ભારત જન વિજ્ઞાન જાથા

વિકિપીડિયામાંથી

ભારત જન વિજ્ઞાન જાથા એક બિન સરકારી સંસ્થા છે, જે ભારતના વિવિધ રાજ્યોમાં અંધશ્રદ્ધા વિરોધી ચળવળ ચલાવે છે.[૧][૨]

સ્થાપક[ફેરફાર કરો]

ગુજરાતમાં સંસ્થાની શાખાના સ્થાપક જયંત પંડ્યા છે. તેઓ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકેના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સંસ્થાનું મુખ્ય કાર્યાલય અમદાવાદ ખાતે આવેલું છે.

ઉદ્દેશ અને કાર્યો[ફેરફાર કરો]

આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, ગેરમાર્ગે દોરે એવી માન્યતાઓ વિશે લોકોને માહિતગાર કરવા અને વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો છે. સમાજના ભોળા અને અજ્ઞાની લોકોને ગેરમાર્ગે દોરીને અંધશ્રદ્ધા ફેલાવતા પાખંડી લોકોને ખુલ્લા પાડવા માટેના ઉદ્દેશ સાથે આ સંસ્થા કાર્યરત છે.

શાખાઓ[ફેરફાર કરો]

સન્માન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Jan Vigyan Jatha: A show to demystify science is on the road". India Today (અંગ્રેજીમાં). ૧૫ નવેમ્બર ૧૯૮૭. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૮.
  2. "Jayant Pandya of Bharat Jan Vigyan Jatha booked under IPC 306". DeshGujarat (અંગ્રેજીમાં). ૧૭ માર્ચ ૨૦૧૫. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૮.