારી જતા તેમનું યુએસ (US) ઓપન બિરુદ પણ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. બેકર તેમની કારર્કિદીમાં સૌપ્રથમ વખત 1991માં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યા હતા અને આ મેચમાં તેમણે લેન્ડલને પરાજય આપીને વર્લ્ડ નં. 1નો દરજ્જો મેળવ્યો હતો. ફ્રેન્ચ ઓપન સેમિફાઇનલ્સમાં અગાસી સામે વધુ એક પરાજયથી તેઓ આ વર્ષે પ્રથમ બે ગ્રાન્ડ સ્લૅમ ટુર્નામેન્ટ જીતી શક્યા ન હતા. તેમણે 1991 દરમિયાન 12 અઠવાડિયા માટે વિશ્વના નં. 1 તરીકેનો ક્રમ જાળવી રાખ્યો હતો, પરંતુ તેઓ આ ક્રમાંક સાથે ક્યારેય એક વર્ષ પૂરું કરી શકયા ન હતા.
1992માં બેકરે સાત ટુર બિરુદ જીત્યા હતા, જેમાં ચાર સેટ્સમાં જિમ કુરિયરને પરાજય આપીને બીજી વખત જીતેલી એટીપી (ATP) ટુર વર્લ્ડ ચેમ્પિયનશિપનો પણ સમાવેશ થાય છે.
1993માં જર્મન માતા અને આફ્રિકન-અમેરિકન પિતા ધરાવતી બાર્બર ફેલ્ટસ સાથેના પ્રેમસંબંધ અને લગ્નના મુદ્દા તેમજ જર્મન સરકાર સાથે ટેક્સની સમસ્યાથી બેકરની કારકિર્દીના મધ્યભાગમાં તીવ્ર ઓટ આવી હતી. બેકરને 1991માં વિમ્બલ્ડન દરમિયાન વિશ્વમાં નં. 2 ક્રમના ખેલાડીનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને તેઓ આ ટુર્નામેન્ટમાં સતત ચોથી વાર ફાઇનલમાં પહોંચ્યા હતા. જોકે, તેમનો જર્મનીના જ ખેલાડી અને વિશ્વના નં. 7 ક્રમના માઇકલ સ્ટિચ સામે સીધા સેટ્સમાં પરાજય થયો હતો. બેકર અને સ્ટિચ વચ્ચે તીવ્ર જંગના મંડાણ થયા હતા અને પ્રચાર માધ્યમોમાં લાગણીશીલ બેકર અને ભારે સંયમી સ્ટિચ વચ્ચે સરખામણી થવા લાગી હતી.[સંદર્ભ આપો] જોકે, બેકર અને સ્ટિચે 1992માં જોડી બનાવીને બાર્સેલોના ખાતેના ઓલિમ્પિક રમતોત્સવમાં મેન્સ ડબલમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. બેકરે જિમ કુરિયરને સીધા સેટ્સમાં પરાજય આપીને 1992માં વર્ષના અંતે રમાતી ફ્રેન્કફર્ટ ખાતેની એટીપી (ATP) ટુર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી.
