લખાણ પર જાઓ

મલ્ટિમીટર

વિકિપીડિયામાંથી
ડિજીટલ મલ્ટિમીટર

મલ્ટિમીટર અથવા મલ્ટિટેસ્ટર , જે વોલ્ટ/ઓહ્મ મીટર અથવા વીઓએમ તરીકે પણ ઓળખાય છે, એ ઇલેક્ટ્રોનિક માપન સાધન છે જે કેટલીક માપન કામગીરીને એક એકમમાં જોડે છે. લાક્ષણિક મલ્ટિમીટરમાં વોલ્ટેજ, પ્રવાહ અને અવરોધ માપવાની ક્ષમતા જેવી સુવિધાઓ સમાયેલી હોય છે. મલ્ટિમીટરની બે શ્રેણી છે. એનાલોગ મલ્ટિમીટર અને ડીજીટલ મલ્ટિમીટર (સંક્ષિપ્તમાં જે ડીએમએમ અથવા ડીવીઓએમ તરીકે ઓળખાય છે.)

મલ્ટિમીટર મૂળભૂત ખામી શોધવા અને ફીલ્ડ સર્વિસ કામગીરી માટે ઉપયોગી હાથમાં રાખી શકાય તેવું અથવા ઘણી ઊંચી ચોકસાઇ માપવાનું બેન્ચ સાધન હોઇ શકે છે. બેટરી, મોટર કંટ્રોલ, વિદ્યુત પુરવઠો અને વાયરિંગ સિસ્ટમ જેવા વ્યાપક ઔદ્યોગિક અને ઘરેલુ ઉપકરણોમાં ઉભી થયેલી વિદ્યુતીય ખામી દૂર કરવા માટે તેનો ઉપયોગ થઇ શકે છે.

મલ્ટિમીટર વિવિધ સુવિધા અને કિંમત સાથે વ્યાપક શ્રેણીમાં ઉપલબ્ધ છે. સસ્તા મલ્ટિમીટરોની કિંમત US$10 કરતા ઓછી શકે, જયારે ઉંચી કક્ષાના મલ્ટિમીટરોની કિંમત US$5000થી પણ વધુ હોઈ શકે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
એવોમીટર

વૈજ્ઞાનિકો વિદ્યુત પ્રવાહ માપવા માટે પહેલા ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરતા. (જાણીતા વોલ્ટેજ સ્ત્રોત પર) અવરોધ અને (નિશ્ચિત અવરોધ પર) વોલ્ટેજ માપવા માટે ગેલ્વેનોમીટરને વાયરથી જોડી શકાય છે. પ્રાથમિક પ્રયોગશાળામાં ઉપયોગ માટે તે યોગ્ય છે પરંતુ ફીલ્ડમાં એક ગોઠવણીમાંથી બીજી ગોઠવણમાં જવું મુશ્કેલ છે.

મલ્ટિમીટરની 1920ના દાયકાની શરૂઆતમાં રેડીયો રિસીવર તરીકે શોધ થઇ હતી અને અન્ય વેક્યુમ ટ્યુબ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વધુ પ્રચલિત બન્યા હતા. સૌપ્રથમ મલ્ટિમીટરની શોધ પોસ્ટ ઓફિસ એન્જિનિયર ડોનાલ્ડ મેકેડીને આભારી છે. તે ટેલિકમ્યુનિકેશન સર્કિટની જાળવણી માટે જરૂરી વિવિધ ઉપકરણોને અલગ અલગ જઇ જવાથી અસંતુષ્ટ હતો.[] મેકેડીએ એવું ઉપકરણ શોધ્યું હતું કે જે એમ્પીયર, વોલ્ટ અને ઓહ્મ માપી શકે, માટે બહુકાર્ય મીટરને તે સમયે એવોમીટર નામ આપવામાં આવ્યું હતું.[] આ મીટરમાં ગેલ્વેનોમીટર, વોલ્ટેજ અને અવરોધ સંદર્ભો અને જેનું પરીક્ષણ કરવાનું છે તે યોગ્ય સર્કિટની પસંદગી માટે એક સ્વીચનો સમાવેશ થતો હતો.

મેકેડીએ તેનો આ વિચાર ઓટોમોટિક કોઇલ વાઇન્ડર એન્ડ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ કંપની (એસીડબલ્યુઇઇસી) સમક્ષ લઇ ગયો હતો. (આ કંપની સંભવિત 1923માં સ્થપાઇ હતી.)[] સૌ પ્રથમ એવો (AVO) મીટરને 1923માં વેચાણમાં મૂકવામાં આવ્યું હતું. તે માત્ર ડીસી ઉપકરણ હોવાથી તેની ઘણી સુવિધાઓ તેના છેલ્લા મોડલ 8 સુધી લગભગ બદલાયા વગરની રહી હતી.

મલ્ટિમીટર માટે ઇન્ટિગ્રેટેડ સર્કિટની શોધ થઇ તે પહેલા ઇલેક્ટ્રોનિક સર્કિટમાં માપન માટે વેક્યુમ ટ્યુબ વોલ્ટમીટર (વીટીવીએમ)નો ઉપયોગ થતો હતો. વીટીવીએમ કેથોડ ફોલોઅર ઇનપુટ સર્કિટના ઉપયોગ મારફતે ઊંચો ઇનપુટ અવબાધ દર્શાવે છે અને આમ જે સર્કિટનું પરીક્ષણ કરવાનું હોય છે તેને લોડ ડાઉન કરતું નથી. તે મલ્ટિમીટરના અન્ય કાર્યો પણ ઓફર કરે છે.

