લખાણ પર જાઓ

ભારતીય જ્યોતિષવિદ્યા

વિકિપીડિયામાંથી

ભારતીય જ્યોતિષવિદ્યા એ ભારતમાં પ્રચલીત ભવિષ્યકથનની પદ્ધતિ છે. ભારતીય જ્યોતિષવિદ્યામાં વ્યક્તિના જન્મ સમય અને સ્થળના આધારે વિવિધ પ્રકારની ગણતરીઓ કરીને વ્યક્તિની એક કરતા વધુ પ્રકારની કુંડળી બનાવવામાં આવે છે અને એ પછી એ કુંડળીઓનું વિષ્લેષણ કરીને ફળાદેશ કાઢવામાં આવે છે. ભારતીય જ્યોતિષવિદ્યાનો પાયામાં આકાશમાં સતત ગતિમાન રહેતા સુર્ય, ચંદ્ર અને બીજા અન્ય પૃથ્વીની નજીક આવેલા આકાશીય પદાર્થોની ગતિ માનવો માટે ભુતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની અગત્યની કડીઓ સુચવે છે એ સિધ્ધાંત રહેલો છે. આકાશીય પદાર્થોની ગતિવિધિ એક માનવીના જીવનને કેવી અને કેટલી અસર કરે છે એ વિષે ઘણા મત-મતાંતર છે.

મુળભુત વિભાવના[ફેરફાર કરો]

ગ્રહ[ફેરફાર કરો]

"ગ્રહ" અને "તારો" શબ્દ ભારતીય જ્યોતિષવિદ્યાના સંદર્ભમાં પ્રચલીત વિજ્ઞાન કરતા જરા જુદા અર્થમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો સુર્ય (પ્રચલીત વિજ્ઞાન મુજબ એક તારો) અને ચંદ્ર ((પ્રચલીત વિજ્ઞાન મુજબ પૃથ્વીનો ઉપગ્રહ) એ બન્ને ને ભારતીય જ્યોતિષવિદ્યા "ગ્રહ" તરીકે સંબોધે છે. જેને લીધે એને ગેરમાર્ગે દોરનારુ ગણવામાં આવે છે પણ એ શબ્દ મનુષ્યજીવનને અસરકરતા પરિબળોના એક સર્વનામ તરીકેના અર્થમાં અભિપ્રેત છે એ વાત જ્યોતિષને વિજ્ઞાનનો દરજ્જો ન આપવા માટેની દલીલ વખતે ભુલાઇ જવાય છે. આપણી નજીક રહેલા આકાશીય પદાર્થોના ગુરુત્વાઅકર્ષણની અસર માનવજીવન પર દુર રહેલા આકાશીય પદાર્થો કરતા વધારે થાય છે એ સિદ્ધાંત મુજબ સરળતા ખાતર આવા પૃથ્વી નજીકના આકાશીય પદાર્થોને સરળતા ખાતર એક નામે સંબોધવામાં આવ્યા છે.

આમ, ભારતીય જ્યોતિષવિદ્યામાં સુર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર અને શની એમ સાત ગ્રહો ને ગણતરીમાં લેવામાં આવે છે. આ ઉપરાંત, "રાહુ" અને "કેતુ" નામના બે "છાયા ગ્રહ" ને પણ ગણતરીમાં લેવામાં આવે છે જે આકાશીય પદાર્થ નથી પણ ગાણીતિક બિંદુઓ છે. આમ આ બન્ને મળીને નવ "ગ્રહ" ને ગણતરીમાં લેવામાં આવે છે.

જોકે, બીજા સામાન્ય જનતામાં ઓછા જાણીતા સિધ્ધાંત મુજબ આ નવ ઉપરાંત અગીયાર ગાણીતિક બિંદુઓને પણ કેટલીક ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જેને ભારતીય જ્યોતિષવિદ્યા "ઉપગ્રહ" તરીકે સંબોધે છે.

તદૌપરાંત, અન્ય કેટલાક ગાણીતિક બિંદુઓ વિવિધ "લગ્ન"નાં સંદર્ભમાં ઉપયોગમાં લેવાય છે જેમકે જાતકનાં જન્મસમયે જે તે સ્થળે પુર્વ દીશામાં ક્ષીતીજ પર જે રાશી ઉગી રહી હોય તે ગાણીતિય બિંદુને "જન્મ લગ્ન" કહેવામાં આવે છે. જાતકનાં જન્મસમયે જે તે સ્થળે ચંદ્ર જે રાશીમાં હોય તે ગાણીતિય બિંદુને "ચંદ્ર લગ્ન" કહેવામાં આવે છે.

રાશિ[ફેરફાર કરો]

ભારતીય જ્યોતિષવિદ્યા આકાશના ૩૬૦ ડિગ્રીના વર્તુળ (સંપુણ રાશી ચક્ર) ને બાર ભાગમાં વિભાજિત કરે છે અને એ પ્રત્યેક ૩૦ ડિગ્રીના ભાગને આકાશમાં નરી આંખે જોઇ શકાતા તારાઓ ની આકૃતિ સાથે સાંકળીને એ ભાગને "રાશિ" નામ આપે છે. જે તે સ્થળેથી જોનાર વ્યક્તિને જે તે ગ્રહ જે તે રાશિમાં આવેલ દેખાય છે જેથી આ જે તે ગ્રહ આ જે તે રાશિમાં છે એમ કહેવાય છે. ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મેષ રાશિથી રાશિ ચક્ર શરુ થાય છે અને મીન રાશિ પર પુર્ણ થાય્ છે. આ રાશિઓના નામ નીચે પ્રમાણે છે.

