મંડી
મંડી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના મંડી જિલ્લામાં આવેલું એક નગર છે. મંડી શહેરમાં મંડી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ નગરનો પોતાનો એક અલગ ઇતિહાસ તથા વિશિષ્ટતાઓ છે. જિલ્લાના યાતાયાતનું આ શહેર એક મુખ્ય "કેન્દ્ર" છે. સુંદર-નગર અને જોગિંદરનગર આ જિલ્લામાં ઝડપથી અલગ શહેરના રૂપમાં પોતાની પહેચાન બનાવી રહ્યા છે. જિલ્લાના મોટા ભાગના લોકો મધ્યવર્ગીય અને ભણેલા ગણેલા છે. મંડિયાલી અહીંની મુખ્ય ભાષા છે.
પરિચય
[ફેરફાર કરો]વ્યાસ નદીના કિનારે વસેલા હિમાચલ પ્રદેશનું ઐતિહાસિક નગર મંડી લાંબા સમયથી વ્યવસાયિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે. સમુદ્ર તળથી ૭૬૦ મીટર જેટલી ઊંચાઈ પર સ્થિત આ નગર હિમાચલ પ્રદેશના ઝડપથી વિકસિત થઇ રહેલાં શહેરોમાંથી એક છે. કકેવાય છે કે મહાન સંત માંડવએ અહીં તપસ્યા કરી હતી અને એમની પાસે અલૌકિક શક્તિઓ હતી. આ ઉપરાંત એમને અનેક ગ્રંથોનું જ્ઞાન પણ હતું. એમ પણ માનવામાં આવે છે કે તેઓ કોલ્સરા નામના પત્થર પર બેસીને વ્યાસ નદીના પશ્ચિમી તટ પર તપસ્યા કરતા હતા. આ નગર અહીં આવેલાં ૮૧ પૌરાણીક પથ્થરનાં મંદિરો અને એમાં કરવામાં આવેલી શાનદાર નક્શી માટે ખુબ જ પ્રસિદ્ધ છે. મંદિરોની મોટી સંખ્યાને કારણે આ શહેરને પહાડોના વારાણસી નામથી પણ ઓળખવામાં આવે છે. મંડી નામ સંસ્કૃત શબ્દ મંડોઇ પરથી બનેલો છે, જેનો અર્થ ખુલ્લો વિસ્તાર એવો થાય છે.