લખાણ પર જાઓ

મહંમદઅલી ટાવર

વિકિપીડિયામાંથી
મહંમદઅલી ટાવર
મહંમદઅલી ટાવર
નકશો
અન્ય નામોજુના ટાવર, હરારવાલા ટાવર
સામાન્ય માહિતી
પ્રકારઘડિયાળ ટાવર
સ્થાપત્ય શૈલીઈન્ડો-સારાસેનિક સ્થાપત્ય
સ્થાનસિદ્ધપુર, ગુજરાત
દેશભારત
અક્ષાંશ-રેખાંશ23°55′09″N 72°22′12″E / 23.9192595787644°N 72.36997024328086°E / 23.9192595787644; 72.36997024328086
ઉદ્ઘાટન૪ એપ્રિલ ૧૯૧૫
ખર્ચ૧૫,૦૦૦ (US$૨૦૦)
અસીલજી. એમ. મહંમદઅલી એન્ડ કંપની
માલિકસિદ્ધપુર નગરપાલિકા
ઉંચાઇ૬૦ ફૂટ

મહંમદઅલી ટાવર, જેને જુના ટાવર અથવા હરારવાલા ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સિદ્ધપુર, ગુજરાત, ભારતનો એક ઘડિયાળ ટાવર છે. તેનું ઉદ્ઘાટન ૪ એપ્રિલ ૧૯૧૫ના રોજ થયું હતું.

ઇતિહાસ

[ફેરફાર કરો]

મહંમદઅલી શેખ શરાફઅલી હરારવાલા સિદ્ધપુરના દાઉદી બોહરા વેપારી હતા જેઓ એબિસિનિયા (હવે ઇથોપિયા )માં જીએમ મોહમ્મદલી એન્ડ કંપનીના માલિક હતા. ૧૯૧૪માં, તેમની પુત્રીના લગ્ન પ્રસંગે, તેમણે ત્રણ મહિના સુધી સિદ્ધપુરને રોશન કર્યું. સિદ્ધપુરના ગાયકવાડ શાસકોએ તેમને એક હાથી ભેટમાં આપ્યો હતો. લગ્ન સરઘસ માટે હાથીના પ્રવેશ માટે શહેરનો દેવડી દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો. આ નુકશાનના વળતર તરીકે, ઘડિયાળ ટાવર ૧૫,૦૦૦ (US$૨૦૦)ના ખર્ચે બાંધવામાં આવ્યો હતો.[૧][૨] તેનું ઉદ્ઘાટન ૪ એપ્રિલ ૧૯૧૫[૧]ના રોજ રાજકુમાર જયસિંહરાવ સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું.

૨૦૧૮માં સિદ્ધપુર નગરપાલિકાએ ટાવરને સ્મારક તરીકે વિકસાવવાની દરખાસ્ત કરી છે.[૧]

ટાવર પર નીચે મુજબ અંગ્રેજી શિલાલેખ છે:

Mohamedally Tower

Erected in grateful remembrance of Raj Ratna Mulla Mohamedally Sheikh Sharafally Hararwalla M.B.E.,J.P. by His partners representing Messrs. G. M. Mohamedally & Co., for the benefit and good of Sidhpur subjects and opened at the hands of the lamented prince Jayasingrao Sayajirao on 4th. April, 1915.

Cost:- 15000/-

Engineer:- [લખેલ નથી]

સ્થાપત્ય

[ફેરફાર કરો]

આ ટાવર ૬૦ ફૂટ ઊંચો છે અને તેની ચાર બાજુએ યુરોપથી આયાત કરાયેલી ઘડિયાળો છે.[૧] તેને બ્રિટિશ વસાહતી સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું છે અને ટોચ પર શાહી તાજ છે. તે શહેરના સૌથી નોંધપાત્ર સીમાચિહ્નોમાંનું એક માનવામાં આવે છે.[૩]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "સિદ્ધપુરના ઐતિહાસિક હરહરવાલા ટાવરની 100 વર્ષની સફર પૂર્ણ". NavGujarat Samay. 2018-10-14. મૂળ માંથી 2021-10-29 પર સંગ્રહિત. મેળવેલ 2021-03-13.
  2. Kadi, Zoyab A. (2019-12-02). The Birth and Death of a Style: The Vohrawaads of Sidhpur (અંગ્રેજીમાં). Notion Press. પૃષ્ઠ 155. ISBN 978-1-64587-749-3.
  3. Kadi, Zoyab A. (2000). Sidhpur and Its Dawoodi Bohra Houses (અંગ્રેજીમાં). Minerva Press. પૃષ્ઠ 35–36. ISBN 978-81-7662-087-1.