1995માં, બેકર સેમિફાઇનલમાં અગાસીને પરાજય આપીને સાતમી વખત વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચ્યા હતા. જોકે, ફાઇનલમાં પોતાનો ભવ્ય સમયગાળો પસાર કરી ચુકેલ તેમજ સેડ્રીક પાયોલિન અને તે પછી અગાસી સાથેની થકવી નાખરનારી મેચો રમ્યા પછી બેકર થાકી ગયા હતા અને ટાયબ્રેકમાં પ્રથમ સેટ જીત્યા પછી પીટ સેમ્પ્રાસ સામે ચાર સેટ્સમાં હારી ગયા હતા. તેમણે ફ્રેન્કફર્ટમાં ચાંગને સીધા સેટમાં પરાજય આપીને એટીપી (ATP) ટુર વર્લ્ડ ચેમ્પિયનશિપ ત્રીજી અને છેલ્લી વખત જીતી હતી. બેકર ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ચાંગને પરાજય આપીને 1996માં તેમનું છઠ્ઠું અને છેલ્લું ગ્રાન્ડ સ્લૅમ બિરુદ જીત્યા હતા. આ ટુર્નામેન્ટમાં બેકરે વિજય થયા પછી રમૂજી પ્રવચન આપ્યું હતું.[સંદર્ભ આપો] તેમણે પહેલા તેમના સ્પોન્સર્સનો ઉલ્લેખ કર્યો હતો, પછી એકદમ અટકી ગયા હતા અને જણાવ્યું હતું કે તેમની પાસે આખો દિવસ બચ્યો નથી. આ પછી ચાંગને આશ્વાસન આપતા જણાવ્યું કે તેમના (બેકરના) દિવસો પૂરા થયા છે, જ્યારે ચાંગ હજુ નવયુવાન છે. ક્વિન્સ ક્લબ ચેમ્પિયનશિપ ચોથી વાર જીત્યા પછી બેકર 1996માં વિમ્બલ્ડન બિરુદમાં ગંભીર પડકાર ઊભો કરશે તેવી ધારણા હતી, પરંતુ નેવિલ ગોડવિન સામેના ત્રીજા રાઉન્ડની એક મેચમાં તેમને જમણા હાથના કાંડામાં ઇજા થઈ હતી અને તેમને આ ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું હતું, જેથી તેમના અભિયાનનો અચાનક અંત આવ્યો હતો.
બેકરે સ્ટુટગાર્ટમાં ઓક્ટોબર 1996માં પાંચ સેટની ફાઇનલમાં સેમ્પ્રાસને પરાજય આપ્યો હતો. આ મેચ પછી સેમ્પ્રાસે જણાવ્યું હતું કે “હું જેમની સાથે રમ્યો છું તેવા ખેલાડીઓમાં બેકર શ્રેષ્ઠ ઇન્ડોર ખેલાડી છે”.[૪] હેનઓવર ખાતે 1996માં એટીપી (ATP) ટુર વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં બેકરનો સેમ્પ્રાસ સામે પરાજય થયો હતો. બેકરે ચોથા સેટમાં બે મેચ પોઇન્ટ બચાવ્યા હતા અને છેલ્લેથી બીજી રમતમાં તુટી પડ્યા ત્યાં સુધી સતત 27 વખત સર્વિસ જાળવી રાખી હતી. 1997માં બેકરનો વિમ્બલ્ડનની ક્વાર્ટરફાઇનલ્સમાં સેમ્પ્રાસ સામે પરાજય થયો હતો. આ મેચ પછી તેમણે જાહેરાત કરી હતી કે તેઓ હવે ફરી વાર ક્યારેય વિમ્બલ્ડન રમશે નહીં. જોકે બેકર 1999માં ફરી વખત વિમ્બલ્ડનમાં રમ્યા હતા અને તે સમયે પેટ્રિક રાફ્ટર સામે ચોથા રાઉન્ડમાં પરાજય થયો હતો.
બેકર ફાસ્ટ પ્લેઇંગ સર્ફેસ (ઝડપથી રમી શકાય તેવી સપાટી) ખાસ કરીને ગ્રાસ કોર્ટ (ઘાસની સપાટી) અને ઇન્ડોર કાર્પેટ (તેના પર તેમણે 26 ટાઇટલ્સ જીત્યા હતા) પર સૌથી વધુ સારી રમત રમી શકતા હતા. તેઓ ક્લે કોર્ટ (માટીની સપાટી) પરની ટુર્નામેન્ટની કેટલીક ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ તેમની વ્યવસાયી કારકિર્દીમાં ક્યારેય ક્લે કોર્ટ (માટીની સપાટી) ટુર્નામેન્ટ જીત્યા ન હતા. ફ્રેન્ચ ઓપનમાં તેમના શ્રેષ્ઠ દેખાવમાં 1987, 1989 અને 1991માં તેઓ સેમિફાઇનલ્સમાં પહોંચ્યા તેનો સમાવેશ થાય છે.
