મરિયમ
Jump to navigation
Jump to search
મરિયમ અથવા મેરી, મારિયા, મિરિયમ નામે જાણીતા યહુદી રાજવંશી મહિલા, બાઇબલના નવા કરાર અને કુરાન મુજબ ઈસુના માતા હતાં. તેમના પિતાનું નામ હેલી હતું. મરિયમ યહૂદાના કુળનાં હતાં અને દાઉદના વંશજ હતાં. તેઓ યાકોબના પુત્ર યોસેફ ને પરણ્યા હતાં. યોહાનની માતા એલિસાબેથ અબે મરિયામ બંને સગી બહેનો થતી હતી. મરિયમના પતિ યોસેફના પિતા યાકોબ અને મરિયમના પિતા હેલી બંને ભાઈ હતાં.[૧]
બાઈબલ અને કુરાન મુજબ, ગેબ્રિયેલ દૂતે મરિયમને દર્શન દઈને ઈસુના જન્મની આગાહી કરી હતી તેમજ તેઓએ પોતાના પતિ યોસેફ સાથે કોઈ પણ પ્રકારના શારિરિક સંબંધ વગર જ ઈસુને જન્મ આપ્યો હતો. મરિયમને ઈસુ સિવાય પણ દિકરાઓ અને દિકરીઓ હતાં જેમાંથી દિકરાના નામો નવા કરાર પ્રમાણે યાકોબ યોસેફ, સિમોન અને યહુદા હતાં.[૧]