ક્રમ રાશિનું નામ
મેષ
વૃષભ
મિથુન
કર્ક
સિંહ
કન્યા
તુલા
વૃષ્ચિક
ધનુ
૧૦ મકર
૧૧ કુંભ
૧૨ મીન

નક્ષત્ર[ફેરફાર કરો]

ભારતીય જ્યોતિષવિદ્યા આકાશના ૩૬૦ ડિગ્રીના વર્તુળ (સંપુણ રાશી ચક્ર) ને ૨૭ ભાગમાં વિભાજીત કરવામાં આવે છે અને તેને નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રત્યેક નક્ષત્ર ૧૩ ડિગ્રી અને ૨૦ સેં. ના માપનું બને છે. ઉપરાંત પ્રત્યેક નક્ષત્ર ચાર ભાગમાં વહેચવામાં આવે છે જેને "પાદ" અથવા "ચરણ" કહે છે. તેમના નામ નીચે પ્રમાણે છે.

 1. અશ્વીની
 2. ભરણી
 3. કૃતીકા
 4. રોહીણી
 5. મૃગશીર્ષ
 6. આદ્રા
 7. પુનર્વસુ
 8. પુષ્ય
 9. આશ્લેષા
 10. મઘા
 11. પુર્વ ફાલ્ગુની
 12. ઉત્તર ફાલ્ગુની
 13. હસ્ત
 14. ચિત્રા
 15. સ્વાતિ
 16. વિશાખા
 17. અનુરાધા
 18. જ્યેષ્ઠા
 19. મુળ
 20. પુર્વાષાઢા
 21. ઉત્તરાષાઢા
 22. શ્રવણ
 23. ધનીષ્ટા
 24. શતભીશક
 25. પુર્વ ભદ્રા
 26. ઉત્તર ભદ્રા
 27. રેવતી

કુંડળી[ફેરફાર કરો]

ભારતીય જ્યોતિષવિદ્યા પ્રમાણે કુંડળી દોરવાની ત્રણ પ્રચલીત પદ્ધતીઓ છે.

 1. દક્ષીણભારતીય પદ્ધતી
 2. ઉત્તર-પશ્ચિમ ભારતીય પદ્ધતી
 3. પુર્વ ભારતીય પદ્ધતી

આ ત્રણે પદ્ધતીમાં ની પહેલી અને ત્રિજી પદ્ધતી રાશી આધારીત છે જ્યારે બીજી પદ્ધતી ભાવ આધારીત છે. રાશી આધારીત પદ્ધતી પ્રમાણે કુંડળી દોરતી વખતે પ્રત્યેક રાશીને એક ચોક્કસ જગ્યાએ જ મુકવામાં આવે છે જેને લીધે મેષ રાષી હંમેશા પ્રથમ ખાનામાં જ મુકવામાં આવે છે, અને એ પછી અનુક્રમે બાકીની રાશીઓ મુકવામાં આવે છે. ભાવ આધારીત પદ્ધતીમાં ભાવને પ્રથમ ખાનામાં મુકવામાં આવે છે અને ત્યાં "જન્મ લગ્ન" જે રાશીનું હોય તે રાશી અને "લ" સંકેત મુકવામાં આવે છે.

પ્રશ્નકુંડળી[ફેરફાર કરો]

પંચાંગ[ફેરફાર કરો]

ભારતીય જ્યોતિષવિદ્યામાં પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે. તિથિ,વાર,નક્ષત્ર,યોગ,કરણ એ પંચાંગના મુખ્ય અંગો છે.

તિથિ[ફેરફાર કરો]

તિથિ એ ચંદ્ર દિવસ છે જેની ગણના ચંદ્રની કળા સાથે કરવામાં આવે છે. મહિનામાં ૩૦ દિવસો હોય છે. મહિનાની પ્રથમ તિથિ એકમ તરીકે ઓળખાય છે. પૂર્ણીમાસાંત મુજબ પૂર્ણીમાં અને અમાવાસ્યાંત મુજબ અમાસના દિવસે મહિનાનો અંતિમ દિવસ ગણવામાં આવે છે. કુલ તિથિ ૧૫ છે. એકમથી ચૌદશને ક્રુષ્ણ અને શુક્લ એમ્ અબે પક્ષોમાં વિભાજિત કરવામાં આવે છે. છૌદશ પછી એક્ વખત અમાસ અને એક્ વખત પૂર્ણિમા આવે છે. આ તિથિની ગણતરી સૂક્ષ્મ નિરીયન પદ્ધતિથી કરવામાં આવે છે.

વર્ષ અને મહિના[ફેરફાર કરો]

ૠતુઓ[ફેરફાર કરો]

વાર[ફેરફાર કરો]

ચોઘડિયાં[ફેરફાર કરો]

મુહૂર્ત[ફેરફાર કરો]

પનોતી[ફેરફાર કરો]

હસ્ત જ્યોતિષ[ફેરફાર કરો]

જ્યોતિષ અને વિધિવિધાન[ફેરફાર કરો]