મંત્રસંહિતા

વિકિપીડિયામાંથી

વેદ મુલત: એક છે, પરંતુ ભગવાન વેદવ્યાસે વેદને ચાર વેદમાં વહેંચ્યા છે. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદના મંત્રો હવે ગ્રંથસ્થ થયા છે. પ્રાચીનકાળમાં વેદ ગ્રંથસ્થ થતાં નહિ. હજારો વર્ષથી વેદ કર્ણોપકર્ણ પરંપરાથી જ જળવાયા છે.અર્થાત વેદ શ્રુતિપરંપરા થી સચવાયા એટલા માટે જ વેદનું એક નામ શ્રુતિ છે. વેદપાઠ કરવાની આપણી ઘણી પ્રાચીન પરંપરા છે. પ્રત્યેક વેદની અનેક શાખાઓ છે. આ બધી શાખાઓમાંથી ઘણી લુપ્ત થઈ ગઈ છે, અને કેટલીક અદ્યાપિ પર્યત અખંડ સ્વરૂપે ચાલુ રહી છે. વેદમાં મૂળ મંત્રોને સંહિતા કહે છે. પ્રત્યેક વેદને પોતાની સંહિતા, બ્રાહ્મણો, આરણ્યકો તથા ઉપનિષદો હોય છે.