મહાત્મા ગાંધી સેતુ (બિહાર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મહાત્મા ગાંધી સેતુ

મહાત્મા ગાંધી સેતુ (બિહાર) પટના અને હાજીપુર શહેરોને જોડતો સેતુ છે, જે ગંગા નદી પર ઉત્તરથી દક્ષિણ દિશામાં બનાવવામાં આવેલો છે. આ પુલ જગતમાં એક જ નદી પર બનાવવામાં આવ્યો હોય, એવો સૌથી વધુ લંબાઇ ધરાવતો સડક માર્ગ પરનો પુલ છે. [૧] આ પુલની લંબાઇ ૫,૫૭૫ મીટર જેટલી છે. ઇ. સ. ૧૯૮૨ના વર્ષમાં મે મહિનામાં એ સમયના ભારત દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ પુલનું ઉદઘાટન કર્યું હતું. આ પુલના નિર્માણનું કાર્ય ગૈમોન ઇન્ડીયા લિમિટેડ નામની કંપનીને સોંપવામાં આવ્યું હતું.[૨] અત્યારે આ સેતુ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૯નો ભાગ છે.

સંદર્ભ[ફેરફાર કરો]