પોતાની કારકિર્દી દરમિયાન બેકર 49 સિંગલ્સ બિરુદ અને 15 ડબલ બિરુદ જીત્યા હતા. છ ગ્રાન્ડ સ્લૅમ બિરુદ ઉપરાંત તેઓ 1988, 1992 અને 1995માં માસ્ટર્સ/એટીપી (ATP) ટુર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અને 1996માં ગ્રાન્ડ સ્લૅમ કપમાં સિંગલ્સ વિજેતા રહ્યા હતા. તેમણે લંડનની ક્વિન્સ ક્લબ ખાતે વિક્રમોની બરોબરી કરતા ચાર સિંગલ્સ બિરુદ જીત્યા છે. ડેવિસ કપમાં તેમની કારકિર્દીનો જય-પરાજયની સપ્રમાણતા 54-12 હતી, જેમાં સિંગલ્સના 38-3 પ્રમાણનો પણ સમાવેશ થાય છે. તેમણે જર્મની વતી રમી બીજી બે અગ્રણી ઇન્ટરનેશનલ ટીમ બિરુદ –હોપમેન કપ (1995માં) અને વર્લ્ડ ટીમ કપ (1989 અને’98) જીત્યા હતા.
બેકર જુદા જુદા 14 દેશોમાં સિંગલ્સ બિરુદ જીત્યા હતા, આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ, કતાર, સ્વિડન, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઈટેડ કિંગડમ અને યુનાઈટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. 2003માં બેકરનો ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓ ઘણીવાર સિનિયર ટુરમાં અને વર્લ્ડ ટીમ ટેનિસમાં રમે છે. તે ઘણીવાર બીબીસી (BBC) પર વિમ્બલ્ડનની કોમેન્ટ્રી પણ આપે છે.
રમવાની શૈલી
[ફેરફાર કરો]બેકરની રમત ઝડપી અને યોગ્ય સ્થળ પરની સર્વ (સર્વિસ) આધારિત છે અને તેને કારણે તેમને “બૂમ બૂમ”, “ડેર બોમ્બર” અને “બેરોન વોન સ્લૅમ”ના ઉપનામો પણ મળ્યા હતા, તે નેટ પર ઉત્કૃષ્ટ વોલિઇંગ સ્કીલ પણ ધરાવે છે.[૫] તેઓ નેટ પર તેમની શુદ્ધ સર્વ-એન્ડ વોલી ગેમને તેમની ઉત્કૃષ્ટ રમતના કૌશલ્ય સાથે પુરક બનાવી શકે છે, જેમાં ડાઇવિંગ કે જે જર્મનીના યુવા ખેલાડીનો ટ્રેડમાર્ક ગણાય છે તેનો પણ સમાવેશ થાય છે અને તેનાથી તેઓ ચાહકોમાં પ્રિય છે. તેમની હેવી ફોરહેન્ડ અને રિટર્ન ઓફ સર્વિસ પણ તેમની રમતના ખૂબ નોંધપાત્ર પરિબળ છે.
બેકર ઘણીવાર બેઝલાઇનથી આઉટ હિટની શૈલીને છોડીને સર્વ-એન્ડ વોલી શૈલી અપનાવીને બેઝલાઇનની નજીક રહીને વિરોધીઓ સામે શ્રેષ્ઠ સાબિત થયા છે. બેકર બંને બાજુથી શક્તિશાળી શોટ મારવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ વ્યૂહરચનાની ઘણીવાર વિવેચકો દ્વારા ટિકા પણ થઈ હતી.
