ભારતમાં આવક વેરો

વિકિપીડિયામાંથી

ભારત સરકાર વ્યક્તિઓ, હિન્દુ અવિભાજિત કુટુંબો (HUFs), કંપનીઓ, પેઢીઓ, (વ્યક્તિઓના સમૂહ અને વ્યક્તિઓના મંડળ તરીકે ઓળખાતી) સહકારી મંડળીઓ અને ટ્રસ્ટ તેમજ અન્ય કોઈ પણ બનાવટી વ્યક્તિની કરપાત્ર આવક પર આવક વેરો લાદે છે. કરની વસૂલાત પ્રત્યેક વ્યક્તિ પાસેથી જુદી જુદી છે. ભારતીય આવકવેરા કાયદા, 1961 પ્રમાણે કરની વસૂલાત કરાય છે. ભારતીય આવકવેરા વિભાગનું સંચાલન સેન્ટ્રલ બૉર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા કરાય છે અને તે ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગનો ભાગ છે.

સર્વસામાન્ય નિરીક્ષણ[ફેરફાર કરો]

આવક વેરાનો ભાર[ફેરફાર કરો]

દરેક વ્યક્તિ જેની કુલ આવક, આવક વેરો વસૂલવા પાત્ર ન હોય તેવી મહત્તમ રકમ કરતાં વધી જાય, તે કર દાતા છે, અને સંબંધિત મૂલ્યાંકન વર્ષના નાણાકિય કાયદા હેઠળ સૂચવાયેલા દર અથવા દરોએ આવક વેરો ચૂકવવા પાત્ર છે, અને આ વેરો વ્યક્તિના રહેણાક દરજ્જાના આધારે નક્કી કરાવો જોઈએ.

આવક વેરો એ, પ્રત્યેક વ્યક્તિ દ્વારા પાછલા વર્ષમાં ઉપાર્જિત કુલ આવક પર, પ્રત્યેક મૂલ્યાંકન વર્ષ માટેના કેન્દ્રિય અંદાજપત્ર (નાણાકિય કાયદો) દ્વારા નક્કી કરાયેલા દરે ચૂકવવાપાત્ર વેરો છે.

અસ્થિરતા એ આવકના પ્રકાર પર આધારિત છે, એટલે કે, તે આવક મહેસૂલ છે તે મૂડી. આવકના કરના સિદ્ધાંતો આ મુજબ છે-:

આવકવેરાના દરો/સ્લેબનો દર (%) 2,00,000 સુધી = શૂન્ય 2,50,000 સુધી(60વર્ષ કે તેથી વધુ ઉંમરના નિવાસી વ્યક્તિઓ માટે) = શૂન્ય

for all assasy

2,50,000 – 5,00,000 = 5%

5,00,001 – 10,00,000 = 20%

10,00,001 થી વધારે = 30%

શિક્ષણ વેરો આવકવેરા પર 4 ટકાએ લાગુ પડે છે, વધારાનો કર = લાગુ નથી પડતો

આવાસી દરજ્જો[ફેરફાર કરો]

ત્રણ આવાસી દરજ્જા, આ પ્રમાણે છે.,
(i) સામાન્ય રીતે રહેતા નિવાસીઓ (નિવાસીઓ)
(ii) નિવાસીઓ પરંતુ સામાન્ય નિવાસીઓ નહિં અને
(iii) બિન નિવાસીઓ. વ્યક્તિનો આવાસી દરજ્જો નક્કી કરવા માટે કેટલાક તબક્કાઓનો સમાવેશ થાય છે[૧]

તમામ નિવાસીઓ ભારતની બહારથી થતી આવક સહીત, તેમની તમામ આવક માટે કરપાત્ર છે.[૨] બિન નિવાસીઓ માત્ર ભારતમાં મેળવેલી આવક અથવા ભારતમાં ઉપાર્જિત કરેલી આવક માટે કરપાત્ર છે. સામાન્ય નિવાસીઓ ન હોય તેઓ ભારતમાં મેળવેલી આવક અથવા ભારતમાં ઉપાર્જિત કરેલી આવક અને ભારતમાંથી સંચાલિત ધંધા અથવા વ્યવસાયમાંથી થતી આવકના સંબંધમાં કરપાત્ર છે.

