મકાઈના વડાં

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
તેલંગણા પ્રદેશનાં મકાઈના વડાં

મકાઈના વડાં એક ભારતીય વાનગી છે. તે સમગ્ર ભારતમાં જ્યાં મકાઈની ખેતી થતી હોય એવા વિસ્તારોમાં પ્રચલિત છે. આ વાનગી મકાઈના દાણામાંથી બને છે અને તે તળેલી વાનગી હોવાથી તે પચવામાં ભારે હોય છે. આ વડા ગોળ હોય છે.

જરૂરી સામગ્રી[ફેરફાર કરો]

 • એક વાટકી છીણેલા મકાઈ
 • ૨ ચમચી ચણાની દાળ
 • એક ચમચી ચણાનો લોટ
 • એક નંગ કેપ્સીકમ
 • બે નંગ નાના કાંદા
 • બે નંગ લીલા મરચા
 • એક મોટો કટકો આદુ
 • સ્વાદ અનુસાર મીઠું
 • પા ચમચી અધકચરા વાટેલા મરી
 • બે ચમચી ખાંડ
 • બે ચમચી સમારેલી કોથમીર
 • ચપટી ખાવાનો સોડા
 • તળવા માટે તેલ
 • એક ચમચી દહીં

બનાવવાની રીત[ફેરફાર કરો]

 • ૧. ચણાની દાળને ૩ કલાક પાણીમાં પલાળી રાખી પછી વાટી લેવી.
 • ૨. કાંદા, લીલાં મરચાં, સીમલા મરચાં, આદુ, કોથમીર ઝીણાં સમારીને તૈયાર રાખવાં.
 • ૩. એકદમ ઝીણી વાટેલી ચણાની દાળમાં મરચાં, કાંદા, લીલાં મરચાં, સીમલા મરચાં, આદુ, કોથમીર, વાટેલા મરી, છીણેલા મકાઈના દાણા તથા ખાંડ ભેગાં કરવાં.
 • ૪. તૈયાર થયેલા મિશ્રણમાં પ્રમાણસર મીઠું નાખી બરાબર હલાવી જાડું ખીરું તૈયાર કરવું. એમાં યોગ્ય લાગે તો ચમચો દહીં નાખી શકાય.
 • ૫. આ ખીરું આશરે એક કલાક માટે ઢાંકીને રાખી મૂકવું.
 • ૬. તેલ ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે ખીરામાં ખાવાનો સોડા અને એક ચમચો ગરમ તેલ નાખી બરાબર હલાવવું.
 • ૭. પાણીવાળા હાથ કરી નાના વડા થાપીને તેમ જ સાચવીને ઉખાડીને તૈયાર કરો.
 • ૮. હવે વડા ગરમ તેલમાં તળવા નાખો અને આછા ગુલાબી રંગના થાય એટલે બરાબર તેલ નિતારીને બહાર કાઢી લો[૧].

નોંધ[ફેરફાર કરો]

 • વડા છૂટા પડી જાય તો થોડો ચણાનો લોટ ઉમેરવો.
 • આ વડાંને કોથમીરની ચટણી કે અન્ય ચટણી સાથે ખવાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "દાવત : મકાઈની મનભાવન વાનગીઓ". સહિયર પૂર્તિ, ગુજરાત સમાચાર. ૧૬ જાન્યુઆરી ૨૦૧૮. Retrieved ૧૬ ડિસેમ્બર ૨૦૧૮. Check date values in: |accessdate=, |date= (મદદ)