બેકર સપાટી પર જ ઘણીવાર લાગણીનો ઉભરો પણ ઠાલવી દેતા હતા. પોતે ખરાબ રમી રહ્યા છે તેવું લાગે ત્યારે તે ઘણીવાર પોતાની જાતને અપશબ્દો બોલતા હતા અને ઘણીવાર પોતાનું રેકેટ જોરથી પછાડતા હતા. જોહ્ન મેકનરોથી તદ્દન અલગ બેકરે ભાગ્યે તેમના વિરોધી સામે આક્રમક વલણ દર્શાવ્યું છે. મેકનરોથી વિરુદ્ધ તેમનું રમતનું સ્તર અને ફોકસ આવો આક્રોશ ઠાલવવામાં આવ્યા પછી વધવાની જગ્યાએ ઘટતું હોય તેમ જોવા મળ્યું છે. બેકરની ખૂબ જ નાટકીય રમતશૈલીને કારણે કેટલાંક નવા શબ્દપ્રયોગ ઉદભવ્યા છે, જેમાં બેકર બ્લોકર (તેમનો ટ્રેડમાર્ક બનેલો વહેલો રિટર્ન શોટ), બેકર હેચ (ફ્લાઇંગ લંગ), બેકર ફોસ્ટ (“બેકર ફિસ્ટ”) અને બેકર શફલ (મહત્ત્વનો પોઇન્ટ મેળવ્યા પછી ઘણીવાર તેમના દ્વારા થતો ડાન્સ) અને બેકર સેજ (“બેકર સો”-ધીમી ગતિઓ મુક્કો મારવાની તેમની અનોખી સ્ટાઇલ)નો સમાવેશ થાય છે.
પોતાના યુગમાં ગ્રાસ કોર્ટ (ઘાસની સપાટી) અને કાર્પેટની સપાટી પરના સૌથી વધુ અસરકારક ખેલાડીઓ પૈકીના એક બેકરને ક્લે કોર્ટ (માટીની સપાટી) પર ઓછી સફળતા મળી છે. તેઓ ક્લે કોર્ટ (માટીની સપાટી) પર ક્યારેય ટોચના સ્તરનું સિંગલ્સ બિરુદ જીતી શક્યા નથી, જો કે 1995 મોન્ટે કાર્લો ઓપનની ફાઇનલમાં થોમસ મસ્ટર સામે બે મેચ પોઇન્ટ મેળવીને તેઓ તેની સૌથી વધુ નજીક આવી શક્યા હતા. જોકે, બેકરે માઇકલ સ્ટિચ સાથે જોડી બનાવીને ક્લે કોર્ટ (માટીની સપાટી) પર 1992માં મેન્સ ડબલ્સ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
સાધનસામગ્રી
[ફેરફાર કરો]બેકર તેમની મોટાભાગની કારર્કિદીમાં જર્મનીની કંપની પુમાના રેકેટથી રમ્યા હતા. આ રેકેટના ઉત્પાદનને બંધ કરવામાં આવ્યા પછી તેમણે મોલ્ડ ખરીદ્યું હતું અને તેમાંથી અમેરિકાની કંપની એસ્ટુસા પાસેથી ઉત્પાદન કરાવ્યું હતું. હાલમાં તે પોતાના વ્યક્તિકત રેકેટ અને તૈયાર વસ્ત્રોની શ્રેણી ધરાવે છે.[૬]
વિક્રમો
[ફેરફાર કરો]- આ વિક્રમો ટેનિસના ખુલ્લા યુગમાં મેળવવામાં આવ્યા હતા.
- ^ સતત પ્રગતિની રેખા સુચવે છે.
ચેમ્પિયનશિપ | વર્ષો | પ્રસ્થાપિત કરેલા વિક્રમ | સમકક્ષ ખેલાડી |
વિમ્બલ્ડન | 1985 | સૌથી નાની વયના વિમ્બલ્ડન વિજેતા | એકમાત્ર ખેલાડી |
વિમ્બલ્ડન | 1985–1995 | કુલ 7 ફાઈનલ | રોજર ફેડરર^ પીટ સેમ્પ્રાસ |
કારકિર્દીના આંકડા
[ફેરફાર કરો]ગ્રાન્ડ સ્લૅમ સિંગલ્સ ટુર્નામેન્ટમાં બેકરનો મેચ રેકોર્ડ એટલે કે જીત-હારની સપ્રમાણતા 163-40 છે, જે વિજયની 80.3 ટકા ટકાવારી દર્શાવે છે. 80 ટકા કરતા વધુ વિજેતા ટકાવારી ધરાવતા આ ખુલ્લા યુગના બીજા પુરુષ ખેલાડીઓમાં બીજોર્ન બોર્ગ (89.8), રફેલ નાદાલ (87.6) રોજર ફેડરર (87.4), પીટ સેમ્પ્રાસ (84.2) જિમી કોન્નર્સ (82.6), ઇવાન લેન્ડલ (81.9), જોહ્ન મેકનરો (81.5) અને આન્દ્રે અગાસી (80.9)નો સમાવેશ થાય છે.[૭]
નિવૃત્તિ પછીની કારકિર્દી
[ફેરફાર કરો]વર્ષ 2000થી બેકર ટેનિસ રેકેટ અને વસ્ત્રોના ઉત્પાદનની કંપની વોલ્કલ ઇન્ક.[૮]ના ટેનિસ વિભાગના મુખ્ય માલિક છે. તેમણે ટેલ-ઓલ આત્મકથા ઓગેનબ્લિક, વેરવેલી ડોચ.. (અંગ્રેજી નામઃ ધ પ્લેયર )ને 2003માં પ્રકાશિત કરી હતી. ઓક્ટોબર 2005થી જૂન 2006 સુધી બેકર બ્રિટિશ ટીવી (TV)ના સ્પોર્ટસ ક્વિઝ શો ધે થિન્ક ઇટ્ઝ ઓલ ઓવર ના ટીમ કપ્તાન હતા.
