ભારતીય જીવનવીમા નિગમ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ભારતીય જીવનવીમા નિગમભારત સરકારની માલિકીની જીવનવીમા કંપની છે.

ભારતીય જીવનવીમા નિગમની સ્થાપના ભારત સરકાર દ્વારા ઈ. સ. ૧૯૫૬ના વર્ષમાં કરવામાં આવી હતી, તે માટે ભારત દેશની સંસદમાં એક ખરડો પસાર કરી અને એલ.આઈ.સી. એક્ટની રચના કરવામાં આવી હતી.

આજે ઈ. સ. ૨૦૦૯ સુધીમાં એલ.આઈ.સી. એ ઘણાં સીમા ચિન્હો સ્થાપ્યાં છે.

૧. ભારતની અને વિશ્વની નં.૧ વીમા કંપની કે જેનાં વીમા ૨૬ કરોડથી પણ વધુ વીમા ધારકો છે.

૨. સતત ૫૩ વર્ષોથી ભારત સરકારની ગેરંટી ધરાવતી હોય તેવી એક માત્ર વીમા કંપની.

૩. ગ્રાહકને પૈસા પરત આપવાની બાબતમાં વિશ્વની નં. ૧ વીમા કંપની કે જેનાં બાકી દાવાઓ માત્ર "૦.૩૨ %" છે.

૪. ભારત દેશની એકમાત્ર વીમા કંપની કે જેનો નફો રુપિયા ૧૬,૦૦૦ કરોડ છે.

૫. ભારત દેશની એકમાત્ર વીમા કંપની કે જેને સતત ૬ વર્ષો થી "નં.૧ - અત્યંત વિશ્વસનીય સેવા સંસ્થા" નો પુરસ્કાર મળે છે.

૬. ભારત દેશમાં આજે પણ જીવન વીમો = એલ.આઈ.સી. છે.