લખાણ પર જાઓ

મશક વાજું

વિકિપીડિયામાંથી
મશક વાજું (ધ બેગપાઇપર), ૧૭મી શતાબ્દીના સમયનું, નેધરલેન્ડ ખાતેનું એક ચિત્ર

મશક વાજું એ એક પશ્ચિમી વાદ્ય યંત્ર છે. આ મૂળ રુપમાં સ્કોટલેન્ડનું વાજિંત્ર છે.

મશક વાજું ભારત દેશના ઉત્તરાંચલ પ્રાંતમાં ખુબ વધારે પ્રચલિત છે. આ વાજિંત્ર અહિંયાના વિભિન્ન પારંપરિક સમારોહમાં તથા આયોજનો વખતે વગાડવામાં આવે છે. સ્થાનીક બોલીમાં તેનું પ્રચલિત નામ "પાઇપ" અથવા "બીન-બાજા" છે, આ સંગીતવાદ્ય અન્ય સ્થાનીક વાદ્યો "ઢોલ-ડ્રમોં"ની સાથે વગાડવામાં આવે છે. ઉત્તરાંચલમાં આ વાદ્યના ચલણના કારણ માટે અનુમાન લગાવવામાં આવે છે કે બ્રિટિશ સેનામાં સામેલ ગઢવાલી, કુમાઊ સૈનિકોંએ તેને પ્રચલિત કરવામાં વિશેષ ફાળો આપ્યો હશે.