ઓક્ટોબર 2006માં બેકરે ચાહકોના પસંદગીના લખાણ વાળા સંદેશા (ટેક્સ્ટ મેસેજ)નો જવાબ આપવા વોડાફોન સાથે બે વર્ષનો સોદો કર્યો હતો. શરતો મુજબ તેઓ દર વર્ષે આશરે 300 સંદેશાના જવાબ આપતા હતા. આ સંદેશા ખાસ કરીને તેમની કારકિર્દી અને મેન્સ એટીપી (ATP) ટુરની નાની નાની બાબતો સંબંધિત હતા. બેકરે આ સર્વિસને પ્રમોટ કરવા યુરોપના કેટલાંક શહેરોની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતમાં મોસ્કો અને એરડ્રીનો પણ સમાવેશ થતો હતો.
નવેમ્બર 2007માં બેકરે પોકરસ્ટાર્સ ઓનલાઇન પોકર કાર્ડરૂમ દ્વારા સ્પોન્સર કરાયેલા પોકર ખેલાડીઓના ટીમ પોકરસ્ટાર્સ ગ્રૂપમાં જોડાયા હતા.[૯] આ ટીમના ભાગરૂપે બેકરે યુરોપની પોકર ટુર જેવી અગ્રણી પોકર ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
મે 2009માં બેકરે ઓનલાઇન મીડિયા પ્લેટફોર્મ બોરિસ બેકર ટીવી ની શરૂઆતની જાહેરાત કરી હતી. અંગ્રેજી અને જર્મન ભાષાની આ વેબસાઇટમાં તેમની કારકિર્દીના કેટલાક ભાગો (ક્લિપ) અને તેમના રોજિંદા જીવનના કેટલાક ફૂટેજનો સમાવેશ થાય છે.[૧૦]
બેકર 2009માં વિમ્બ્લ્ડનમાં બીબીસી (BBC) માટે કૉમેન્ટેટર હતા. તેઓ બીબીસી (BBC)ના કાર શો ટોપ ગીઅર માં ‘અ સ્ટાર ઈન રિસ્પોન્સિબલિટી પ્રાઈસ્ડ કાર’ તરીકે જોવા મળ્યા હતા અને 1 મિનિટ 45.9 સેકન્ડમાં વેટ ટ્રેક પૂર્ણ કર્યો હતો.