આધુનિક પ્રણાલીઓ જેમ જટીલ બનતી ગઇ મલ્ટિમીટર તેમ વધુ જટીલ બનતા ગયા અથવા તો તેની સાથે ટેકનિશિયનની ટૂલકિટમાં વધુ સ્પેશિયલાઇઝ્ડ સાધનો જોડાતા ગયા. દા.ત. સામાન્ય હેતુવાળું મલ્ટિમીટર માત્ર શોર્ટ-સર્કિટ, કન્ડક્ટર અવરોધ અને ઇન્શ્યુલેશન ગુણવત્તાના કેટલાક માપનું પરીક્ષણ કરી શકે છે જ્યારે આધુનિક ટેકનિશિયન નેટવર્ક કેબલની કામગીરી ચકાસવા કેટલાક માપદંડો માપવા માટે હાથમાં રાખી શકાય તેવા એનલાયઝરનો ઉપયોગ કરી શકે છે.[]


રાશિ માપન

[ફેરફાર કરો]

સમકાલીન મલ્ટિમીટર ઘણી રાશિઓનું માપન કરી શકે છે. આ સામાન્ય રાશિઓ નીચે મુજબ છેઃ

  • વોલ્ટેજનું માપન વોલ્ટમાં
  • વીજપ્રવાહનું માપન એમ્પીયરમાં
  • અવરોધનું માપન ઓહ્મમાં

વધુમાં, મલ્ટિમીટર નીચે દર્શાવેલી રાશિઓ પણ માપી શકે છેઃ

  • કેપેસિટન્સનું માપન ફેરડમાં
  • કન્ડક્ટન્સનું માપન સીમેન્સમાં
  • ડેસિબલ
  • ડ્યુટી સાયકલ ટકાવારીમાં
  • આવૃત્તિનું માપન હર્ટ્ઝમાં
  • ઇન્ડક્ટન્સનું માપન હેન્રીમાં
  • તાપમાનનું માપન સેલ્સિયસ અથવા ફેરનહીટમાં

ડિજીટલ મલ્ટિમીટરમાં નીચે દર્શાવેલી સર્કિટનો પણ સમાવેશ થઇ શકે છે

  • સર્કિટ જ્યારે કન્ડક્ટ થાય છે ત્યારે કન્ટિન્યુઇટી બીપ કરે છે
  • ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર
  • સરળ 1.5 અને 9Vની બેટરીનું "બેટરી ચેક". સામાન્ય નીચલા સ્તરના ડીવીસી કાર્ય સાથે ચોક્કસાઇપૂર્વક વાંચન કરી શકાય છે. તેને મકાનમાલિકો અને "તમારી જાતે કરો" વપરાશકારોની માત્ર સગવડતા ખાતર કેટલાક મીટરમાં સામેલ કરવામાં આવ્યું છે.

નીચે દર્શાવેલા માપ લેવા માટે વિવિધ સેન્સર જોડવામાં આવે છેઃ

રિઝોલ્યુશન

[ફેરફાર કરો]

ડિજીટલ

[ફેરફાર કરો]

મલ્ટિમીટરના રિઝોલ્યુશનનો ઉલ્લેખ ઘણીવાર રિઝોલ્યુશનના "અંક"માં કરવામાં આવે છે. દાખલા તરીકે, 5½ ડિજીટ્સનો અર્થ છે મલ્ટિમીટરના વાંચના ડિસપ્લે થતાં આંકડાની સંખ્યા

પરંપરાગત રીતે, અડધા અંકને શૂન્ય અથવા એક તરીકે દર્શાવવામાં આવે છે જ્યારે ત્રણ ચતુર્થાંશ અંકને એકથી મોટા પરંતુ નવથી મોટા નહીં તેવા અંક તરીકે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે ત્રણ ચતુર્થાંશ અંક ૩ અથવા 5ના મહત્તમ મૂલ્યનો ઉલ્લેખ કરે છે. દર્શાવાયેલા મૂલ્યામાં અપૂર્ણાંક અંક સૌથી મહત્ત્વનો અંક છે. 5½ અંક મલ્ટિમીટરમાં પાંચ પૂર્ણ અંક હશે જે 0થી 9ના મૂલ્યો દર્શાવે છે અને એક દૃત્યાંશ અંક માત્ર 0 અથવા 1 દર્શાવશે. આવા મીટર 0 થી 199,999 સુધીના ધન અથવા ઋણ મૂલ્યો દર્શાવી શકે છે. 3¾ અંક મીટર તેના ઉત્પાદકના પ્રકારને આધારે 0 થી 3,999 અથવા 5,999 સુધીની રાશિ દર્શાવી શકે છે.

ડિજીટલ ડિસપ્લે અત્યંત ચોકસાઇ દર્શાવી શકે છે પરંતુ મલ્ટિમીટરના એનાલોગ ભાગમાં ડિઝાઇન અને કેલિબ્રેશનનું ધ્યાન રાખવામાં ન આવે તો વધારાના અંકોનું કોઇ મહત્ત્વ નથી. અર્થપૂર્ણ હાઇ-રિઝોલ્યુશન માપન માટે ઉપકરણના સ્પેસિફિકેશનની સારી સમજ, માપન સ્થિતિઓનો સારો અંકુશ અને ઉપકરણની કેલિબ્રેશનની સારી ટ્રેસિબિલિટી હોવી જરૂરી છે.

ડિસપ્લે કાઉન્ટનો ઉલ્લેખ રિઝોલ્યુશનનો ઉલ્લેખ કરવાનો અન્ય વિકલ્પ છે. ડિસપ્લે કાઉન્ટ સૌથી મોટો આંકડો અથવા સૌથી મોટો આંકડો વત્તા એક આપે છે (જેથી અંક આંકડો સારો દેખાય). મલ્ટિમીટરનું ડિસપ્લે દશાંક વિભાજકોને અવગણના કરીને દર્શાવી શકે છે. દાખલા તરીકે, 5½ અંક મલ્ટિમીટરનો 199999 ડિસપ્લે કાઉન્ટ અથવા 200000 ડિસપ્લે કાઉન્ટ મલ્ટિમીટર તરીકે ઉલ્લેખ કરી શકાય. ઘણી વખત ડિસપ્લે કાઉન્ટને મલ્ટિમીટર સ્પેસિફિકેશનમાં માત્ર કાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે.