આવકના મથાળાઓ[ફેરફાર કરો]

વ્યક્તિની કુલ આવકને પાંચ મથાળાઓમાં વહેંચવામાં આવે છે, જેમ કે., કરપાત્ર[૩]:

આવકના વ્યક્તિગત મથાળાઓ[ફેરફાર કરો]

પગારની આવક[ફેરફાર કરો]

નોકરીદાતા-કર્મચારી સંબંધ હેઠળ પગાર તરીકે મેળવાતી તમામ આવક પર આ મથાળા હેઠળ વેરો લેવાય છે. જો લઘુત્તમ માફી મર્યાદા કરતાં આવક વધી જતી હોય, તો ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS), તરીકે નોકરીદાતાઓએ ફરજિયાતપણે વેરો અટકાવી રાખવો પડે છે, અને તેમના કર્મચારીઓને ફોર્મ 16 (Form 16) પૂરું પાડવું પડે છે, જે વેરાની કપાત અને ચૂકવાતી ચોખ્ખી આવક દર્શાવે છે. વધુમાં, ફોર્મ 16માં પગારમાંથી કપાતી અન્ય કપાતો પણ દર્શાવેલી હશે જેમ કેઃ

  1. તબીબી ભરપાઈઃ જો બિલ રજૂ કરાયા હોય તો દર વર્ષે રૂ. 15,000 સુધી વેરામુક્ત છે.
  2. પરિવહન ભથ્થુઃ જો પરિવહન ભથ્થા તરીકે અપાતા હોય તો દર મહિને રૂ. 800 સુધી (દર વર્ષે રૂ. 9,600) વેરામુક્ત છે. આ રકમ માટે કોઈ બિલની જરૂર નથી.
  3. વ્યવસાયી વેરોઃ સામાન્ય રીતે કુલ આવક પર આધારિત સ્લેબ્ડ રકમ તરીકે, મોટા ભાગના રાજ્યો પ્રત્યેક વ્યવસાયના આધારે રોજગાર પર વેરો વસૂલે છે. આવા ચૂકવાયેલા વેરાઓ આવકવેરામાંથી બાદ થવાપાત્ર હોય છે.
  4. ઘર ભાડું ભથ્થુઃ નીચેનામાંથી જે સૌથી ઓછું હોય તે કપાત તરીકે મળી શકે છે
    1. વાસ્તવિક મળતું એચઆરએ(HRA)
    1. મૂળ ‘પગાર’ના 50%/40%(મેટ્રો-નોન મેટ્રો)
    2. ચૂકવાતા ભાડામાંથી ‘પગાર’ના 10% બાદ. આ હેતુ માટે મૂળ પગાર એટલે નક્કી કરેલા ભાવે વેચાણ પરની દલાલી+હિસ્સો રચતું મૂળ+મોંઘવારી ભથ્થું.

ઉપરની તમામ કપાતો બાદ પગારમાંથી થતી આવક ચોખ્ખી આવક છે.

મકાન મિલકતથી આવક[ફેરફાર કરો]

જેના દ્વારા મકાન મિલકતથી થતી આવકની ગણતરી કરાય છે તેને વાર્ષિક મૂલ્ય કહેવાય છે. વાર્ષિક મૂલ્ય(ભાડેથી અથવા લીઝ પર અન્યને વાપરવા અપાયેલી મિલકતના કિસ્સામાં) નીચેનામાંથી જે સૌથી વધુ હોય તે ગણાય છેઃ

  • મળેલું ભાડું
  • નગરપાલિકા મૂલ્યાંકન
  • વાજબી ભાડું (આવકવેરા વિભાગ દ્વારા નક્કી કરાયા મુજબ)

જો મકાન ભાડેથી નથી અપાયુ અને અથવા લીઝ પર નથી અપાયું અને વ્યક્તિ પોતે પણ તે મકાનનો ઉપયોગ નથી કરી રહી. તો તેનું વાર્ષિક મૂલ્ય માલિક પાસે જમા થતું હોવાનું મનાય છે. જો મકાનમાં માલિક જ રહેતો હોય તો મકાનનું વાર્ષિક મૂલ્ય શૂન્ય તરીકે લેવામાં આવે છે. (જો કે એક કરતાં વધુ મકાનનો માલિક દ્વારા પોતે ઉપયોગ થતો હોય તો અન્ય મકાન/મકાનોનું વાર્ષિક મૂલ્ય કરપાત્ર છે.) અને તેમાંથી, નગરપાલિકા વેરો બાદ કરીને ચોખ્ખું વાર્ષિક મૂલ્ય મેળવી શકાય છે. આ ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી, બાદ થાય:

  • ચોખ્ખા મૂલ્યના 30% સમારકામ ખર્ચ તરીકે (આ ફરજિયાત કપાત છે)
  • મકાન માટેની આવાસ લૉન પર ચૂકવાતું અથવા ચૂકવવાપાત્ર વ્યાજ


માલિક દ્વારા પોતે વપરાતા મકાનના કિસ્સામાં ચૂકવાતા અથવા ચૂકવવાપાત્ર વ્યાજની મહત્તમ મર્યાદા રૂ, 1,50,000 (જો લૉન 1 એપ્રિલ 1999ના રોજ અથવા ત્યાર બાદ લેવાઈ હોય અને મકાનનું બાંધકામ 3 વર્ષની અંદર પૂરું થયું હોય) અને રૂ, 30,000 (જો લૉન 1 એપ્રિલ 1999 પહેલા લેવાઈ હોય) હોઈ શકે છે. માલિક દ્વારા પોતે ન વપરાતા હોય તેવા તમામ મકાન માટે, સંપૂર્ણ વ્યાજ, કોઈ પણ મહત્તમ મર્યાદા વિના, બાદ થવાપાત્ર છે.

