લખાણ પર જાઓ

મેઘધનુષ

વિકિપીડિયામાંથી
બેવડું મેઘધનુષ

મેઘધનુષ આકાશમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળે છે. વરસાદના વાદળ પર પડતાં સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમ જ સાત રંગોનું મેઘધનુષ રચાય છે. મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ, પછી નીલો રંગ, પછી વાદળી રંગ, પછી લીલો રંગ, પછી પીળો રંગ, પછી નારંગી રંગ તેમ જ છેલ્લે લાલ રંગ એમ સાત રંગો જોવા મળે છે.

મેઘધનુષ વાતાવરણમાં રહેલા પાણીના સુક્ષ્મ બિંદો વડે સૂર્યના કિરણોના વિભાજન ને કારણે રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરૂદ્ધ દિશામાં રચાય છે પાણીનાં બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. આ બુંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કર છે. પ્રકાશના વિભાજન તથા આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો અવલોકનકારની આંખો સુધી પહોંચે છે.[] સુર્ય દેખાતો હોય તેવા દિવસે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા હો અને પાણીના ધોધ કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તોપણ મેઘધનુષ્ય દેખાઇ શકે છે.

વક્રીભવન

ગોળાકાર હોવાથી તે ધનુષ જેવું દેખાય છે અને આ ગોળાકાર આકાર પૃથ્વીના ગોળ હોવાને કારણે સર્જાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. વિજ્ઞાન ધોરણ ૧૦. ગાંધીનગર: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. 2023. પૃષ્ઠ 167.
  2. "કેવી રીતે બને છે મેઘધનુષ?". sandesh.com. મૂળ માંથી ૨૩ જુલાઇ ૨૦૨૦ પર સંગ્રહિત. મેળવેલ ૨૩ જુલાઇ ૨૦૨૦.