એનાલોગ

[ફેરફાર કરો]

એનાલોગ મલ્ટિમીટરનું રિઝોલ્યુશન કેટલાક પરિબળોને કારણે મર્યાદિત છે જેમાં માપપટ્ટી પોઇન્ટરની પહોળાઇ, પોઇન્ટરના કંપન, માપપટ્ટીની છાપણીમાં ચોક્સાઇ, ઝીરો કેલિબ્રેશન, રેન્જની સંખ્યા, મેકેનિકલ ડિસપ્લેના બિનસમક્ષિતિજ ઉપયોગને કારણે ઉભી થતી ભૂલોનો સમાવેશ થાય છે. વાંચનમાં મેળવાયેલી ચોકસાઇમાં પણ ઘણીવાર ડિવિઝન માર્કિંગની ખોટી ગણતરી, માનસિક અંકગણિતમાં ભૂલ, દ્રષ્ટિસાતત્યમાં ખામી નબળી દ્રષ્ટિને કારણે બાંધછોડ થાય છે. રિઝોલ્યુશન સુધારવા માટે દર્પણ માપપટ્ટી અને મીટરની મોટી હિલચાલનો ઉપયોગ કરાય છે. અઢીથી ત્રણ અંકનું રિઝોલ્યુશન સામાન્ય છે અને (મોટા ભાગના માપન માટે જરૂરી મર્યાદિત ચોકસાઇ માટે પુરતું છે)

ખાસ કરીને અવરોધ માપમાં લાક્ષણિક અવરોધ માપન પરિપથ ઊંચા અવરોધ મૂલ્યએ માપપટ્ટીનું ભારે સંકોચન કરતું હોવાથી માપનમાં ચોકસાઇ ઓછી હોય છે. સસ્તા એનાલોગ મીટર માત્ર એક જ અવરોધ માપપટ્ટી ધરાવતા હોઇ શકે છે જે ચોક્કસ માપનની રેન્જને ગંભીર રીતે મર્યાદિત કરે છે. ખાસ રીતે કહીએ તો એનાલોગ મીટર પાસે પેનલ એડજસ્ટમેન્ટ હોય છે જેમાં ઝીરો-ઓહમ ને મીટર માં બરાબર ગોઠવવામાં આવે જેના કરને મીટર બેટરી અલગ અલગ વોલ્ટેજ બતાવે છે.

ચોક્સાઇ

[ફેરફાર કરો]

ડીજીટલ મલ્ટિમીટર તેને સમકક્ષ એનાલોગ મલ્ટિમીટરની તુલનાએ વધુ ચોકસાઇથી માપ લઇ શકે છે. એનાલોગ મલ્ટિમીટર લગભગ ત્રણ ટકા ચોકસાઇ સાથે માપન કરે છે.[] સ્ટાન્ડર્ડ પોર્ટેબલ ડિજીટલ મલ્ટિમીટર ડીસી વોલ્ટેજ રેન્જ પર 0.5%ની ચોકસાઇ સાથે માપ લઇ શકતું હોવાનો દાવો કરાય છે. મેઇનસ્ટ્રીમ બેન્ચ-ટોપ મલ્ટિમીટર ±0.01% કરતા સારી ચોકસાઇથી માપ લઇ શકતું હોવાનો દાવો થાય છે. પ્રયોગશાળાની ગ્રેડના સાધનો પ્રતિ દસ લાખના ભાગના અંકમાં ચોકસાઇ આપી શકે છે.[]

મલ્ટિમીટરની કહેવાયેલી ચોકસાઇ નીચી (mV) DC રેન્જ જેટલી છે તેને "મૂળભૂત ડીસી વોલ્ટ્સ ચોકસાઇ" અંક તરીકે ઓળખવામાં આવે છે. ઊંચી ડીસી વોલ્ટેજ રેન્જ, વિદ્યુતપ્રવાહ, અવરોધ, એસી અને અન્ય રેન્જ સામાન્ય રીતે મૂળભૂત ડીસી વોલ્ટ અંક કરતા ઓછી ચોકસાઇ આપે છે.

ઉત્પાદકો કેલિબ્રેશન સેવા પુરી પાડી શકે છે કે જેથી નવું મીટર કેલિબ્રેશનના પ્રમાણપત્ર સાથે ખરીદી શકાય. આ પ્રમાણપત્ર દર્શાવે છે કે મીટર અમેરિકન નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજી અથવા અન્ય રાષ્ટ્રીય ધોરણો પ્રયોગશાળામાં માપી શકાય તેવા ધોરણોને અનુરૂપ બનાવાયેલું છે. આવા ઉત્પાદકો વેચાણ બાદ કેલિબ્રેશન સેવા પુરી પાડે છે જેથી જૂના ઉપકરણો ફરીથી પ્રમાણિત કરી શકાય. અતિમહત્ત્વના માપન માટે વપરાતા મલ્ટિમીટર કેલિબ્રેશન સુનિશ્ચિત કરવા મેટ્રોલોજીનો એક ભાગ હોઇ શકે છે.

સંવેદનશીલતા અને ઇનપુટ અવબાધ

[ફેરફાર કરો]

પરીક્ષણ હેઠળ રહેલા પરિપથના કરન્ટ લોડ અને તેમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ મેળવવામાં આવ્યો છે તે મલ્ટિમીટરની ચોકસાઇ પર અસર કરી શકે છે. નાની વિદ્યુતપ્રવાહ પ્રાપ્તી વધુ ચોક્કસ માપ આપશે. અયોગ્ય વપરાશ અથવા વધૂ પડતા કરન્ટ લોડને કારણે મલ્ટિમીટરને અસર થઇ શકે છે અને તેને પગલે તેનું માપન અવિશ્વસનીય અને ગુણવત્તાવગરનું બની શકે છે.

