મીરવાઇઝ

વિકિપીડિયામાંથી

મીરવાઇઝ (ઉર્દૂ: میر واعظ - મીર, મુખી અને વાઇઝ, પ્રચારક) કાશ્મીર ખીણના મુસલમાનોના આધ્યાત્મિક નેતાઓને કહેવામાં આવે છે.

કાશ્મીર ખીણના બે મુખ્ય મીરવાઇઝ વંશો છે. વધુ પ્રસિદ્ધ વંશ ઐતિહાસિક જામા મસ્જિદ, શ્રીનગરમાં કેન્દ્રિત છે. બીજા વંશ દક્ષિણ કાશ્મીરના મુખ્ય આગેવાન છે. દરેક વંશના પુર્વજ ઈરાનનાં હમદાન શહેરના મીર સૈયદ હમદાની હતા. તેઓ ૧૪મી સદીમાં કાશ્મીર આવ્યા. યુનિવર્સિટી કે કોઈ એક ઇસ્લામી સંસ્થામાંથી કુરાન અને સુન્નતનું સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી વંશના કેવળ એક કે બે સભ્યોને આ ખિતાબ પ્રાપ્ય બને છે.

સંદર્ભો[ફેરફાર કરો]