મુનસર તલાવ, વિરમગામ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મુનસર તળાવ, વિરમગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા વિરમગામ નગર ખાતે આવેલું એક ઐતિહાસિક તળાવ છે.

મુનસર તળાવ ૧૧ મી સદીના અંતમાં [૧] મહારાજ સિધ્ધરાજ જયસિંહના માતુશ્રી મિનળદેવી જ્યારે ભગવાનશ્રી દ્વારિકાધીશની યાત્રાએ જતા હતા, ત્યારે રસ્તામાં વિરમગામમાં રોકાયા હતા. મિનળદેવીએ જોયું કે દુષ્કાળના કારણે વિરમગામમાં લોકોને પાણીની ખૂબજ મુશ્કેલી હતી. આથી તેમણે તુરત જ વિરમગામમાં રહીને જ પોતાના પુત્ર મહારાજ સિદ્ધરાજને સંદેશો મોકલાવ્યો કે વિરમગામમાં એક વિશાળ સરોવર બનાવો. આ સાથે ધોળકામાં પણ મલાવ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મહારાજ સિદ્ધરાજ આ રીતે અત્યંત પ્રજાવત્સલ રાજા હતા.<ref>Kanailal Munshi, "Jay Somn

http://www.ahmedabadmirror.com/index.aspx?page=article&sectid=16&contentid=2009013020090130031435828c0a01e65&sectxslt=http://ahmedabaddp.gujarat.gov.in/ahmedabad/taluka/viram-gam/jilavishe/jovalayak-stal1.htm

  1. http://en.wikipedia.org/wiki/Solanki#Siddhraj_Jaisinh

અનુશ્રુતિ પ્રમાણે મહારાજ સિધ્ધરાજ જયસિહે બાબરુ ભુત સિધ્ધ કર્યૂ હતુ. તે બાબરા ભુતે એક જ રાતમા મુનસર તળાવનું નિર્માણ કર્યું હતું એવી માન્યતા સ્થાનિક લોકોમાં છે. વિરમગામ એક પૌરાણીક શહેર છે. પ્રસિદ્ર મુનસર તળાવની આસપાસ સોલંકી કાળની સ્થાપના શૈલીમાં પથ્થરથી બનાવેલા ૨૮૫ દહેરાંઓ હાલમાં હયાત છે. પુરાતત્વ વિભાગ, ગુજરાત સરકારની બેદરકારીને કારણે આ દહેરાંઓ નાશ પામ્યાં છે અને અમુક જ બાકી રહ્યાં છે. આ દરેક દહેરાંમાં શિવલીંગ હતાં, જે હવે જોવા નથી મળતાં. મુનસર તળાવનો વિસ્તાર ૧૯ હેકટર, ૧૭ આરે અને ૧૨ ગુંઠા જેટલો છે.બ્રિટિશ સરકારે આ તળાવની ચારે દિશાઓમાં માછલી કે કોઇ પણ સરોવરમાંના જીવજંતુઓના મારણ પર પ્રતિબધ ફરમાવતું લખાણ મુકેલું છે. પશ્વિમ દિશામાં આવેલા મુનસરી માતાના મંદિર નીચેથી વરસાદનું પાણી તળાવમાં પ્રવેશી શકે તેવું આયોજન કરવામાં આવેલું છે. આ તળાવની દક્ષિણ દિશાએ સાસુ વહુના ઓરડા તરીકે પ્રચલીત થયેલ પૌરાણીક મંદિર આવેલું છે. આ તળાવ વર્તમાન સમયમાં ભારત સરકાર દ્રારા રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલું હોઇ પુરાતત્વ વિભાગના હસ્તક છે.

સંદર્ભો[ફેરફાર કરો]