ઇલેક્ટ્રોનિક સંવર્ધકો સાથેના મીટર (તમામ ડિજીટલ મલ્ટિમીટર અને કેટલાક એનાલોગ મીટર) પરીક્ષણ હેઠળના પરિપથમાં વિક્ષેપ ઉભો ના થાય તેટલો ઊંચો ઇનપુટ અવબાધ ધરાવે છે અને તે રેન્જ પસંદગીથી સ્વતંત્ર હોય છે. તે ઘણીવાર દસ લાખ ઓહ્મ અથવા એક કરોડ ઓહ્મ હોય છે. પ્રમાણભૂત ઇનપુટ અવબાધને કારણે હજારો વોલ્ટ સુધીના ડાયરેક્ટ કરન્ટને માપી શકાય છે.

હલતા પોઇન્ટર પ્રકારના મોટા ભાગના એનાલોગ મલ્ટિમીટર અનબફર્ડ હોય છે અને મીટરના પોઇન્ટરને ચલિત કરવા પરીક્ષણ હેઠળ રહેલા પરિપથમાથી વિદ્યુતપ્રવાહ મેળવે છે. મીટરનો અવબાધ મીટરની હિલચાલની મૂળ સંવેદનશીલતા અને પસંદ કરવામાં આવેલી રેન્જને આધારે બદલાય છે. દાખલા તરીકે, 20,000 ઓહ્મ/વોલ્ટની સંવેદનશીલતાવાળું મલ્ટિમીટર 100 વોલ્ટની રેન્જમાં ((100 V * 20,000 ઓહ્મ/વોલ્ટ = 2,000,000 ઓહ્મ)) વીસ લાખ ઓહ્મનો ઇનપુટ અવરોધ ધરાવે છે. રેન્જના પૂર્ણકક્ષાના વોલ્ટેજ પર પ્રત્યેક રેન્જમાં મિટરની હિલચાલ ચલિત કરવા માટે જરૂરી વિદ્યુતપ્રવાહ પરીક્ષણ હેઠળ રહેલા પરિપથમાંથી મેળવાય છે. નીચી સંવેદનશીલતાવાળા મીટર સામાન્ય ઉદેશ માટેના પરીક્ષણ, ખાસ કરીને પાવર સર્કિટમાં ઉપયોગી નિવડે છે જેમાં સ્ત્રોત અવબાધ મીટરના અવબાધ કરતા ઓછો હોય છે. સિગ્નલ પરિપથમાં કેટલાક માપમાં ઊંચી સંવેદનશીલતા જોઇએ છે માટે પરીક્ષણ હેઠળનો પરિપથ મીટરના અવબાધ સાથે લોડ ડાઉન ના થવો જોઇએ.[]

કેટલીકવાર સંવેદનશીલતા અને મીટરના રિઝોલ્યુશન અંગે ગુંચવણ પેદા થાય છે. સંવેદનશીલતા એટલે માપન વાંચન બદલી શકે તેવો લઘુત્તમ વોલ્ટેજ, વિદ્યુતપ્રવાહ અથવા અવરોધ ફેરફાર. સામાન્ય ઉદેશના ડિજીટલ મલ્ટિમીટર, કેટલાક મિલીવોલ્ટ એસી અથવા ડીસીની પૂર્ણકક્ષાની રેન્જ સામાન્ય છે. પરંતુ પૂર્ણકક્ષાનો લઘુત્તમ વિદ્યુતપ્રવાહ કેટલાક સો મિલિએમ્પીયર હોઇ શકે છે. સામાન્ય ઉદ્દેશવાળા મલ્ટિમીટર માત્ર બે વાયર અવરોધ માપન ધરાવે છે, તે કલાઇના વાયરના અવરોધને સરભર કરી શકતા નથી માટે કેટલાક દશક ઓહ્મથી નીચેનું માપન ઓછું ચોક્સાઇવાળું હશે. મલ્ટિમીટરના માપની ઉપરની રેન્જમાં ઉત્પાદકો દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે. સામાન્ય રીતે 1000 વોલ્ટથી વધુ, 10 એમ્પીયરથી વધુ,અથવા 100 મેગઓહ્મથી વધુના માપન માટે વિશિષ્ટ માપક ઉપકરણની જરૂર પડશે. તેનાથી 1 માઇક્રોએમ્પીયર અથવા તેનાથી ઓછા વિદ્યુતપ્રવાહનું ચોક્કસ માપન કરી શકાય છે.

બર્ડન વોલ્ટેજ

[ફેરફાર કરો]

એસી અને ડીસી બંને વિદ્યુતપ્રવાહ રેન્જમાં મલ્ટિમીટર પરીક્ષણ હેઠળ રહેલા પરિપથમાં વોલ્ટેડ ડ્રોપ સર્જશે. માપન માટે વાપરવામાં આવેલા કરન્ટ શન્ટ રેઝિસ્ટરને કારણે આમ થાય છે. આ વોલ્ટેજ ડ્રોપને બર્ડન વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉલ્લેખ વોલ્ટ પ્રતિ એમ્પીયરમાં કરવામાં આવે છે. મીટરની રેન્જ પસંદગીને આધારે તેના મૂલ્યમાં ફેરફાર થાય છે. કારણકે અલગ રેન્જ સામાન્ય રીતે અલગ શન્ટ રેઝિસ્ટરનો ઉપયોગ કરતી હોય છે.[]

વ્યુત્ક્રમી વિદ્યુતપ્રવાહ સેન્સિંગ

[ફેરફાર કરો]

