મસનબી

વિકિપીડિયામાંથી

ઉર્દૂ સાહિત્યમાં લાંબી કથાઓ કહેવા માટે મસનબી એ બહુપ્રયુક્ત છંદ છે. આ બે પંક્તિઓના છંદની પ્રત્યેક પંક્તિમાં એકસરખી માત્રાઓ હોય છે. બંને પંક્તિઓમાં तुकांतता પણ હોય છે. હિન્દી ભાષાના બહુપ્રયુક્ત છંદ ચૌપાઇના પહેલા બે ચરણ એક મસનબી જેટલા જ હોય છે. મસનબીમાં લખાયેલી કાવ્ય કથાની શરૂઆત મુહમ્મદ સાહેબની વંદનાથી થતી હોય છે. એના પછી અન્ય બીજા પયગંબરો તેમ જ શાહ-એ-વક્તની પણ વંદના કરવામાં આવેલી હોય છે. સૂફી સાહિત્ય પ્રાય: આ જ શૈલીમાં લખાયેલું જોવા મળે છે.