લખાણ પર જાઓ

ભારતીય ઓલિમ્પિક સંઘ

વિકિપીડિયામાંથી

ઢાંચો:Infobox National Olympic Committee

ભારતીય ઓલિમ્પિક સંઘ હિંદી: भारतीय ओलंपिक संघઓલિમ્પિક રમતો અને અન્ય આંતરરાષ્ટ્રીય રમતો ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરતાં રમતવીરોની પસંદગી માટેનું અને રમતો દરમ્યાન ભારતીય ટીમોના વ્યવસ્થાપન માટેનું જવાબદાર સંગઠન છે. તે ભારતીય કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન તરીકે પણ કામ કરે છે, જે કોમનવેલ્થ ગેમ્સ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરતાં રમતવીરોની પસંદગી માટે પણ જવાબદાર છે.

ભારતીય ઓલિમ્પિક સંઘની સ્થાપના 1927માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ પ્રમુખ સર દોરાબજી ટાટા હતા. ત્યારથી આ સંગઠન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ તરફથી ભારતના રાષ્ટ્રીય ઓલિમ્પિક સંગઠન તરીકેની અધિકૃત ઓળખ પામ્યું છે[૧]. 1928માં તેમની જગ્યાએ મહારાજા ભૂપિન્દ્ર સિંહની નિમણૂક થઈ, જેઓ 1938 સુધી આ પદ પર રહ્યા.

સૌથી વધુ વસ્તી ધરાવતો વિશ્વનો દ્વિતીય ક્રમના દેશ, ભારતે તેના ઓલિમ્પિકના ઇતિહાસમાં કુલ મળીને માત્ર નવ ગોલ્ડ ચંદ્રકો જીત્યા છે, જેમાંથી માત્ર એક જ પુરુષોની હોકીના ક્ષેત્રમાં જીત્યો છે. 2000 સિડની ગેમ્સ ખાતે, મહિલાઓની વેઈટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો, જે મહિલાઓએ મેળવેલો તેનો સૌ પ્રથમ ચંદ્રક હતો.

આઈ.ઓ.એ.(IOA)ના વર્તમાન પ્રમુખ વિજય કુમાર મલ્હોત્રા છે, જેઓ કલંક લગાડનારા આગાઉના પ્રમુખ કલમાડીના સ્થાને 26 એપ્રિલ 2011ના રોજ બદલી પામ્યા છે. વર્તમાન સમયમાં આઈ.ઓ.એ.(IOA)ના સેક્રેટરી જનરલ અને ખજાનચી ક્રમશઃ રાજા રણધીર સિંહ (રાજા ભાલિન્દ્ર સિંહના પુત્ર) અને શ્રીમાન અશોક કુમાર મટ્ટુ છે.

2020 સમર ઓલિમ્પિક આમંત્રણ[ફેરફાર કરો]

ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યું કે "દિલ્હી 2020 ઓલિમ્પિકના યજમાન પદ માટે ઇચ્છા જાહેર કરશે."[૧] આઈ.ઓ.એ. (IOA ) 2016ની રમતો માટે આમંત્રણ આપશે એવો નિર્ણય કર્યો હતો પણ 2014 એશિયન ગેમ્સના યજમાન પદ માટેનો પ્રયત્ન નિષ્ફળ જતાં, તે હવે 2020ની રમતો માટે આમંત્રણ આપશે, આ બાબતને અધિકારીઓએ પુષ્ટિ આપી હતી.

આઈ.ઓ.એ.(IOA)ના ભૂતપૂર્વ પ્રમુખો[ફેરફાર કરો]

  1. સર દોરાબજી ટાટા 1927-1928
  2. મહારાજા ભૂપિન્દ્ર સિંહ 1928-1938.
  3. મહારાજા યાદવિન્દ્ર સિંહ 1938-1960. (મહારાજ ભૂપિન્દ્ર સિંહના મોટા પુત્ર)
  4. રાજા ભાલિન્દ્ર સિંહ 1960-1975. {પ્રથમ સત્ર} (મહારાજા ભૂપિન્દ્ર સિંહના નાના પુત્ર)
  5. એર ચીફ માર્શલ ઓમ પ્રકાશ મહેરા 1976-1980.
  6. રાજા ભાલિન્દ્ર સિંહ 1980-1984. (દ્વિતીય સત્ર)
  7. વિદ્યા ચરણ શુક્લ 1984-1987.
  8. ડૉ. શિવાંતી અદિથાન, 1987-1996.
  9. સુરેશ કલમાડી, 1996–2011.

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ભારતની પેરાલિમ્પિક કમિટી

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]