એનાલોગ અથવા ડિજીટલ મીટરમાં મૂળ સૂચન પ્રણાલી માત્ર ડીસી પર પ્રતિક્રિયા આપતી હોવાથી વ્યુત્ક્રમી વિદ્યુતપ્રવાહના માપન માટે મલ્ટિમીટરમાં એસી ટુ ડીસી કન્વર્ઝન પરિપથ સામેલ કરવામાં આવે છે. સાદા મલ્ટિમીટરમાં એકદિશકારી પરિપથનો ઉપયોગ થઇ શકે છે જે એકદિશકૃત સાઇન તરંગનું સરેરાશ મૂલ્ય માપવા માટે સક્ષમ હોય. આવા મીટર માટેની માર્ગદર્શિકા કેટલાક સરળ તરંગ સ્વરૂપો માટે કરેક્શન ફેક્ટર આપશે. જેનાથી એવરેજ રિસ્પોન્ડિંગ મીટર માટે ગણવામાં આવતા રૂટ મીન સ્ક્વેર (આરએમએસ) સમકક્ષ મૂલ્યમાં સુધારો કરી શકાશે. વધુ મોંઘા મલ્ટિમીટરમાં એસી ટુ ડીસી કન્વર્ટનનો સમાવેશ થાય છે. જે સંભવિત તરંગસ્વરૂપની વ્યાપક શ્રેણી માટે તરંગસ્વરૂપના આરએમએસ મૂલ્ય પર પ્રતિભાવ આપે છે. મીટરની માર્ગદર્શિકામાં ક્રેસ્ટ ફેક્ટરની મર્યાદા અને મીટરની માન્ય કેલિબ્રેશન આવૃત્તિ વિશે માહિતી આપેલી હશે. આરએમએસ સેન્સિંગ ઓડિયો સિગન્લ અથવા વેરિયેબલ ફ્રિક્વન્સી ડ્રાઇવમાં જોવા મળે છે તેવા નોન-સાઇનસોઇડલ રાશિના માપન માટે જરૂરી છે.

ડિજીટલ મલ્ટિમીટર (ડીએમએમ અથવા ડીવીઓએમ)

[ફેરફાર કરો]
હેવલેટ-પેકાર્ડનું બેન્ચ-ટોપ મલ્ટિમીટર

આધુનિક મલ્ટિમીટર તેમની ચોકસાઇ, ટકાઉપણુ અને વધારાની સુવિધાને કારણે ઘણીવાર ડિજીટલ હોય છે. ડિજીટલ મલ્ટિમીટરમાં પરીક્ષણ હેઠળ રહેલું સિગ્નલ વોલ્ટેજમાં તબદીલ થાય છે અને ઇલેક્ટ્રોનિક અંકુશિત ગેઇનવાળું સંવર્ધનક સિગ્નલને પ્રિકન્ડિશન કરે છે. ડિજીટલ મલ્ટિમીટર માપન હેઠળની રાશિને આંકડામાં દર્શાવે છે જે દ્રષ્ટિસ્થાન ભેદની ખામી દૂર કરે છે.

આધુનિક ડિજીટલ મલ્ટિમીટર આંતરિક કમ્પ્યુટર ધરાવે છે, જે અનેક સાનુકૂળ સુવિધાઓ પૂરી પાડે છે. વ્યાપક રીતે ઉપલબ્ધ માપન વર્ધનમાં નીચે મુજબનો સમાવેશ થાય છેઃ

  • ઓટો રેન્જિંગ , તે પરીક્ષણ હેઠળ રહેલી રાશિની યોગ્ય રેન્જ પસંદ કરે છે જેથી કરીને સૌથી મહત્ત્વના આંક દેખાય. દાખલા તરીકે, ચાર અંકીય મલ્ટિમીટર 0.012ના સ્થાને 1.234 ડિસપ્લે કરવા અથવા ઓવરલોડિંગ માટે આપોઆપ યોગ્ય રેન્જ પસંદ કરશે. ઓટો રેન્જિંગ મીટર સામાન્ય રીતે મીટરને કોઇ એક નિશ્ચિત રેન્જ પર સ્થિર કરી દેવાની સુવિધા ધરાવે છે. કારણકે માપન રેન્જમાં થવા અવારનવાર ફેરફારથી વપરાશકર્તા કંટાળી જાય છે. સમાન હોવાને કારણે અન્ય પરિબળોમાં, ઓટો રેન્જીંગ મીટર ઇક્વિવેલેન્ટ, નોન-ઓટો રેન્જીંગ મીટરની તુલનાએ વધુ સર્કિટરી ધરાવતા હશે માટે તે વધુ મોંઘા પરંતુ વધુ સુવિધાવાળા હસે.
  • ડાયરેક્ટ કરંટ વાંચન માટે ઓટો-પોલારિટી દર્શાવે છે કે આપવામાં આવેલો વોલ્ટેજ ધન (મીટર લેડ લેબસ સાથે સહમત થાય છે) છે કે ઋણ (મીટર લીડની વિરુદ્ધ પોલારિટી).
  • સેમ્પલ એન્ડ હોલ્ડ , તેમાં પરીક્ષણ હેઠળ રહેલા પરિપથમાંથી ઉપકરણને દૂર કર્યા બાદ પણ અગાઉ લીધેલા વાંચનો મેળવી શકાય છે.
  • સેમિકન્ડક્ટર જંક્શન પર વોલ્ટેજ ડ્રોપ માટે વિદ્યુતપ્રવાહ મર્યાદિત પરીક્ષણ ટ્રાન્ઝિસ્ટર ટેસ્ટરના સ્થાને તેનો ઉપયોગ કરી શકાતો નથી પંરતુ તે ડાયોડ વિવિધ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરના પરીક્ષણમાં મદદ કરે છે.[][]
  • પરીક્ષણ હેઠળ રહેલી રાશિનું બાર ગ્રાફ તરીકે ગ્રાફિક રિપ્રેઝન્ટેશન . તો ગો/નો-ગો પરીક્ષણને સરળ બનાવે છે અને તેનાથી ઝડપથી બદલાતા વલણો પણ જોઇ શકાય છે.
  • લો-બેન્ડવિડ્થ ઓસિલોસ્કોપ .[૧૦]
  • ઓટોમોટિવ પરિપથ પરીક્ષક, ઓટોમોટિવ ટાઇમિંગ અને ડ્વેલ સિગ્નલના પરીક્ષણનો પણ તેમાં સમાવેશ થાય છે.[૧૧]
  • આપેલા સમયગાળામાં લેવાયેલા મહત્તમ અને લઘુત્તમ વાંચન મેળવવા માટે સરળ ડેટા એક્વિઝિશન[૧૨]
  • સરફેસ માઉન્ટ ટેકનોલોજી માટે ટ્વીઝર સાથે ઇન્ટિગ્રેશન.[૧૩]
  • નાના કદના એસએમડી અને થ્રૂ-હોલ કમ્પોનન્ટ્સ માટે સંયુક્ત એલસીઆર મીટર[૧૪]

