ભારત કોકિંગ કોલ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભારત કોકિંગ કોલ લિમિટેડ
પ્રકારજાહેર ક્ષેત્રનું ઉપક્રમ
સરકારી માલિકીની
ઉદ્યોગકોલસો
સ્થાપના૧૯૭૨
સેવા ક્ષેત્રઝારખંડ, પશ્ચિમ બંગાળ
ઉત્પાદનોકોલસો
મુખ્ય મથકધનબાદ, ભારત
હાલની મુખ્ય વ્યક્તિઓએ. કે. સિંહ, સીએમડી

ભારત કોકિંગ કોલ લિમિટેડ (બીસીસીએલ) એ કોલ ઇન્ડિયાના પેટાકંપની છે, જેનું મુખ્ય મથક ભારતના ધનબાદમાં આવેલું છે.[૧] તેની સ્થાપના જાન્યુઆરી, ૧૯૭૨માં ઝારિયા અને રાણીગંજ કોલસાનાં ક્ષેત્રોમાં કોકિંગ કોલસાની ખાણો (કોલસાના ખાણોની સંખ્યા ૨૧૪) ચલાવવા માટે કરવામાં આવી હતી અને ૧૬ ઑક્ટોબર ૧૯૭૨ ના રોજ ભારત સરકાર દ્વારા તેને હસ્તગત કરવામાં આવી હતી.

એપ્રિલ ૨૦૧૦ સુધી આ કંપની કોલસાની ૮૧ ખાણો ચલાવતી હતી જેમાં ભૂગર્ભની ૪૦ , ૧૮ બાહ્ય અને ૨૩ મિશ્ર ખાણોનો સમાવેશ થાય છે. આ કંપની  કોકિંગ કોલસાના ધોવાના ૬ એકમો, નોન-કોકિંગ કોલસાના ધોવાના ૨ એકમો, એક કેપ્ટિવ પાવર પ્લાન્ટ (૨૦ મેગાવોટ) અને આડપેદાશ કોક પ્લાન્ટના ૫ એકમો પણ ચલાવે છે. આ ખાણોને વહીવટ હેતુ માટે ૧૨ ક્ષેત્રોમાં વહેંચવામાં આવી છે.

ભારતમાં બીસીસીએલ પ્રાથમિક કોકિંગ કોલસા (કાચુ અને ધોવાયેલ) નું મુખ્ય ઉત્પાદક છે. મોહુડા અને બરાકર ક્ષેત્રોની ખાણોમાં મધ્યમ કોકિંગ કોલસાનું ઉત્પાદન થાય છે. તેમજ હાર્ડ કોકનું ઉત્પાદન ઉપરાંત, બીસીસીએલ ધોવાના એકમો, રેતી ભેગી કરવાના એકમો, રેતીના પરિવહન માટે હવાઈ રોપ-વે તંત્ર અને મૂનિધિમાં કોલસા બેડ મિથેન આધારિત વીજળી સંયંત્રનું પણ સંચાલન કરે છે.

વર્તમાન પરિસ્થિતિ[ફેરફાર કરો]

વર્ષ ૨૦૧૬-૧૭માં ભારત કોકિંગ કોલ લિમિટેડનું વાર્ષિક કોલ ઉત્પાદન આશરે ૩૭.૦૪ મિલિયન ટન હતું, અને ટર્નઓવરINR ૧૧,૫૦૫ કરોડ (યુ.એસ. $ ૧.૭ બિલિયન) હતું. તા. ૦૧.૧૦.૨૦૧૭ ના રોજ તેના કર્મચારીઓની સંખ્યા ૪૯,૯૦૧ હતી.

વહીવટી ક્ષેત્રો[ફેરફાર કરો]

બીસીસીએલમાં ૧૨ ક્ષેત્રો છે:

વહીવટી ક્ષેત્ર નામ
ક્ષેત્ર

ક્રમાંક ૧

બરોરા ક્ષેત્ર
ક્ષેત્ર

ક્રમાંક ૨

બ્લોક II ક્ષેત્ર
ક્ષેત્ર

ક્રમાંક ૩

ગોવિંદપુર ક્ષેત્ર
ક્ષેત્ર

ક્રમાંક ૪

કત્રાસ ક્ષેત્ર
ક્ષેત્ર

ક્રમાંક ૫

સિજુઆ ક્ષેત્ર
ક્ષેત્ર

ક્રમાંક ૬

કુસુંદા ક્ષેત્ર
ક્ષેત્ર

ક્રમાંક ૭

પુતકિ બલિહારી ક્ષેત્ર
ક્ષેત્ર

ક્રમાંક ૮

બાસ્તકોલા ક્ષેત્ર
ક્ષેત્ર

ક્રમાંક ૯

લોડ્ના ક્ષેત્ર
ક્ષેત્ર

ક્રમાંક ૧૦

પૂર્વીય

ઝારિયા ક્ષેત્ર

ક્ષેત્ર

ક્રમાંક ૧૧

ચંચ

વિક્ટોરિયા ક્ષેત્ર

ક્ષેત્ર

ક્રમાંક ૧૨

પશ્ચિમી

ઝારિયા ક્ષેત્ર

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ભારતમાં કોલસાનું ખાણકામ
  • કોલ ઇન્ડિયા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Anindita Ghose (22 June 2012). "The dark ages". Livemint. Retrieved 3 July 2012. More than one of |work= and |newspaper= specified (મદદ); Check date values in: |access-date=, |date= (મદદ)More than one of |work= and |newspaper= specified (help); Check date values in: 22 June 2012 (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]