ભોંયરીંગણી

વિકિપીડિયામાંથી
ભોંયરીંગણીનો છોડ, પુષ્પ.
ભોંયરીગણીના છોડ પર કાચાં ફળ

ભોંયરીંગણી (સંસ્કૃત: कंटकारी; વૈજ્ઞાનિક નામ: સોલેનમ ઝેન્થોકાર્પમ-Solanum xanthocarpum; અંગ્રેજી: Yellow Berried Night shade) એ એક વનસ્પતિ છે. આ વનસ્પતિનો છોડ જમીન પર ફેલાતો, બહુવર્ષાયુ છોડ હોય છે. આ છોડનાં પાંદડાં લાંબા, કાંટાયુક્ત અને લીલાં રંગના હોય છે; તેનાં પુષ્પો જાંબલી રંગનાં હોય છે. તેનાં ફળ કાચાં લીલા રંગના અને પાકી જાય ત્યારે પીળા રંગના થઇ જાય છે. આ ફળમાં બીજ હોય છે, જે નાંનાં અને ચીકણાં હોય છે. આ છોડ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સુકા સ્થાનો પર જોવા મળતા હોય છે.

આયુર્વેદિક ગુણ કર્મ[ફેરફાર કરો]

ગુણ-- લઘુ, રુક્ષ, તીક્ષ્ણ

રસ-- તિક્ત, કટુ

વિપાક-- કટુ

વીર્ય-- ઊષ્ણ

કફવાત શામક, કાસહર, શોથહર, રક્તશોધક, બીજ શુક્રશોધન, હૃદયરોગનાશક, વાતશામક, રક્તચાપશામક (Lowers the Blood pressure)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]