આધુનિક મીટરને આઇઆરડીએ લિન્ક (IrDA links), આરએસ-232 (RS-232) જોડાણ, યુએસબી (USB), અથવાઆઇઇઇઇ-488 (IEEE-488) જેવા ઉપકરણ મારફતે પર્સનલ કમ્પ્યુટર સાથે જોડી શકાય છે. આ ઇન્ટરફેસને કારણે કમ્પ્યુટર મીટરે લીધેલા વાંચનો રેકોર્ડ કરી શકે છે. કેટલાક ડીએમએમ (DMM) માપનનો સંગ્રહ કરીને તેમને કમ્પ્યુટર પર અપલોડ કરી શકે છે.[૧૫]

પ્રથમ ડિજીટલ મલ્ટિમીટરનું ઉત્પાદન 1955માં નોન લિનીયર સિસ્ટમ્સ દ્વારા થયું હતું.[૧૬][૧૭]

એનાલોગ મલ્ટિમીટર

[ફેરફાર કરો]

મલ્ટિમીટરને ગેલ્વેમીટર મીટર movement, or with a bar-graph or simulated પોઇન્ટર such as an LCD or vacuum fluorescent display. એનાલોગ મલ્ટિમીટર આમ તો સામાન્ય છે પરંતુ સારી ગુણવત્તાવાળા એનાલોગ ઉપકરણની કિંમતડિજીટલ મલ્ટિમીટર જેટલી હોઇ શકે છે. એનાલોગ મલ્ટિમીટર ઉપર દર્શાવ્યા મુજબની ચોકસાઇ અને વાંચન ચોકસાઇ મર્યાદા ધરાવે છે અને તે ડિજીટલ ઉપકરણ જેટલી ચોકસાઇ આપતા નથી.

એનાલોગ મીટર વાંચનમાં ફેરફારનો દર જાણવા માટે ઘણીવાર સારું ગણવામાં આવે છે. આ ઉદેશ માટે કેટલાક ડિજીટલ મલ્ટિમીટર ફાસ્ટ-રિસ્પોન્ડ બાર ગ્રાફ ડિસપ્લે સામેલ કરે છે. તેનું લાક્ષણિક ઉદાહરણ ફિલ્ટર કેપેસિટરનું સરળ "સારુ/નથી સારુ" પરીક્ષણ છે. એનાલોગ મીટર પર તેનું વાંચન ઝડપી અને સરળ છે (જો કે ડિજીટલ મીટર કરતા ઓછી ચોકસાઇવાળું હોય છે). એઆરઆરએલ માર્ગદર્શિકા પણ સૂચવે છે કે એનાલોગ મલ્ટિમીટર રેડિયો આવૃત્તિ ઇન્ટરફિયરન્સ બાબતે ઓછા શંકાસ્પદ હોય છે.[૧૮]

મૂવિંગ પોઇન્ટર એનાલોગ મલ્ટિમીટરમાં મીટરની મૂવમેન્ટ હંમેશા ડીઆર્સોન્વાલ પ્રકારનું મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર છે અને મૂવિંગ કોઇલને ટેકો આપવા જેવેલ પાઇવોટ્સ અથવા ટોટ બેન્ડનો ઉપયોગ કરે છે. સાદા એનાલોગ મલ્ટિમીટર કોઇલ અને પોઇન્ટરને ચલિત કરવા માટેનો વિદ્યુતપ્રવાહ પરીક્ષણ હેઠળના પરિપથમાંથી મેળવવામાં આવે છે. તે ઘણીવાર પરિપથમાંથી વિદ્યુતપ્રવાહ પ્રાપ્તિ ઘટાડા માટે લાભદાયક છે. એનાલોગ મલ્ટિમીટરની સંવેદનશીલતા ઓહ્મ પ્રતિ વોલ્ટ એકમમાં મપાય છે. દાખલા તરીકે સસ્તા મલ્ટિમીટરની સંવેદનશીલતા 1000 ઓહ્મ પ્રતિ વોલ્ટ જેટલી હશે અને પરિપથમાંથી પૂર્ણ કક્ષાના વોલ્ટેજે 1 મિલીએમ્પીયર વિદ્યુતપ્રવાહ મેળવશે.[૧૯] વધુ મોંઘા (અને વધુ નાજુક) મલ્ટિમીટર 50,000 ઓહ્મ પ્રતિ વોલ્ટ મીટર સાથે (જે પૂર્ણકક્ષાએ ૨૦ માઇક્રોએમ્પીયર વિદ્યુતપ્રવાહ મેળવે છે) 20,000 ઓહ્મ પ્રતિ વોલ્ટ અથવા તેનાથી વધુ સંવેદનશીલતા ધરાવે છે. પોર્ટેબલ, સામાન્ય ઉદેશ માટેના, નોન-એમ્પિલફાઇડ એનાલોગ મલ્ટિમીટર માટે તે ઉપલું સ્તર છે.

મીટર મૂવમેન્ટ દ્વારા વિદ્યુતપ્રવાહ મેળવવાથી થતું પરીક્ષણ હેઠળના પરિપથનું લોડિંગ અટકાવવા કેટલાક એનાલોગ મલ્ટિમીટર પરીક્ષણ હેઠળના પરિપથ અને મીટર મૂવમેન્ટ વચ્ચે સંવર્ધનક દાખલ કરે છે. તેનાથી મીટરની કિંમત અને જટીલતા વધે છે અને સંવર્ધકને ચાલુ કરવા માટે વિદ્યુત પુરવઠાની જરૂર પડે છે. વેક્યુમ ટ્યુબ અથવા ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને ઇનપુટ અવરોધ ઘણો ઊંચો કરી શકાય છે અને તેને મીટર મૂવમેન્ટ કોઇલના સંચાલન માટે જરૂરી વિદ્યુતપ્રવાહથી સ્વતંત્ર કરી શકાય છે. આવા એમ્પ્લિફાઇડ મલ્ટિમીટરને વીટીવીએમ (વેક્યુમ ટ્યુબ વોલ્ટમીટર),[૨૦] ટીવીએમ (ટ્રાન્ઝિસ્ટર વોલ્ટ મીટર), એફઇટી-વીઓએમ કહેવાય છે.

