મુંડેશ્વરી દેવી મંદિર

વિકિપીડિયામાંથી
મુંડેશ્વરી દેવી મંદિર
મુંડેશ્વરી દેવીના મંદિર પાસે માહિતી દર્શાવતું બોર્ડ

મુંડેશ્વરી દેવી મંદિર ભારત દેશના બિહાર રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળો પૈકીનું એક પ્રાચીન સ્થળ છે. કૈમૂર જિલ્લાના ભગવાનપુર નજીક કૈમૂરની ટેકરીઓમાં પવરા ટેકરી પર દરિયાઈ સપાટીથી ૬૦૮ ફૂટ જેટલી ઊંચાઈ પર આ મંદિર આવેલ છે. આ પૌરાણિક મંદિર પુરાતત્ત્વીય ધરોહર, તીર્થધામ તેમ જ પર્યટન સ્થળ તરીકે જીવંત છે. આ મંદિર ક્યારે અને કોણે બનાવ્યું, તે દાવા સાથે કહેવું અઘરૂં છે, પણ અહીથી પ્રાપ્ત શિલાલેખ અનુસાર માનવામાં આવે છે કે ઉદયસેન નામના ઉપશાસક (ક્ષત્રપ)ના શાસનકાળમાં તેનું નિર્માણ થયું હતું. આ મંદિર ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા સંરક્ષિત કરવામાં આવેલ છે તેમ જ તેના પુનરુત્થાન માટે યોજનાઓ પણ બનાવવામાં આવેલ છે. યૂનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં આ સ્થળને ઉમેરવા માટેના પ્રયત્નો પણ ચાલુ છે[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]