અંગત જીવન
[ફેરફાર કરો]બેકર સ્વિટ્ઝર્લેન્ડના શ્વીઝ ખાતે રહે છે. તેઓ જર્મનીની ફૂટબોલ ક્લબ બેયર્ન મ્યુનિચના ચાહક છે તેમજ બવેરિયાના ભૂતપૂર્વ વડા એડમન્ડ સ્ટોઇબર સાથે આ ક્લબના સલાહકાર બોર્ડમાં પણ કામગીરી કરે છે. તેઓ ચેલ્સિયા એફસી (FC)ના પણ ચાહક છે.[૧૧]
સંબંધો
[ફેરફાર કરો]17 ડિસેમ્બર 1993માં બેકરે અભિનેત્રી અને ડિઝાઇનર બાર્બરા ફેલ્ટસ સાથે લગ્ન કર્યા હતા. જાન્યુઆરી 1994માં તેમના પુત્ર નોહ ગેબ્રિયલનો જન્મ થયો હતો, તેનું નામ બેકરના મિત્રો યાનિક નોહ અને પીટર ગ્રેબિયલ પરથી પાડવામાં આવ્યું હતું. તેમના બીજા સંતાન એલિયાસનો જન્મ સપ્ટેમ્બર 1999માં થયો હતો. લગ્ન પહેલા તેમણે સ્ટર્ન સામયિકનના મુખપુષ્ઠ માટે નગ્ન તસવીર આપીને જર્મનીને આંચકો આપ્યો હતો, આ ફોટો ફેલ્ટસના પિતાએ લીધો હતો.
બેકરે ડિસેમ્બર 2000માં અલગ પડવાનું બાર્બરાને કહ્યું હતું, તે પછી નોહ અને એલિયાસ સાથે બાર્બરા મિયામી, ફ્લોરિડા ખાતે ગયા હતા અને મિયામી-ડેડ કન્ટ્રી અદાલતમાં છૂટાછેડાની અરજી કરી હતી અને તેમના લગ્ન પૂર્વેના કરારને બાજુ પર રાખ્યો હતો, જેમાં તેમને એક વખતના $2.5 મિલિયનનું વળતર મેળવવાનો હક મળતો હતો. જાન્યુઆરી 2001માં અદાલતની સુનાવણી પહેલાની બેઠકનું જર્મનીમાં જીવંત પ્રસારણ થયું હતું. બેકરને 15 જાન્યુઆરી 2001ના રોજ છૂટાછેડા મળ્યા હતા. બાર્બરાને પતાવત પેટે $14.4 મિલિયન, એક્સક્લુસિવ ફિશર ટાપુ પરનું મકાન તેમજ નોહ અને એલિયાસનો હવાલો મળ્યો હતો.
ફેબ્રુઆરી 2001માં બેકરે સ્વીકાર્યું હતું કે તેઓ મોડેલ એન્જેલા એર્માકોવાની પુત્રી એન્ના (જન્મ 22 માર્ચ, 2000)ના પિતા છે. ઓક્ટોબર 2009માં તેમણે એવા અખબારી અહેવાલોને પુષ્ટિ આપી હતી કે આ બાળક લંડનની રેસ્ટોરન્ટમાં 1999માં તેમની વચ્ચેના ટૂંકા જાતિય સંબંધોનું પરિણામ છે.[૧૨][૧૩] તેમણે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપની મુખ્ય ડ્રો મેચમાં પરાજય પછી હોટેલમાં બહાર આવીને દારુ પીધો હતો, જે સ્થળ તેમની ભવ્ય સફળતાનું પુનરાગમન હતું. બેકરે પ્રારંભમાં પિતૃત્વનો ઇનકાર કર્યો હતો, પરંતુ ડીએનએ (DNA) ટેસ્ટ પછી બાળકના પિતા હોવાની કબુલાત કરી હતી. નવેમ્બર 2007માં તેમણે એન્નાની માતા તેનો કેવી રીતે ઉછેર કરી રહી છે તે અંગે ચિંતા વ્યક્ત કર્યા પછી એન્નાનો સંયુક્ત હવાલો મેળવ્યો હતો.[૧૪]
2008માં બેકરની એલેસાન્ડ્રા મેયેર-વોલ્ડન સાથે સગાઇ થઈ હતી. તેના પિતા એક્સેલ મેયેર-વોલ્ડન 1990ના દાયકામાં બેકરના સલાહકાર અને મેનેજર હતા.[૧૫] આ યુગલ નવેમ્બર 2008માં અલગ થયું હતું.[૧૬]
ફેબ્રુઆરી 2009માં જર્મનીના ઝેડડીએફ ટીવી (ZDF TV)શો વેટેન ડેસ.. ? માં બેકરે જાહેરાત કરી હતી કે તે અને નેધરલેન્ડની મોડેલ શેર્લેલી “લિલી” કેરસેન્બર્ગ સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં 12 જૂન, 2009ના રોજ લગ્ન કરશે.[૧૭][૧૮] ઓગસ્ટ 2009માં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં બાળકના માતાપિતા બનશે.[૧૯] ફેબ્રુઆરી 2010માં બેકર અને તેની પત્નીએ પુત્ર એમાડ્યુસ બેનેડિક્ટ એડલી લૂઇસ બેકરને તેની જિંદગીમાં આવકાર્યો હતો.[૨૦] એડલી નામ તેમની પત્નીના કાકા એડલીના નામ પરથી અને લૂઇસ તેમના મિત્ર અને મેક્સિકન-ક્યુબન ધનપતિ લૂઇસ ગાર્સિયા ફેન્જુલના નામથી લેવામાં આવ્યું હતું, જેઓ આ બાળકાના ધર્મપિતા પણ હતા.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- બેકર-એડબર્ગ હરીફો
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "40 Greatest Players of the Tennis Era (17-20)". TENNIS Magazine. 2006-05-17. મેળવેલ 2009-06-20.
