મૂડીવાદ

વિકિપીડિયામાંથી

મૂડીવાદ સામન્યત: તે આર્થિક પ્રણાલી અથવા તંત્ર ને કહે છે જેમાં ઉત્પાદનનાં સાધન પર ખાનગી માલિકી હોય છે. આને ક્યારેક "વ્યક્તિગત માલિકી" કે પર્યાયવાચી તરીકે પણ વાપરવામાં આવે છે. યદ્યપિ અહીં "વ્યક્તિગત"નો અર્થ કોઈ એક વ્યક્તિ પણ થઈ શકે છે અને વ્યક્તિઓનો સમૂહ પણ. બહોળા અર્થમાં એમ કહી શકાય કે સરકારી પ્રણાલી સિવાય ખાનગી સ્તર પર માલિકી વાળા કોઈ પણ આર્થિક તંત્રને મૂડીવાદી તંત્રના નામથી ઓળખી શકાય છે. બીજી રીતે એમ કહી શકાય કે પૂંજીવાદી (મૂડીવાદી) તંત્ર નફા માટે ચલાવવામાં આવે છે, જેમાં રોકાણ, વિતરણ, આવક, ઉત્પાદન મૂલ્ય, બજાર મૂલ્ય, વિગેરેનું નિર્ધારણ મુક્ત બજારમાં પ્રતિસ્પર્ધા દ્વારા નિર્ધારિત થાય છે.

મૂડીવાદનો સિદ્દાંત સૌથી પહેલાં ઔદ્યોગિક ક્રાંતિ ના ફળસ્વરૂપ કાર્લ માર્ક્સ ના સિદ્ધાંતની વ્યાખ્યાના સંદર્ભમાં આવ્યો. ૧૯મી સદીમાં અમુક જર્મન સિદ્ધાંતકારોએ આ અવધારણાને વિકસિત કરવો શુરુ કર્યો જે કાર્લ માર્ક્સના મૂડી અને વ્યાજના સિદ્ધાંતથી હટીને હતો. વીસમી સદીના આરંભમાં મેક્સ વેબરે આ અવધારણાને એક સકારાત્મક રીતે સે વ્યાખ્યાયિત કરી. શીત યુદ્ધ દરમ્યાન મૂડીવાદની અવધારણાને લઈ ખૂબ વિવાદ ચાલ્યો.

મૂડીવાદી આર્થિક તંત્રને યુરોપમાં સંસ્થાગત ઢાંચાનું રૂપ સોળમી સદીમાં મળવું શરૂ થયું. જોકે મૂડીવાદી પ્રણાલીના પ્રમાણ પ્રાચીન સભ્યતાઓમાં પણ મળે છે પરંતુ આધુનિક યુરોપમાં વધુ પડતી અર્થવ્યસ્થાઓ સામંતવાદી વ્યવસ્થાના ક્ષરણ પછી હવે મૂડીવાદી થઈ ચુકી છે.