ભૃગુ તળાવ, મનાલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આ ભૃગુ તળાવ હિમાલયના કૂલ્લુ જિલ્લામાં રોહતાંગ ઘાટ નજીક આશરે ૧૪૨૦૦ ફૂટ જેટલી ઊંચાઈ પર સ્થિત છે.

ભૃગુ તળાવ એ એક નાનકડું જળાશય છે, જે  દરિયાઈ સપાટીથી 4,300 metres (14,100 ft) ઊંચાઈ પર તેમ જ  ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લાના મનાલી નજીક આવેલ છે, તેની પૂર્વમાં રોહતાંગ ઘાટ અને નજીકમાં 6 kilometres (3.7 mi) અંતરે ગુલાબા ગામ છે. આ તળાવ પર મનાલી નજીક આવેલા ગુલાબા ગામથી અથવા વશિષ્ઠ મંદિર કે જે તેના ગરમ પાણીના ઝરા માટે પ્રખ્યાત છે, ત્યાંથી પગપાળા આરોહણ (ટ્રેકિંગ) કરી પંહોચી શકાય છે. વાસ્તવમાં ગુલાબા ગામ ખાતે કોઈ જ રહેતું નથી અને ખરેખર એ એક પીર પંજાલ પર્વત શ્રેણીનો વિસ્તાર છે. આ તળાવનું નામ મહર્ષિ ભૃગુના નામ પરથી આપવામાં આવ્યું છે.[૧] [૨] [૩] [૪] [૫]

સ્થાનિક લોકવાયકા મુજબ મહર્ષિ ભૃગુ અહીં તળાવ કિનારે ધ્યાનમાં બેસતા હતા. આથી જ આ જગ્યાને પવિત્ર માનવામાં આવે છે. સ્થાનિક માન્યતા મુજબ આ જ કારણસર આ તળાવનું જળ સંપૂર્ણપણે ક્યારેય જામી જતું નથી.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Bhrigu Lake, Himachal". himachalpradeshtourism.org. Retrieved 4 February 2014.
  2. "BHRIGU LAKE". bhrigulake.com. Retrieved 4 February 2014.
  3. "Bhrigu Lake". tripadvisor.com. Retrieved 4 February 2014.
  4. "Trek To Bhrigu Lake". kullu.net. Retrieved 4 February 2014.
  5. "Bhrigu Lake Trek (4325 m)". geck-co.com. Retrieved 4 February 2014.

આ પણ જૂઓ[ફેરફાર કરો]