ભારત ભવન, ભોપાલ

વિકિપીડિયામાંથી

ભારત ભવન, ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલું એક વિવિધ પ્રકારની કલાઓનું સંગ્રહાલય છે. આ ભવનમાં આર્ટ્સ ગેલરી, લલિત કલા સંગ્રહ, ઇનડોર/આઉટડોર ઓડીટોરિયમ, રિહર્સલ રૂમ, ભારતીય કવિતાઓનું પુસ્તકાલય વગેરે ઘણું બધું સામેલ છે. આ સ્થળ રાજ્યની રાજધાનીના શહેર ભોપાલના બડે તાલાબ નામના સ્થળની નજીકમાં આવેલું છે. આ ભવનના સૂત્રધાર ચાર્લ્સ કોર્રા [૧]નું કહેવું એમ છે કે- "આ કલા કેન્દ્ર એક ખુબજ સુંદર સ્થાન પર સ્થિત છે, પાણી પર ઝુકેલા એવા એક ટેકરા કે જ્યાંથી તળાવ (બડે તાલાબ) અને ઐતિહાસિક શહેરનો સુંદર દેખાવ જોઈ શકાય છે."

ભારત ભવન

ઇતિહાસ[ફેરફાર કરો]

ભારત ભવન ભારત દેશના સૌથી અનોખા રાષ્‍ટ્રીય સંસ્‍થાનો પૈકીનું એક છે. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં જેની સ્‍થાપના કરવામાં આવી હતી એવા આ ભવનમાં અનેક રચનાત્‍મક કલાઓનું પ્રદર્શન કરવામાં આવે છે. શામલા પહાડીઓ પર આવેલા આ ભવનનું વાસ્તુશિલ્પ, પ્રસિદ્ધ વાસ્‍તુકાર ચાર્લ્સ કોર્રાએ તૈયાર કર્યું હતું. ભારત દેશના વિભિન્‍ન ભાગોની પારંપરિક શાસ્‍ત્રીય કલાઓના સંરક્ષણનું આ મુખ્ય કેન્‍દ્ર છે. ભારત ભવનમાં એક મ્‍યુઝિયમ ઑફ આર્ટ, એક આર્ટ ગૈલરી, લલિત કલાઓની કાર્યશાળા, ભારતીય કાવ્‍યનું પુસ્‍તકાલય આદિ વિભાગો સામેલ છે. આ વિભાગોને અનેક નામો જેમ કે રૂપાંકર, રંગમંડલ, વગર્થ તથા અન્‍હદ નામો વડે ઓળખવામાં આવે છે.

વિભિન્ન એકમો (વિભાગો)[ફેરફાર કરો]

  • રૂપંદર (લલિત કલા સંગ્રહાલય)
  • રંગમહલ (પ્રદર્શનોની સૂચી)
  • વાગર્થ (ભારતીય કવિતાઓનું કેન્દ્ર )
  • અનહદ (શાસ્ત્રીય અને લોક સંગીતનું કેન્દ્ર)
  • આશ્રમ (અતિથિ કલાકારો માટે નિવાસ)

મુલાકાત[ફેરફાર કરો]

સોમવારના દિવસ સિવાયના દિવસોમાં દરરોજ પ્રતિદિન બપોરના ૨ વાગ્યાથી રાત્રીના ૮ વાગ્યા સુધી આ ભવન મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આકિર્ટેક્ટ ચાર્લ્સ કોર્રા". મૂળ માંથી 2008-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-28.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]