ભિક્ષુ અખંડાનંદ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભિક્ષુ અખંડાનંદ સસ્તું સાહિત્યના સ્થાપક અને સંવર્ધક હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ઇસ ૧૮૭૪માં બોરસદમાં એક લોહાણા પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ લલ્લુભાઈ હતું. કરિયાણાની દુકાને બેસીને પુસ્તકો વાંચ્યાં ને વહેંચ્યાં. નીતિમય જીવન અને સદાચારને લગતા અનેક ગ્રંથો તેમણે સસ્તું સાહિત્ય થકી ગુજરાતનાં ઘરે-ઘરે પહોંચાડયા. એક સાધુ સંતે સસ્તું સાહિત્ય આપવાનો મોટો જ્ઞાનયજ્ઞ કરીને ૩ જાન્યુઆરી ૧૯૪૨માં દેહત્યાગ કર્યો.

આ પણ જુઓ[ફેરફાર કરો]