બાકીની રકમ કરપાત્ર આવકમાં ઉમેરાય છે.

ધંધા અથવા વ્યવસાયથી થતી આવક[ફેરફાર કરો]

    • નુકસાનને આગળ લઈ જવું

એક ઉદાહરણ. એક આર્કિટેક (સ્થપતિ) એક ઘર માટે કામ કરે છે અને પોતાના ગ્રાહકો માટે આ કામને આગળ ધપાવે છે. નીચે દર્શાવેલા તમામ ખર્ચાઓ તેની વ્યવસાયી ફીમાંથી બાદ કરવામાં આવશે.

  • તે કમ્પ્યૂટર વાપરે છે,
  • જ્યાં મકાન બાંધવાનું છે તે સ્થળે તે પોતાની કારમાં પ્રવાસ કરે છે,
  • ચુકવણી રકમ ઉઘરાવવામાં મદદ માટે તેની પાસે પટાવાળો છે
  • તેની પાસે એક નોકર છે જે રોજ કામે આવે છે
  • સૉસાયટી જાળવણી બિલનો ભાગ
  • કરાયેલો મનોરંજન ખર્ચ..
  • તેની વ્યવસાયી જરૂરિયાત મુજબના પુસ્તકો અને સામયિકો.

કલમ 28માં દર્શાવાયેલી આવક મુજબ, એટલે કે, કલમ 30 અને 43Dમાં આવતી જોગવાઈઓના અનુસંધાનમાં “ધંધા અથવા વ્યવસાયથી આવક” તરીકે વેરાપાત્ર આવકની ગણતરી થવી જોઈએ. જો કે આ પ્રકરણમાં વધુ કેટલીક કલમો છે, જેમકે, કલમ 44થી 44DA (કલમ 44AA, 44AB & 44C સિવાય), જે સંપૂર્ણપણે પોતાની અંદર જ ગણતરી ધરાવે છે. કલમ 44C એ બિન-નિવાસીઓના મામલામાં પ્રતિબંધની જોગવાઈ છે. કલમ 44AA એ પુસ્તકોની જાળવણી અને કલમ 44AB એ ખાતાઓની તપાસણી માટે છે.

ટૂંકમાં, ધંધાની આવકની ગણતરીને લગતી કલમોનું નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય છેઃ

  1. બાદ થઈ શકે તેવા ખર્ચાઓ - કલમ 30થી 38 [37(2) સિવાય].
  2. અમાન્ય ખર્ચાઓ - કલમ 37(2), 40, 40A, 43B અને 44-C.
  3. ગણી લેવાયેલી આવક - 33AB, 33ABA, 33AC, 35A, 35ABB અને 41.
  4. વિશેષ જોગવાઈઓ - કલમ 42 & 43D
  1. સેલ્ફ કૉડેડ (Self-Coded) ગણતરીઓ - 44, 44A, 44AD, 44AE, 44AF, 44B, 44BB, 44BBA, 44BBB, 44-D અને 44-DA

“ધંધા અને વ્યવસાયનો નફો અને નુકસાન” મથાળા હેઠળ આવકની ગણતરી પ્રાપ્ય માહિતી અને વિસ્તાર પર આધારિત છે.[૪]

જો હિસાબના ચોપડા નિયમિત રીતે ન જળવાતા હોય તો નીચે મુજબ ગણતરી કરાશેઃ –

જેના પર વેરો લઈ શકાય છે તેવી (ધારી લેવાયેલી આવક સહીતની) આવક આ મથાળા xxx હેઠળ આવે છે ઓછાઃ બાદ કરી શકાય તેવા ખર્ચાઓ (પ્રતિબંધોનો સરવાળો) આ મથાળા xxx હેઠળ આવે છે ધંધા અથવા વ્યવસાયના નફા અને નુકસાન xxx

પરંતુ, જો હિસાબના ચોપડા જળવાયા હોય અને નફો અને નુકસાનનું ખાતું તૈયાર કરાયું હોય, તો નીચે મુજબ ગણતરી કરાશેઃ -

કુલ નફો જેવા કે કુલ નફા અને નુકસાન ખાતા પર xxx વત્તા : અસ્વીકાર્ય એકદર ઉધારથી ફાયદા અને ખોટ ખાતું xxx ફાયદા અને ખોટ ખાતાથી ગણેલી આવકને ન ઉપાડવી xxx xxx ઓછું: ડેડુસીટીબલ એક્સપેન્સ નોટ ડીબેટેડ ટુ પ્રોફીટ એન્ડ લોસ એકાઉન્ટ xxx ઇનકમ ચાર્જેબલ અન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ xxx xxx પ્રોફીટ એન્ડ ગ્રેન ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન xxx

મૂડી લાભની આવક[ફેરફાર કરો]

