મુસ્લિમ મહિલા અધિકાર દિવસ

વિકિપીડિયામાંથી
મુસ્લિમ મહિલા અધિકાર દિવસ
ઉજવવામાં આવે છે India
પ્રકારવાર્ષિક
મહત્વટ્રિપલ તલાક પર પ્રતિબંધની ઉજવણીમાં
તારીખ૧ ઑગસ્ટ
આવૃત્તિવાર્ષિક
સંબંધિતમુસ્લિમ મહિલા (લગ્ન પરના હક્કોનું સંરક્ષણ) અધિનિયમ, ૨૦૧૯

મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ૧ ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ના અમલની ખુશીમાં મનાવાય છે; જે ભારતમાં ટ્રીપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકે છે.[૧][૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

ટ્રીપલ તલાક એવી પ્રથા છે કે તે અંતગર્ત મુસ્લિમ પુરૂષ પોતાની પત્નીને ત્રણ વખત "તલાક" બોલીને છૂટાછેડા આપી શકે છે. ૧૯૮૫ના શાહબાનો કેસમાં સુપ્રીમ કૉર્ટ વડે આ પ્રથાને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવી પરંતુ રાજીવ ગાંધી સરકારે સંસદમાં કાયદો પસાર કરીને તેને ફરીથી કાયદાકીય માન્યતા આપી.[૩]

ટ્રીપલ તલાકને ફોજદારી ગુના તરીકે વર્ગીકૃત કરતો કાયદો ૧ ઓગસ્ટ ૨૦૧૯થી અમલમાં આવ્યો. ૨૦૧૮થી સર્વોચ્ચ ન્યાયાલય વડે ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો અને મુસ્લિમ યુગલોને ભારતીય દંડ સંહિતા મુજબ છૂટાછેડા લેવા ફરજિયાત કરવામાં આવ્યા, શરિયા કાયદા મુજબ નહીં. ૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ દેશભરમાં સર્વપ્રથમ મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવ્યો.[૪]

લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ દિવસ વિશે એમ જણાવ્યું હતું કે સરકાર દેશની મુસ્લિમ મહિલાઓના "આત્મનિર્ભરતા, આત્મસન્માન અને આત્મવિશ્વાસ"ની ઉજવણી કરવાનો અને તેમના બંધારણીય, મૂળભૂત અને લોકશાહી અધિકારોની રક્ષા કરવાનો ઉદ્દેશ ધરાવે છે.[૫]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Livemint (2021-07-31). "'Muslim Women Rights Day' to commemorate two years of triple talaq law". mint (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-09.
  2. "Significant decline in triple talaq cases after law against it came into effect: Naqvi". The Hindu (અંગ્રેજીમાં). 2021-07-31. ISSN 0971-751X. મેળવેલ 2021-09-09.
  3. "What is Shah Bano case?". The Indian Express (અંગ્રેજીમાં). 2017-08-23. મેળવેલ 2021-09-10.
  4. http://ddnews.gov.in/national/muslim-womens-rights-day
  5. ""Muslim Women Rights Day" to be observed across the country on 1st August 2021". pib.gov.in. મેળવેલ 2021-09-09.