- ↑ ૨.૦ ૨.૧ Mills, Eleanor (1999-12-05). "Becker Not quite ready to retire Boris Becker talks to ELEANOR MILLS". New Straits Times. મેળવેલ 2009-06-14. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ) [મૃત કડી] - ↑ Green, Nick (2005-11-06). "Boris Becker: 'When I heard they wanted to send me to prison, I thought only of my children. I went home and prayed to God'". London: The Observer. મેળવેલ 2009-06-14. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ) - ↑ બેકર રેલિસ ટુ એન્ડ સેમ્પ્રાસ સ્ટ્રેક ન્યૂ યોર્ક ટાઈમ્સ
- ↑ Ian Thomsen (1997-07-02). "Boom Boom Leads German Triple Threat". International Herald Tribune. મૂળ માંથી 2012-12-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-14.
- ↑ Tennis-Warehouse, Inc. (2010-08-22). "Boris Becker Tennis Racquets". Tennis Warehouse. મૂળ માંથી 2015-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-22.
- ↑ આ ટકાવારી સંબંધિત ખેલાડીના પૃષ્ઠ પર ઉપલબ્ધ છે. 2010-07-03ના રોજ સુધારેલ.
- ↑ વોલ્કલ ઈન્ડેક્સ
- ↑ "પોકર લાભઃ બોરિસ બેકર પોકરસ્ટાર્સ ટીમમાં જોડાયો". મૂળ માંથી 2009-02-02 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
- ↑ ઓફ ધ બેઝલાઈન સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૨ ના રોજ વેબેક મશિન 11 જૂન 2009ના રોજ ઉપલબ્ધ
- ↑ સેલિબ્રિટ ચાહકો[હંમેશ માટે મૃત કડી]
- ↑ Hough, Andrew (15 October 2009). "Boris Becker admits: 'Nobu sex romp with model occurred on stairs' Boris Becker has admitted his infamous sex encounter with a model at a London restaurant that led to him having a love child occurred on the stairs and not in broom cupboard". The Daily Telegraph. London. મૂળ માંથી 28 મે 2010 પર સંગ્રહિત. મેળવેલ 26 April 2010.
- ↑ Blackburn, Jen (2009-10-15). "Becker Cupboard sex was on stairs". The Sun. London. મૂળ માંથી 2012-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
- ↑ "Tennis Legend Boris Becker Battles for Custody of Daughter". People Magazine. 2007-11-08. મૂળ માંથી 2012-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-24.
- ↑ "Tennis Champ Boris Becker Engaged - Couples People.com". People Magazine. 2008-08-11. મૂળ માંથી 2015-09-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-11.
- ↑ "Boris Becker serves up another son as wife Lilly gives birth to his fourth child". Daily Mail. London. 11 February 2010. મેળવેલ 17 March 2010.