મૂડી મિલકતોની ફેરબદલ મૂડી લાભમાં પરિણમે છે. મૂડી મિલકતને આવકવેરા કાયદા, 1961ની કલમ 2(14) હેઠળ કરદાતા પાસેની કોઈ પણ પ્રકારની મિલકત જેમ કે રીઅલ એસ્ટેટ, ઈક્વીટી શેર્સ, બૉન્ડ્સ, ઘરેણાં, ચિત્રો, કલા વગેરેને સ્પષ્ટીકૃત કરાઈ છે. પરંતુ તેમાં કેટલીક ચીજોનો સમાવેશ નથી થતો, જેમ કે ધંધાઓ માટે કોઈ સ્ટૉક-ઈન-ટ્રેડ અને અંગત અસરો. ફેરબદલને કલમ 2(47) હેઠળ વેચાણ, વિનિમય, મિલકતનો ત્યાગ, મિલકતમાં હક નાબૂદી, વગેરેને સ્પષ્ટીકૃત કરાઈ છે. કલમ 47 હેઠળ કેટલાક વહેવારોને ‘ફેરબદલ’ તરીકે નથી ગણવામાં આવતા.

વેરાના હેતુઓ માટે, બે પ્રકારની મૂડી મિલકતો હોય છેઃ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની. વ્યક્તિ પાસે ત્રણ વર્ષો માટે રહેલી મિલકતો લાંબા ગાળાની છે, સિવાય કે શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સના કિસ્સામાં, કે જ્યાં માત્ર એક વર્ષ બાદ શેર્સ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સના લાંબા ગાળાની મિલકત બની જાય છે. આવી લાંબા ગાળાની મિલકતોનું વેચાણ લાંબા ગાળાના મૂડી લાભને વધારો આપે છે. લાંબા ગાળાના મૂડી લાભના વેરાની ગણતરી માટે જુદી જુદી યોજના છે. તે આ પ્રમાણે છે:

  1. આવકવેરા કાયદા, 1961ની કલમ 10(38) મુજબ શેર્સ અથવા સિક્યુરિટિઝ અથવા મ્યુચ્યુઅલ ફન્ડ્સ પરના લાંબા ગાળાના મૂડી લાભો, જેના પર સિક્યુરિટિ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) બાદ કરાયો અને ચૂકવાયો છે, તેના પર કોઈ વેરો ભરવાનો નથી હોતો. ઑક્ટોબર 2004થી તમામ શેર બજારના વહેવારો પર STT લાગુ પડાય છે, પરંતુ શેર માર્કેટ બહારના (ઑફ-માર્કેટ) વહેવારો અને કંપની બાયબેક્સ પર નથી લાગુ પડાતો; તેથી, જ્યાં STT નથી ચૂકવાયો તેવા વહેવારો પર હાયર કેપિટલ ગેઈન્સ ટેક્સીસ લાગુ પડશે.
  2. અન્ય શેર્સ અને સિક્યુરિટિઝના કિસ્સામાં, વ્યક્તિ પાસે વિકલ્પ છે કે ફુગાવાના સૂચકઆંકની કિંમતો અને સૂચિત લાભોના 20% ચૂકવે, અથવા સૂચિત ન હોય તેવા લાભોના 10% ચૂકવે. સૂચીકરણના દરો દર વર્ષે આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાય છે.
  3. અન્ય તમામ લાંબા ગાળાના મૂડી લાભોના કિસ્સામાં, સૂચીકરણનો લાભ ઉપલબ્ધ છે અને વેરાનો દર 20% છે.

તમામ મૂડી લાભો કે જે લાંબા ગાળા નથી તે ટૂંકા ગાળાના મૂડી લાભો છે, જે પર નીચે મુજબ વેરો વસૂલાય છેઃ

  • મૂલ્યાંકન વર્ષ 2005-06થી નાણાં કાયદા 2004 મુજબ, કલમ 111A હેઠળ, શેર્સ અથવા મ્યુચ્યુઅલ ફન્ડ્સ કે જ્યાં STT ચૂકવાય છે, ત્યાં વેરાનો દર 10% છે. મૂલ્યાંકન વર્ષ 2009-10 માટે વેરાનો દર 15% છે.
  • અન્ય તમામ કિસ્સાઓમાં, આ આવકના કુલ સરવાળાનો ભાગ છે અને સામાન્ય વેરાનો દર લાગુ પડે છે.

વિદેશની કંપનીઓ માટે, આવા લાભોને યોગ્યરૂપે સૂચિત કરતાં વેરાની જવાબદારી 20% છે (કારણ કે STT નથી ચૂકવાતો).

અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક[ફેરફાર કરો]

આ બાકી રહેલું મથાળું છે, આ મથાળા હેઠળ એ આવક પર વેરો વસૂલાય છે જે અન્ય કોઈ મથાળા હેઠળ જવાનો માપદંડ નથી ધરાવતી. કેટલીક એવી ચોક્કસ આવકો પણ છે જેના પર આ મથાળા હેઠળ વેરો લેવાય છે.

