ભંફોડી (સર્પ)

વિકિપીડિયામાંથી

ભંફોડી
ભંફોડી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: પ્રાણી
Phylum: મેરૂદંડી
Class: સરિસૃપ
Order: સ્કુઆમાટા
Family: બોઈડેઈ
Species: Common Sand Boa, Russell’s Earth Boa
દ્વિનામી નામ
Eryx conicus

ભંફોડી કે દરઘોઈ કે દરગોઈ કે ધુણી ( અંગ્રેજી: Common Sand Boa, Russell’s Earth Boa દ્વિપદ-નામ:Eryx conicus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક બિનઝેરી સર્પની જાતી છે.

ઓળખ[ફેરફાર કરો]

 ખાસ સૂચના: આ બિનઝેરી સર્પ અને ખુબ ઝેરી સર્પ ખડચિતળો વચ્ચે દેખાવમાં સામ્યતા છે. ઓળખમાં ગફતલ જીવલેણ બની શકે છે[૨].

આ સર્પના આખા શરીરનો રંગ ઝાંખો બદામી ઝાંખો ભૂખરો હોય છે જે એકમેક સાથે સંકળાયેલા પીળી કે સફેદ કિનારીવાળા અનિયમિત આકાર અને કદના ઘેરા બદામી ધબ્બાઓથી છવાયેલું હોય છે. પેટનો ભાગ લીલાશ પડતો સફેદ હોય છે. ટૂંકી અને અન્ય સર્પોના પ્રમાણમાં અણીદાર પુછડી હોય છે. મુખ્યત્વે નિશાચર આ સર્પને સુકુ હવામાન જ અને ખાસ કરીને રેતાળ પ્રદેશો માફક આવે છે કે જ્યાં તે નરમ રેતીમાં અંદર ઉપરીને શીકારની રાહ જોઇ શકે. સામાન્ય પણે બે ફીટ લંબાઈનો જોવા મળે છે અને મહત્તમ લંબાઈ બે ફીટ છ ઈંચ જોવા મળી છે.

આહાર[ફેરફાર કરો]

આ સર્પને ભોજન તરીકે ખિસકોલી, ઉંદર, દેડકા વગેરે હોય છે[૩].

પ્રજનન[ફેરફાર કરો]

એક પ્રજનન ગાળામાં ૬ થી ૮ બચ્ચાને જન્મ આપે છે[૩].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪.
  2. દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૬.
  3. ૩.૦ ૩.૧ દેસાઈ, અજય મ. (એપ્રિલ ૨૦૧૭). સર્પ સંદર્ભ (ગુજરાતનાં સાપ વિષે માહિતિ). પ્રકૃતિ મિત્ર મંડળ. પૃષ્ઠ ૧૪૭.