લખાણ પર જાઓ

માઉન્ટ મેડૉના

વિકિપીડિયામાંથી
માઉન્ટ મેડૉના
વૉટસનવિલે રોડ અને માઉન્ટ મેડૉનાનું દૃશ્ય
શિખર માહિતી
ઉંચાઇ1,900 ft (580 m)  NAVD 88[]
મુખ્ય ઉંચાઇ188 ft (57 m)  NGVD 29[]
અક્ષાંસ-રેખાંશ37°00′44″N 121°42′18″W / 37.0121721°N 121.7049481°W / 37.0121721; -121.7049481[]
ભૂગોળ
માઉન્ટ મેડૉના is located in California
માઉન્ટ મેડૉના
માઉન્ટ મેડૉના
માઉન્ટ મેડૉના is located in the US
માઉન્ટ મેડૉના
માઉન્ટ મેડૉના
સ્થાનસાન્તા ક્લેરા કાઉન્ટી, કેલિફોર્નિયા, અમેરિકા
પિતૃ પર્વતમાળાસાન્તા ક્રુઝ પર્વતમાળા
ભુપૃષ્ઠ નકશોયુનાઇટેડ સ્ટેટ્સ જિઓલોજિકલ સર્વે (USGS), માઉન્ટ મેડૉના

માઉન્ટ મેડોનાદક્ષિણપશ્ચિમ સાન્તા ક્લેરા કાઉન્ટી, કેલિફોર્નિયા, અમેરિકા ખાતે સાન્તા ક્રુઝ પર્વતમાળાના દક્ષિણી છેડા તરફ આવેલું એક અગ્રણી શિખર છે. આ જાણીતું પર્વતસ્થળ કાઉન્ટી પાર્ક દ્વારા ઘેરાયેલ છે અને દક્ષિણ સાન્તા ક્લેરા ખીણમાંથી પસાર થતા યુ.એસ. રૂટ ૧૦૧ તથા દક્ષિણ સાન્ટા ક્રૂઝ કાઉન્ટી ખાતે આવેલા વૉટસનવિલે શહેર નજીકથી પસાર થતા કેલિફોર્નિયા સ્ટેટ રૂટ ૧૫૨ પરથી જોઈ શકાય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં હેન્રી મિલર નામના પશુ પાલકે પર્વતશિખર નજીક ઉનાળુ ઘરનું નિર્માણ કરાવ્યું હતું.[]

માઉન્ટ મેડોના કાઉન્ટી પાર્ક

[ફેરફાર કરો]

માઉન્ટ મેડોના કાઉન્ટી પાર્કસાન્તા ક્લેરા કાઉન્ટી પાર્ક્સ ખાતે આવેલા ૨૮ ઉદ્યાનો પૈકીનું એક છે.[] માઉન્ટ મેડોના કાઉન્ટી પાર્ક પર્વતની આસપાસ 4,605-acre (1,864 ha) જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે, જેની પૂર્વ તરફ સાન્તા ક્લેરા ખીણ અને પશ્ચિમ બાજુ મોન્ટેરી દરિયાઇ ખાડી આવેલ છે. આ ઉદ્યાન 14-mile (23 km) લંબાઈ ધરાવતા વનવિહાર માર્ગ સહિત હાઇકિંગ તેમ જ અશ્વારોહણ (એક્વેસ્ટ્રિયન) પ્રવૃત્તિઓ સાથે તીરંદાજી ક્ષેત્ર તથા એમ્ફિથિયેટરની સગવડો પણ પ્રદાન કરે છે. અહીં ઉજાણી (પિકનિક) તેમ જ રાત્રી કેમ્પ માટેની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.[] માઉન્ટ મેડોના કાઉન્ટી પાર્ક કેટલાક એવા ઉદ્યાનો પૈકીનું એક છે, કે જે કેમ્પગ્રાઉન્ડ ખાતે કૂતરાઓને રાખવાની મંજૂરી આપે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Mount Madonna". NGS data sheet. U.S. National Geodetic Survey.
  2. "Mount Madonna, California". Peakbagger.com.
  3. "Mount Madonna". Geographic Names Information System. United States Geological Survey. મેળવેલ 2018-06-09.
  4. "At Home off the Range : A Cattle Baron's Refuge at Mount Madonna". Bay Nature Magazine. મેળવેલ 2018-06-09.
  5. "Welcome to all 28 wild and wonderful parks of Santa Clara County. Parks and Recreation". County of Santa Clara. મૂળ માંથી 2018-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-09.
  6. "Mount Madonna County Park". County of Santa Clara. મૂળ માંથી 2018-06-12 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-09.
  7. "Dog Policy for Santa Clara County Parks" (PDF). County of Santa Clara. મેળવેલ 2018-06-09.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]