  1. ડિવિડન્ડ દ્વારા થતી આવક
  2. ઘોડા દૌડ દ્વારા થતી આવક
  3. બળદ રેસ જીતમાંથી થતી આવક
  4. પ્રમુખ વ્યક્તિની વીમા પોલિસીના દાન દ્વારા પ્રાપ્ત થતી રકમ
  5. શેરમાંથી થતી આવક (ડિવિડન્ડ)

કપાત[ફેરફાર કરો]

કરપાત્ર આવકની ગણતરીમાં કેટલીક ચૂકવણીઓમાં છૂટછાટ આપવામાં આવી છે.

કલમ 80C અંતર્ગતની કપાત[ફેરફાર કરો]

આવકવેરા કાયદામાં 80સી [૧] સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૧ ના રોજ વેબેક મશિન કેટલાક રોકાણ અને ખર્ચાઓને કરમાંથી છૂટ આપે છે. આ વિભાગ હેઠળ કુલ મર્યાદા રૂ. 1,50,000 (રૂપિયા એક લાખ પચાસ હજાર ) છે, જે નીચેના માંથી કોઈપણ સંયોજન હોઈ શકે:

  • કર્મચારી ભવિષ્ય નિધી કે સાર્વજનિક ભવિષ્ય નિધીમાં ફાળો. પીપીએફ (PPF ) 8.6 % વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે. જેમાં પ્રત્યેક વર્ષે વધુમાં વધુ 100000 સુધીના ફાળાને છૂટ મળે છે. આ લાંબાગાળાનું રોકાણ છે જેને પંદર વર્ષ સુધી પાછુ ખેચી શકાતું નથી. જોકે 6 વર્ષ બાદ તેમાંથી આંશિક ભાગ પાછો લઈ શકાય છે. આ ઉપરાંત કર્મચારી ભવિષ્યનિધી ભંડોળ હોય છે, જે તે વ્યક્તિના પગારમાંથી કાપવામાં આવે છે. જે મૂળ પગારના 10% થી 12% સુધી હોય છે. હાલમાં થયેલા બદલાવમાં જ્યારે કોઈ વ્યક્તિ નોકરી બદલે છે ત્યારે ઈપીએફ (EPF)માંથી પૈસા નિકાળવાના મામલામાં ઘટાડો કરવાના સંબધમાં વિશેષ રૂપથી ચર્ચા ચાલી રહી છે. નોકરી છોડવાના સમયે, વીઆરએસ (VRS) લેતા સમયે, 58 વર્ષ પછી નિવૃત્તિ લેતી વખતે ઈપીએફ (EPF)ના સંપૂર્ણ પતાવટનો વિકલ્પ છે. સાથોસાથ એવો પણ વિકલ્પ છે કે જ્યારે ઘર માટે, લગ્ન અથવા બિમારીના સમયે થયેલા ખર્ચામાં ઈપીએફ (EPF) પાછુ મેળવી શકાય છે. ઈપીએફ (EPF)માં કર્મચારીના મૂળ પગારમાંથી 12% અને નોકરીદાતા પણ તેમા અનુદાન આપે છે. તે 8.33:3.67 પ્રમાણે નિવૃત્તિ ભંડોળ અને ભવિષ્યનિધી ભંડોળમાં વિભાજીત કરાય છે.
  • જીવન વીમા પ્રિમિયમની ચૂકવણી
  • પૅન્શન યોજનાઓમાં રોકાણ. રાષ્ટ્રીય પૅન્શન યોજનાનો અર્થ સેવાનિવૃત્તિ બાદ પૈસાની જરૂરિયાત માટે બચત કરવાનો છે, કે જે શેર અને ઋણમાં સંયુક્ત રીતે રોકાણ કરે છે. ઉંમર પ્રમાણે 50 % ટકા શેરમાં જઈ શકે છે. સેવાનિવૃત્તિ બાદ વાર્ષિક રીતે ઉમંર પ્રમાણે ચૂકવણી થાય છે. એનપીએસ (NPS)ના છ ફંડ મેનેજર છે. વ્યક્તિગત રીતે ઓછામાં ઓછો રૂ. 6000નો ફાળો- તેને ખરીદવાના 22 મુદ્દાઓ છે (બેન્કો).
  • મ્યુચ્યુઅલ ફંડની શેર સાથે જોડાયેલી બચત યોજનામાં (ઈએલએસએસ (ELSS)) રોકાણ
  • રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણ (કલમ 80ની મર્યાદામાં પાછલા વર્ષોમાં એનએસસી (NSC) પર મળેલા વ્યાજનું ફરીથી રોકાણ ઉમેરી શકાય)
  • બેન્કો દ્વારા પાંચ વર્ષના કર બચત થાપણ પર આપવામાં આવતુ. વ્યાજ પણ કરપાત્ર ગણી શકાય.
  • ઘર માટે વ્યાજે લીધેલા નાણાની ચૂકવણી. ઉપરાંત અન્ય નોંઘણી ફી અથવા તો સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય.
  • સંતાનો માટે શાળા, કૉલેજ, યુનિવર્સિટી અથવા તેની સમકક્ષ સંસ્થાઓમાં ફીની ચૂકવણી. (માત્ર બે સંતાનો માટે જ) અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓના ટ્યુશન માટે ભરેલી ફી.
  • પોસ્ટ ઓફિસમાં રોકાણ

