ભુદરગઢ કિલ્લો

વિકિપીડિયામાંથી
ભુદરગઢ કિલ્લો
भुदरगड किल्ला
સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ
કોલ્હાપૂર જિલ્લો, મહારાષ્ટ્ર
ભુદરગઢ કિલ્લો is located in મહારાષ્ટ્ર
ભુદરગઢ કિલ્લો
ભુદરગઢ કિલ્લો
અક્ષાંશ-રેખાંશ16°24′43″N 74°12′58″E / 16.41194°N 74.21611°E / 16.41194; 74.21611
પ્રકારપહાડી કિલ્લો
ઊંચાઈ૩૨૧૨ ફુટ
સ્થળની માહિતી
આધિપત્ય ભારત ભારત સરકાર
જાહેરજનતા માટે ખૂલ્લુંહા
સ્થિતિવ્યવસ્થિત
સ્થળ ઈતિહાસ
બાંધકામ સામગ્રીપથ્થર

ભુદરગઢ કિલ્લો ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપૂર જિલ્લામાં આવેલ એક પર્વતીય કિલ્લો (પહાડી દુર્ગ) છે.

૩૨૧૨ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતો આ કિલ્લો જિલ્લામથક કોલ્હાપૂર ખાતેથી આશરે ૫૦-૫૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આઠસો મીટર લાંબો અને સાતસો મીટર પહોળો વિસ્તાર ધરાવતો આ કિલ્લો ભૈરવનાથના સ્થાનક માટે જાણીતો છે. કિલ્લા પાસે બે દરવાજા છે. ઘણાં સ્થળોએ દીવાલ તૂટી ગઈ હતી. પરંતુ વર્તમાન સમયમાં કિલ્લાનું સમારકામ કરી કિલ્લેબંધી સંપૂર્ણ કરવામાં આવેલ છે. અહીં દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની દસમના દિવસે મોટી જાત્રા ભરાય છે.

માર્ગ-દર્શન[ફેરફાર કરો]

કોલ્હાપુરથી ગારગોટી અને ગારગોટીથી કિલ્લાની તળેટી સુધી પહોંચવા માટે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસ ઉપલબ્ધ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]