મલ્ટિમીટર પરીક્ષણ હેઠળના પરિપથ કે ઉપકરણ સાથે જોડાણ કરવા વિવિધ પ્રકારના ટેસ્ટ પ્રોબનો ઉપયોગ કરે છે. જેમાં ક્રોકોડાઇલ ક્લિપ, લંબચોરસ હૂક ક્લિપ અને પોઇન્ટેડ પ્રોબનો સમાવેશ થાય છે. કનેટક્ટર ફ્લેક્સિબલ જાડા અવાહક લેડ સાથે જોડાયેલા હોય છે જે મીટરને અનુકૂળ કેન્ક્ટર સાથે ટર્મિનલથી જોડાયેલા હોય છે. હાથમાં રાખવાના મીટર શ્રાઉડેડ અથવા રિસેસ્ડ બનાના જેક, જ્યારે બેન્ચટોપ મીટર બનાના જેક અથવા બીએનસી કનેક્ટરનો ઉપયોગ કરે છે.2એમએમ પ્લગ અને બાઇન્ડિંગ પોસ્ટનો પણ ઘણીવાર ઉપયોગ થાય છે પરંતુ તેનો અત્યારે બહુ ઉપયોગ થતો નથી.

હાઇવોલ્ટેજ અથવા વિદ્યુતપ્રવાહનું માપન કરતા મીટર સલામતી માટે ચોકસાઇ મેળવવા નોન-કોન્ટેક્ટ એટેચમેન્ટ ડિવાઇસનો ઉપયોગ કરે છે. ક્લેમ્બ મીટર એક કોઇલ પુરી પાડે છે જે કન્ડક્ટરની ફરતે ફીટ કરી શકાય છે અને તેનામાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ માપી શકાય છે.

સલામતી

[ફેરફાર કરો]

મોટા ભાગના મલ્ટિમીટર એક ફ્યુઝ, અથવા બે ફ્યુઝનો ઉપયોગ કરે છે જે ઘણીવાર જો તે ઓવરલોડ થઇ જાય તો મલ્ટિમીટરને નુકસાન થતું અટકાવે છે. જો કે ફ્યુઝ ઘણીવાર મલ્ટિમીટર પર સર્વોચ્ચ વિદ્યુતપ્રવાહ રેન્જ સામે જ રક્ષણ આપે છે. મલ્ટમીટરના સંચાલન વખતે સામાન્ય ભૂલ અવરોધ અથવા વિદ્યુતપ્રવાહ માપતી વખતે થાય છે અને બાદમાં તેને સીધા નીચા -અવબાધ વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડે છે. સલામતી વગરના મીટર આવી ભૂલ સામે તરત બગડી જાય છે અને ઘણીવાર વિસ્ફોટ પણ થાય છે જેમાં તેના વપરાશકારને ઇજા થવાની શક્યતા રહે છે. મીટરમાં વપરાયેલા ફ્યુઝ ઉપકરણનો મહત્તમ માપન વિદ્યુતપ્રવાહ ધારણ કરે છે પરંતુ વપરાશકર્તા મીટરને નીચા-અવબાધ ફોલ્ટ પર વાપરે તો તેને સાફ કરવાની જરૂર પડે છે.

કમ્પ્યુટર સાથે ઉપયોગમાં લેવાતા મીટરમાં ઓપ્ટિકલ આઇસોલેશન કમ્પ્યુટર અને વપરાશકર્તાને પરિપથમાં માપવામાં આવતા ઉંચા વોલ્ટેજ સામે રક્ષણ આપે છે.

ડિજીટલ મીટરનું તેના ઉપયોગને આધારે સીઇએન એએન61010 માપદંડ.[૨૧]ને અનુરૂપ વર્ગીકરણ કરવામાં આવે છે. આ ચાર કેટેગરી નીચે મુજબ છેઃ

  • કેટેગરી I : વિદ્યુતપ્રવાહ નીચો છે ત્યાં વપરાય છે.
  • કેટેગરી II : રેસિડેન્શિયલ બ્રાન્ચ પરિપથ પર વપરાય છે.
  • કેટેગરી III : વિતરણ પેનલ, મોટર્સ અને એપ્લિયન્સ આઉટલેટ જેવા કાયમી ફીટ થયેલા લોડ પર ઉપયોગ થાય છે.
  • કેટેગરી IV : જ્યાં વિદ્યુતપ્રવાહ ઉંચો હોય છે તેવા સર્વિસ એન્ટરન્સ, મેઇન પેનલ અને ઘરના મીટર જેવા સ્થળોએ ઉપયોગ થાય છે

પ્રત્યેક કેટેગરી મીટરમાં પસંદ કરેલી માપન રેન્જમાં મહત્તમ ટ્રાન્ઝીટ વોલ્ટેજનો પણ ઉલ્લેખ કરે છે.[૨૨][૨૩] કેટેગરી-આધારિત રેટિંગ ધરાવતા મીટર વધુ પડતા વિદ્યુતપ્રવાહ ખામી સામે સલામતીની માહિતીનો પણ ઉલ્લેખ કરે છે.[૨૪]

ડીએમએમ (DMM) વિકલ્પો

[ફેરફાર કરો]

સામાન્ય ઉદેશના ડીએમએમ એક મિલીવોલ્ટ અથવા એક મિલીએમ્પીયરથી વધુ સિગ્નલ સ્તરે માપન માટે અથવા એક સંવેદનશીલતાની મર્યાદાથી ગીગાઓહ્મથી નીચા સ્તરે યોગ્ય ગણવામાં આવે છે. અન્ય ઉપકરણોનો ઘણી નાની અથવા ઘણી મોટી રાશિઓના ચોકક્સ માપન માટે ઉપયોગ થાય છે. જેમાં નેનોવોલ્ટમીટર, ઇલેક્ટ્રોમીટર અને પિકોએમીટરનો સમાવેશ થાય છે. જો ઉપયોગમાં વધુ વોલ્ટેજ સંવેદનશીલતાની જરૂર પડે અને સ્ત્રોત અવરોધ નીચો હોય તો નેનોવોલ્ટમીટર માપન મર્યાદાના નિકટના સ્તરે માપન કરવા માટે સક્ષમ છે.