રોકાણ કોઈ પણ માધ્યમથી હોય જરૂરી નથી કે કરપાત્ર આવકમાંથી જ હોય.

કલમ 80CCF: ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સમાં રોકાણ[ફેરફાર કરો]

1 એપ્રિલ 2010થી વધુમાં વધુ 20,000 રૂપિયા સુધીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સમાં રોકાણ ધારા 80સીસીએફ હેઠળ બાદ કરેલી રકમ છે. આ 1,00,000 ઉપર મળતી છૂટને બાદ કરતા ધારા 80(સી) હેઠળ વધારાની રકમ છે.

કલમ 80ડી: મેડિકલ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ્સ[ફેરફાર કરો]

સ્વાસ્થ્ય વીમા સામાન્ય રીતે મેડિક્લેઈમ પોલિસી તરીકે ઓળખાય છે, જેમાં રૂ. 35,000.00 સુધીની રકમ બાદ મળે છે (રૂ. 15,000.00 પોતાના વીમાના પ્રિમિયમની ચૂકવણી, પત્ની અને બાળકો (વાચો વધારા તરીકે) રૂપિયા 15,000.00 વરિષ્ઠ નાગરિક નહી હોય તેવા આશ્રિત માતાપિતા માટે પ્રિમિયમની ચૂકવણી, અથવા રૂપિયા 20,000.00 વરિષ્ઠ આશ્રિત માતાપિતા માટે પ્રિમિયની ચૂકવણી). આ બાદ થયેલી રકમ 1,00,000 રૂપિયાને બાદ કરતા આઈટીના કાલમ 80સી હેઠળ વધારાની છે. વરિષ્ઠ નાગરિકની ઉંમરને ચાલુ નાણાકિય વર્ષમાં 65 વર્ષ પુરા થયા હોય અને ફરજના ભાગરૂપે આવતા હોય તેને આધાર ગણવામાં આવે છે. જેમ કે નાણાકિય વર્ષ 2010-11, આધારિતની ઉમંર માર્ચ 31,2011 પહેલા 65 વર્ષ પૂરા હોવા જોઈએ.) આ બાદ કરાયેલી રકમ માલિક દ્વારા તેની કંપનીને ચૂકવાયેલા ચેકને પણ લાગુ પડે છે.

મકાન લોન પર વ્યાજની કલમ[ફેરફાર કરો]

પોતાની માલિકીની મિલકત માટે હાઉસિંગ લોનના વ્યાજ તરીકે રૂપિયા 150,000 પ્રતિ વર્ષ કરમાં છૂટ મળે છે.(80સી હેઠળ રૂપિયા 1,00,000 પ્રતિ વર્ષ બાદ કરતા) જોકે આ માત્ર એવા રહેણાક બાંધકામો પર લાગુ પડે છે જેના પર લોન લીધા બાદ છેલ્લા ત્રણ નાણાકિય વર્ષ દરમ્યાન બંધાયેલા હોય અને જો લોન એપ્રિલ 1,1999 પછી લીધેલી હોય તો જ.

જો રોજગારીના કારણે ઘર પર માલિકી કબ્જો ના હોય તો ઘર જાતે માલિકી ધરાવતુ ગણાશે.

બહારની મિલકતો માટે, સંપુર્ણ વ્યાજની ચૂકવણીની રકમ આવકવેરા અધિનિયમની કલમ 24 હેઠળ છૂટપાત્ર છે. જોકે આવી મિલકતોથી મળતુ ભાડું એ આવક તરીકે દર્શાવવુ પડે છે. 30% ભાડું અને કોર્પોરેશનને ચૂકવાયેલા કરની રકમને કરપાત્ર રકમમાંથી બાદ કરવામાં આવે છે.

સંપુર્ણ મિલકતના નુકસાનને પગારની આવકના સાપેક્ષમાં જાતે જ સમાવી લેવામાં આવે છે. જેથી વધારાનું ટીડીએસ (T.D.S.)ના વળતરના દાવાની ગણતરીની જરૂરિયાત રહેતી નથી.[૫]

કપાતનો ઉપયોગ[ફેરફાર કરો]

ઉપર દર્શાવેલ કલમની મદદથી જો વ્યક્તિ કરના દાયરામાં ન આવતો હોય તો તે કર તરીકે પૈસાની ચૂકવણી કરતા બચી શકે છે, જ્યારે કોઈ તેને રોકાણ પર વળતરની તક તરીકે જૂએ છે. જોકે કોઈ વ્યક્તિ કરની ચૂકવણી કરતો ન હોય તો પણ તે આવકવેરો ભરી શકે છે.