- ↑ "બોરિસ બેકર ફરી ટીવી (TV) રમત શો સાથે જોડાયો". મૂળ માંથી 2009-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
- ↑ McConnell, Donna (2009-06-14). "Newlywed Boris Becker whisks bride off to Swiss mountain resort for reception lunch". Daily Mail. London.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-06-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
- ↑ "Boris Becker, Wife Welcome a Boy". TVGuide.com. મૂળ માંથી 2014-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
વધુ વાંચન
[ફેરફાર કરો]- Becker, Boris (2005). Player, The. London: Bantam. ISBN 0-553-81716-7.
- Kaiser, Ulrich; Breskvar, Boris (1987). Boris Becker's Tennis: The Making of a Champion. New York: Leisure Press. ISBN 0-88011-290-5.CS1 maint: multiple names: authors list (link)
વિડીયો
[ફેરફાર કરો]- વિમ્બલ્ડન રેકોર્ડ બ્રેકર્સ (2005) કલાકારો: આન્દ્રે અગાસી, બોરિસ બેકર; માત્ર સ્ટેન્ડીંગ રૂમ, ડીવીડી (DVD) રજૂઆત તારીખ: 16 ઓગસ્ટ, 2005, સમય: 52 મિનિટ, એએસઆઈએન (ASIN): B000A3XYYQ.
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- બોરિસ બેકર રમતો અને બોરિસ બેકર ટેનિસની અધિકૃત વેબસાઈટ સંગ્રહિત ૨૦૧૫-૧૦-૧૭ ના રોજ વેબેક મશિન
- બોરિસ બેકર at the Association of Tennis Professionals
- ઢાંચો:ITF male profile
- ઢાંચો:DavisCupplayerlink
- બોરિસ બેકર.[હંમેશ માટે મૃત કડી]ટીવી (TV)[હંમેશ માટે મૃત કડી]
- આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમ
- બીબીસી (BBC) ટૂંકી માહિતી
- બોરિસ બેકરના વિજયો સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૯ ના રોજ વેબેક મશિન
ઢાંચો:Boris Becker start boxes
ઢાંચો:They Think It's All Over
વ્યક્તિગત માહિતી | |
---|---|
નામ | |
અન્ય નામો | |
ટુંકમાં વર્ણન | |
જન્મ | |
જન્મ સ્થળ | |
મૃત્યુ | |
મૃત્યુ સ્થળ |
- Articles with dead external links from October 2010
- Depreciated infobox param (nickname)
- Portal templates with all redlinked portals
- 1967ના જન્મો
- ઓસ્ટ્રેલિયન ઓપન (ટેનિસ) વિજેતાઓ
- સ્વદેશત્યાગ કરનાર જર્મન લોકો મોનાકોમાં
- સ્વદેશત્યાગ કરનાર જર્મન લોકો સ્વિટ્ઝરલેન્ડમાં
- સ્વદેશત્યાગ કરનાર જર્મન લોકો યુનાઈટેડ કિંગડમમાં
- સ્વદેશત્યાગ કરનાર જર્મન લોકો યુનાઈડેટ સ્ટેટ્સમાં
- જર્મન પોકર ખેલાડીઓ
- કરચોરી કરનાર જર્મનો
- જર્મન પુરુષ ટેનિસ ખેલાડીઓ
- જીવિત લોકો
- જર્મની માટે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ
- જર્મનીના ઓલિમ્પિક ટેનિસ ખેલાડીઓ
- લેઈમેન(બાડેન)ના લોકો
- મોન્ટે કાર્લોના લોકો
- મ્યુનિચના લોકો
- શ્વેઝ (કેન્ટોન)ના લોકો
- ટેનિસ કોમેન્ટેટરો
- આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમ ધારકો
- 1992ના સમર ઓલિમ્પિક્સના ટેનિસ ખેલાડીઓ
- યુનાઇટેડ સ્ટેટ્સ ઓપન વિજેતાઓ (ટેનિસ)
- પશ્ચિમ જર્મન ટેનિસ ખેલાડીઓ
- વિમ્બલ્ડન વિજેતાઓ
- વિશ્વના પ્રથમ ક્રમના ટેનિસ ખેલાડીઓ
- ટેનિસ ખેલાડી