ઘણા ઊંચા સ્ત્રોત અવરોધ મૂલ્ય (જેમકે એક ટેરા-ઓહ્મ) સાથે વોલ્ટેજના માપનમાં ઇલેક્ટ્રોમીટર માપન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. નીચલા સ્તરના વિદ્યુતપ્રવાહ માપનઇલેક્ટ્રોમીટર અથવા પિકોએમીટર દ્વારા કરવામાં આવે છે.

હાથમાં રાખી શકાય તેવા મીટર અત્યંત નીચા સ્તરે કન્ટિન્યુઇટી અને અવરોધ માપન માટે એક કે વધુ બેટરીનો ઉપયોગ કરે છે બેટરી એફઇટી-વીઓએમમાં ડિજીટલ મલ્ટિમીટર અથવા એમ્પ્લિફાયરને ઊર્જા પુરી પાડે છે. આને કારણે પરીક્ષણ માટે પોતાનો નીચો વોલ્ટેજ પુરો પાડીને મીટરથી સાનુકૂળ ના હોય તેવા અથવા મેઇન્સ પાવર સ્ત્રોતમાંથી છૂટા પડેલા ઉપકરણોનું માપન કરી શકાય છે. તે મલ્ટિમીટરના સૌથી મહત્ત્વના સલામત પગલા પૈકીનું એક છે. 1.5 વોલ્ટ AA બેટરીથી ચાલતું મીટર લાક્ષણિક મીટર છે જ્યારે વધુ ક્ષમતા સાથેના આધુનિક મીટરો કેટલાક પ્રકારના વાંચન ઉપરાંતના વાંચન માટે 9 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરે છે. અથવા ઊંચા અવરોધના પરીક્ષણ માટે ઉંચા વોલ્ટેજવાળી બેટરીનો ઉપયોગ કરે છે. હાનિકારક સ્થળ અથવા બ્લાસ્ટિંગ પરિપથ પર પરીક્ષણ માટે મટીરની સલામતી જાળવી રાખવા ઉત્પાદકે સૂચવેલી બેટરીનો ઉપયોગ કરવો જોઇએ.

આ પણ જોશો

[ફેરફાર કરો]

ઢાંચો:Portalpar

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. http://www.glias.org.uk/news/237news.html
  2. ૨.૦ ૨.૧ www.gracesguide.co.uk / AVO
  3. Fluke Manufacturing. "Fluke DTX CableAnaylzer Series". મૂળ માંથી 2007-04-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-28.
  4. Milton Kaufman. Handbook of electronics calculations for engineers and technicians. McGraw-Hill.
  5. Agilent Technologies. "Agilent 3458A Digital Multimeter Data Sheet" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-28.
  6. Horn, Delton (1993). How to Test Almost Everything Electronic. McGraw-Hill/TAB Electronics. પૃષ્ઠ 4–6. ISBN 0830641270.
  7. "A Precision Current Adapter for Multimeters (Silicon Chip magazine April 2009)". alternatezone.com. મૂળ માંથી 2009-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
  8. Hewes, John. "Testing a diode with a multimeter". મેળવેલ 2007-01-28.
  9. Goldwasser, Samuel. "Basic Testing of Semiconductor Devices". મેળવેલ 2007-01-28.
  10. Extech Instruments. "Extech 5 MHz Dual Channel Multiscope". મૂળ માંથી 2006-12-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-28.
  11. Snap-on Incorporated. "MT596AK Automotive Digital Multimeter". મૂળ માંથી 2007-03-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-28.
  12. Extech Instruments. "Extech Dual Channel, Datalogging multimeter". મૂળ માંથી 2006-12-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-28.
  13. Siborg Systems Inc. "Digital Multimeter Smart Tweezers from Siborg". મેળવેલ 2008-04-23.
  14. Advance Devices Inc. "Smart Tweezers LCR Digital Multimeter" (PDF). મૂળ (PDF) માંથી 2007-01-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-20.
  15. Fluke Manufacturing. "Logging and analyzing events with FlukeView Forms Software" (PDF). મૂળ (PDF) માંથી 2007-03-18 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-28.
  16. "Gauging the impact of DVMs". EETimes.com. મૂળ માંથી 2008-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-26.
  17. Dyer, Stephen (2001). Survey of Instrumentation and Measurement. પૃષ્ઠ 286. ISBN 047139484X.
  18. Wilson, Mark (2008). The ARRL Handbook For Radio Communications. ISBN 0872591018.
  19. ફ્રાન્ક સ્પાઇટ્ઝર અને બારી હોર્વોથ આધુનિક સાધનોના સિદ્ધાંતો , હોલ્ટ, રાઇનહાર્ટ અને વિન્સ્ટન ઇન્ક., ન્યૂ યોર્ક 1972, ISBN નથી, લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ 72-77731, પાનું 39
  20. "The Incomplete Idiot's Guide to VTVMs". tone-lizard.com. મૂળ માંથી 2003-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-28.
  21. Safety requirements for electrical equipment for measurement, control and laboratory use. General requirements. 1993. ISBN 0580224333.
  22. Dyer, Stephen (2001). Survey of Instrumentation and Measurement. પૃષ્ઠ 285. ISBN 047139484X.
  23. "Anatomy of a high-quality meter". મૂળ માંથી 2006-10-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-01-26.
  24. Mullin, Ray (2005). Electrical Wiring: Residential. Thompson Delmar Learning. પૃષ્ઠ 6. ISBN 1401850200.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]