મુરલી કુમાર ગાવિત
મુરલી કુમાર ગાવિત એક ભારતીય લાંબા અંતરના દોડવીર છે.
તેઓ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કુમારબંધના રહેવાસી છે. તેમણે ૨૦૧૯ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ૧૦,૦૦૦ મીટર સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ડાંગ જિલ્લાના હોવાથી તેઓ ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા બન્યા. તેમણે પંજાબ ખાતે ૨૩મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ૨૦૧૯માં પ્રથમ દિવસે ૫૦૦ મીટરની દોડ ૧૩.૫૪ મીનીટમાં અને બીજા દિવસે ૧૦૦૦૦ મીટરની દોડ ૨૯.૨૧ મીનીટમાં પૂર્ણ કરી બે સુવર્ણ ચંદ્રક મેળવ્યા હતાં. ત્યારબાદ કોરોનાના કારણે બે વર્ષનાં વિરામ બાદ તેઓ સ્પેન ખાતે દોડમાં ભાગ લેવા માટે ગયા હતા. તેમણે ૧૦ કિ.મી.ની દોડ ૨૮.૪૨ મીનીટમાં પૂર્ણ કરી રાષ્ટ્રીય કિર્તિમાન સ્થાપિત કર્યો હતો.[૧]
મુરલીએ જીવનની શરૂઆતમાં આદિવાસી છોકરા તરીકે ડાંગ જિલ્લાના દૂરના અને ઓછી વસ્તીવાળા કુમારબંધ ગામમાં ઢોર ચરાવવાનું કામ કર્યું હતું.
જૂન ૨૦૧૬માં, મુરલીએ વિયેતનામના હો ચી-મિન્હ શહેરમાં એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ભારત માટે ૫,૦૦૦ મીટરની દોડમાં કાંસ્ય ચંદ્રક જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી હતી. ૨૦૧૯માં, તેમણે એશિયન એથ્લેટિક્સમાં ૧૦,૦૦૦ મીટરની દોડમાં રજત ચંદ્રક જીત્યો. આ રેસમાં તેણે પોતાનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સમય ૨૮:૩૮.૩૪ સ્થાપિત કર્યો.[૨]
મુરલીએ છેલ્લીવાર ત્રણ વર્ષ પહેલાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા જીતી હતી, જ્યારે તેમણે પટિયાલામાં AFI ફેડરેશન કપમાં ૫૦૦૦-૧૦૦૦૦ ડબલમાં ચંદ્રક જીત્યો હતો, જ્યાં તેમણે ૨૦૧૯ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેના પ્રથમ પ્રયાસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે સ્પેનમાં 10 કિ.મી. દોડમાં વિક્રમ બનાવ્યો". www.gujaratsamachar.com. મેળવેલ 2023-06-19.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "એક સમયે પશુપાલક તરીકે કામ કરનારા મુરલી ગાવિતનું લક્ષ્ય એથ્લેટિક્સમાં ગુજરાતના મેડલના દુકાળને સમાપ્ત કરવાનું છે". pib.gov.in. મેળવેલ 2023-06-19.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)