ઈએલએસએસ (ELSS) (શેર આધારિક રોકાણ યોજના) અને એનપીએસ( રાષ્ટ્રીય પેંશન યોજના) સિવાય અન્ય યોજનાઓ કે જે 80સી હેઠળ આવે છે તે જોખમ રહીત નિશ્ચિત વળતરવાળા રોકાણની દરખાસ્ત કરે છે.

વેરાના દરો[ફેરફાર કરો]

ભારતમાં વ્યક્તિગત આવક વેરો એ ત્રણ સ્તરીય પ્રગતિવેરો છે.

અદાજે 10 ટકા વસ્તી સરેરાશ લધુતમ કરપાત્ર આવકના દ્વારા પર છે.[૬][૭]

૧ એપ્રિલ, ૨૦૧૩ના રોજ થી કરવેરાના નવા સ્તરો લાગુ છે, જે નીચે પ્રમાણે છે:

  • પ્રતિ વર્ષ ૨,00,૦૦૦ની આવક સુધી આવક વેરો લાગુ નથી.

(આ મર્યાદા રૂ. ૬૫ વર્ષ અને તેથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે ૨,૫૦,૦૦૦ તેમજ ભારતના નાગરિકો માટે ફરજિયાત છે.)

  • ૧,૮0,૦૦૧ થી ૫,૦૦,૦૦૦ : નાણાથી વધુ પર ૧૦%.

૧,૮0,૦૦૦ (મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા પ્રમાણમાં નીચે છે.)

  • ૫,૦૦,૦૦૧ થી ૮,૦૦,૦૦૦ સુધી: રકમથી વધુ પર ૨૦% ટકા. ૫,૦૦,૦૦૦ + ૩૪,૦૦૦ (મહિલાઓ માટે રૂ. ૩૧,૦૦૦ અને રૂ. ૨૬,૦૦૦ વરિષ્ઠ નાગરિકો માટે)
  • ૮,૦૦,૦૦૦થી ઉપર : રકમથી વધુ માટે ૩૦%. ૮,૦૦,૦૦૦ + ૯૪,૦૦૦ ( મહિલાઓ માટે રૂ. ૯૧,૦૦૦ અને રૂ. ૮૬,૦૦૦ વરિષ્ઠ નાગરિકો માટે)

સરચાર્જ (વધારાનો કર)[ફેરફાર કરો]

નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦થી વ્યક્તિગત આવકવેરામાંથી સરચાર્જ નાબુદ કરવામાં આવ્યો હતો.

કરપાત્ર રકમ માટે જો રૂ. 10 લાખથી (રૂ. 1 મિલિયન) વધુની આવક (બધી જ કપાતને ધ્યાનમાં રાખીને) હોય તો 7.5% નો સરચાર્જ (કર ઉપરનો કર) લાગે છે. 1 જૂન 2007થી આ મર્યાદા 10 લાખથી વધારીને રૂ, 1 કરોડ (રૂ. 10 મિલિયન) કરવામાં આવી છે.

ભારતમાં તમામ કરવેરામાં શિક્ષણ ઉપકર પણ લાગુ થયેલ છે, જે કુલ કરપાત્ર રકમના 3% છે.

મૂલ્યાંકન 2009-2010ની અસરથી કુલ કરપાત્ર રકમ પર 1% માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શિક્ષણ ઉપકર લાગે છે. આબકારી જકાત અન સેવા કર પર મુખ્ય શિક્ષણ ઉપકર લાગુ છે.

2010-11ના આવક વેરા વર્ષથી શિક્ષણનો ઉપકર 3% રહેશે જ્યારે સરચાર્જ લાગુ નહી પડે.

બીન-વ્યક્તિગત માટેના કરવેરા દરો[ફેરફાર કરો]

કેટલીક ખાસ પ્રકારની કંપનીઓ કોર્પોરેટ્સ, સ્થાનિક સત્તામંડળો અને સહકારી જૂથો માટે ખાસ પ્રકારના દરો લાગુ પડે છે.[૮]

વેતનભોગી કરદાતાઓ માટે વળતરની સ્થિતિ[ફેરફાર કરો]

આવકવેરા વિભાગ દ્વારા તેમની વેબસાઇટ પર વેતનભોગી કરદાતાઓની યાદી મુકવામાં આવી છે, જે સાચા સરનામાઓના અભાવે સંબધીત વ્યક્તિઓને મોકલી શકાઈ નથી. (વળતર તપાસવા માટેની લિંક સંગ્રહિત ૨૦૧૧-૦૩-૧૦ ના રોજ વેબેક મશિન)

