લખાણ પર જાઓ

માઇક્રોસોફ્ટ ઇન્ડિયા

વિકિપીડિયામાંથી

માઇક્રોસોફ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (અંગ્રેજી: Microsoft India Private Limited) એ અમેરિકન સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનની પેટાકંપની છે, જેનું હેડક્વાર્ટર ભારતમાં હૈદરાબાદ ખાતે આવેલું છે. ભારતીય માર્કેટમાં 1990ની સાલમાં પ્રવેશ કર્યો ત્યારથી આ કંપનીએ ભારત સરકાર, આઇટી ઇન્ડસ્ટ્રી, શિક્ષણતંત્ર અને સ્થાનિક ડેવલપરો સાથે ગાઢ રીતે જોડાઈને ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની કેટલીક પ્રારંભિક સફળતાઓને આકાર આપવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. હાલ ભારતમાં માઇક્રોસોફ્ટની ઓફિસો આ નવ શહેરોમાં આવેલી છે – અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોચી, કોલકાતા, મુંબઈ, એનસીઆર (નવી દિલ્હી તથા ગુરગાંવ) અને પુણે. ભારત સરકારના સહયોગી અને ઇન્ડસ્ટ્રીના ચાવીરૂપ ખેલાડી તરીકે કંપનીએ પોતાના પાર્ટનર ઇનેબલમેન્ટ પ્રોગ્રામ દ્વારા સતત સ્થાનિક આઇટી ઇન્ડસ્ટ્રીના વિકાસને તેજ બનાવવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. ભારતમાં પ્રવેશ થયો ત્યારથી માઇક્રોસોફ્ટના આ ત્રણ મુખ્ય ઉદ્દેશો રહ્યા છેઃ

(1) ભારતીય સરકાર અને સ્થાનિક આઇટી ઇન્ડસ્ટ્રી માટે ચાવીરૂપ સહયોગી બનવું, (2) પાર્ટનર ઇનેબલમેન્ટ પ્રોગ્રામ્સ દ્વારા સ્થાનિક આઇટી ઇન્ડસ્ટ્રીના વિકાસને સહકાર તેમજ ઉત્તેજન આપવું અને (3) માઇક્રોસોફ્ટ અનલિમિટેડ પોટેન્શિયલ પ્રોગ્રામ દ્વારા શિક્ષણ અને રોજગાર સંબંધિત વધુ ને વધુ તકો ઊભી કરવી. પ્રસ્તુત અને પરવડે એવા કમ્પ્યુટિંગ દ્વારા નવીનીકરણને ઉત્તેજન આપવું.

માઇક્રોસોફ્ટ ભારતમાં 6500 કર્મચારીઓ અને છ બિઝનેસ યુનિટ ધરાવે છે, જે સંપૂર્ણ માઇક્રોસોફ્ટ પ્રોડક્ટ પોર્ટફોલિયોનું પ્રતિનિધિત્વ કરે છે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના ચેરમેન ભાસ્કર પ્રામાણિકે ઘોષણા કરી હતી કે માઇક્રોસોફ્ટ સમગ્ર ભારતમાં નિઃશુલ્ક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવાનો ઇરાદો ધરાવે છે. માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ મહિલા કર્મચારીઓ માટે મેટર્નિટી લીવ ત્રણ મહિનાથી વધારીને છ મહિના સુધી કરી છે (જો સંતાન મહિલાના ગર્ભમાંથી પેદા થયું હોય તો). જો સંતાન દત્તક લીધું હોય તો માતાને આઠ અઠવાડિયાની પેટર્નિટી લીવ આપવામાં આવે છે.

ઔદ્યોગિક એકમો

[ફેરફાર કરો]

માઇક્રોસોફ્ટ ઇન્ડિયા ભારતમાં આ છ એકમો ધરાવે છેઃ

(1) માઇક્રોસોફ્ટ ઇન્ડિયા (આર એન્ડ ડી) પ્રાઇવેટ લિમિટેડ. (2) માઇક્રોસોફ્ટ રિસર્ચ ઇન્ડિયા (એમએસઆર ઇન્ડિયા), (3) માઇક્રોસોફ્ટ સર્વિસીસ ગ્લોબલ ડિલિવરી (એમએસજીડી), (4) માઈક્રોસોફ્ટ કોર્પોરેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એમસીઆઇપીએલ), (5) માઇક્રોસોફ્ટ આઇટી ઇન્ડિયા (એમએસઆઇટી ઇન્ડિયા) અને (6) માઇક્રોસોફ્ટ ઇન્ડિયા ગ્લોબલ ટેક્નિકલ સર્પોટ સેન્ટર (આઇજીટીએસસી).

માઇક્રોસોફ્ટ ઇન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટર

[ફેરફાર કરો]

હૈદરાબાદમાં આવેલું માઈક્રોસોફ્ટ ઇન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટર (એમએસઆઇડીસી) માઇક્રોસોફ્ટનું રેડમન્ડ, વોશિંગ્ટન ખાતે આવેલા ગ્લોબલ હેડક્વાર્ટર પછીનું સૌથી મોટું સોફ્ટવેર ડેવલપમેન્ટ સેન્ટર છે. અહીં જુદી જુદી ટીમ સ્ટ્રેટેજિક અને આઇપી સેન્સિટીવ સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપે છે.