જે વેતનભોગી કરદાતાઓએ મૂલ્યાંકન વર્ષ 2003-04થી 2006-07 માટેનું વળતર ન મેળવ્યું હોય, તેઓ નીચે આપેલી લિંક પર ક્લીક કરીને પાન નંબરનો ઉપયોગ કરીને માહિતી મેળવી શકે છે, કે મૂલ્યાંકન વર્ષમાં કોઈ કારણસર તેમને વળતર મેળવવાનું બાકી છે કે કેમ. [૯]

કોર્પોરેટ આવકવેરો[ફેરફાર કરો]

કંપનીઓ માટે આવક વેરોના દરોમાં ભારતીય કંપનીઓ માટે લાગુ પડતા દરોમાં કંપનીઓએ રૂ. 1 કરોડથી વધુના કુલ વેપાર પર 30% વેરો સાથે જ 7.5% સરચાર્જ ભરવાનો રહે છે. વિદેશી કંપનીઓ માટે આ દર 40% છે.[૧૦] શિક્ષણ ઉપકર 3% (વેરા અને સરચાર્જ બંને) છે, પ્રાદેશિક કંપનીઓ માટે ઉત્પાદન અસરકર્તા વેરાનો દર 33.2175% અને વિદેશી કંપનીઓ માટે 41.2%નો દર છે.

[૧૧] 2005થી 06 થી કંપનીઓના રિટર્નનું ફાઇલીંગ ફરજિયાત છે.[૧૨]

કરવેરા પર દંડ[ફેરફાર કરો]

જો મૂલ્યાંકન અધિકારી અથવા કમિશનર અથવા આ કાયદા અંતર્ગત પ્રક્રિયા કરનાર કમિશનર કોઈ પણ કારણસર સંતુ્ષ્ટ હોય કે, કોઈ પણ વ્યક્તિ-

(b) નિયમ પ્રમાણેના પાલનમાં નિષ્ફળ જાય તો કલમ 142ની ઉપ-કલમ (1) અથવા કલમ 143 ની કલમ (2) અંતર્ગત નોટિસ જાહેર થાય છે, અથવા તો નિયમપાલનમાં નિષ્ફળ રહે તો કલમ 142ની ધારા (2A) અંતર્ગત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે, અથવા (c) તેની આવક છુપાવે અથવા તો આવી આવક વિશેની ખોટી માહિતી આપે તો,

તે જે તે વ્યક્તિને દંડ ભરવા માટે કહી શકે છે,- (ii) કલમ બી(b) સંદર્ભેના કેસમાં, પ્રત્યેક રૂપિયા દસહજાર રૂપિયાની નિષ્ફળતા પર તેના દ્વારા અન્ય કોઈ પણ કર ભરવાપાત્ર છે;

(iii) અન્ય કિસ્સાઓમાં કલમ સી (c)ને સંદર્ભીને, વધુમાં તેના દ્વારા કોઈ પણ ટેક્સ ભરવાપાત્ર છે, આ સરવાળો તેનાથી ઓછો ન હોવો જોઈએ, પરંતુ તે ત્રણ વારથી વધુ નહી હોય. તેની આવકનો અમુક ભાગ ગુપ્ત રાખવાના હેતુથી અથવા આવી આવકના અમુક ખોટા ભાગને સારી રીતે દર્શાવવા માટે કરની રાશીમાંથી છટકી શકાય તેવી હોય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ભારતમાં સેવા વેરો
  • કેન્દ્રીય આબકારી જકાત (ભારત)

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "પ્રાદેશિક સ્તર માટેનું Determination of Residential Status". મૂળ માંથી 2010-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
  2. ભારતીય કરવેરા પ્રણાલી સંદર્ભેનો એક અભ્યાસ - ભાગ I અને II - સુનિલ થાકેર
  3. કરપાત્ર આવકના માથાળા
  4. "ધંધાકીય આવક". મૂળ માંથી 2008-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-03-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
  6. "2010-11 માટે આવકવેરાના દરોમાં ફેરફાર". મૂળ માંથી 2011-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
  7. "નાણાકીય કાયદો 2010 અમલમાં આવ્યો". મૂળ માંથી 2011-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
  8. "મૂલ્યાંકન વર્ષ 2008-09 માટે કરવેરાના દરો". મૂળ માંથી 2010-02-23 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-30.
  9. NSDL Refund Status Check
  10. આવકવેરા કાયદો, વિદેશી કંપનીઓ માટે કરવેરાના દરો
  11. નાણાકીય કાયદો 2010
  12. સરચાર્જમાં સુધારો કરીને 10% થી 7.5% w.e.f પ્રતિવર્ષ 2010-11.કોર્પોરેટ ટેક્સપ્લેયર મસ્ટ ફાઇલ ઇલેક્ટ્રોનિકલી, પોઇન્ટ 4 ઓફ આઇટી સેલ્યુલર. સંગ્રહિત ૨૦૦૭-૦૧-૦૪ ના રોજ વેબેક મશિન

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]