મોરિશિયસનો રાષ્ટ્રધ્વજ
Appearance
નામ | ધ ફૉર બૅન્ડ, લ ક્વાત્રે બાન્ડે |
---|---|
પ્રમાણમાપ | ૨:૩ |
અપનાવ્યો | મે ૧, ૧૯૭૯ |
રચના | લાલ, ભૂરા, પીળો, લીલો રંગના ચાર આડા પટ્ટા |
મોરિશિયસનો રાષ્ટ્રધ્વજ દેશને આઝાદી મળ્યા બાદ માર્ચ ૧૨, ૧૯૬૮ના રોજ અપનાવાયો. તેમાં સરખી પહોળાઈના ચાર આડા પટ્ટા છે જે લાલ, ભૂરા, પીળો, લીલો એમ ઉપરથી નીચેના ક્રમમાં છે.
રંગો
[ફેરફાર કરો]રંગોના અર્થો નીચે જણાવ્યા અનુસાર છે:
- લાલ રંગ ગુલામીના સમયમાં વહેલા રક્તનો સૂચક છે.
- ભૂરો રંગ હિંદ મહાસાગરનો સૂચક છે.
- પીળો રંગ સોનેરી તડકાનો અને દેશમાં આઝાદીની નવી રોશનીનો સૂચક છે.
- લીલો રંગ ટાપુ પર રહેલ ગાઢ હરિયાળીનું સૂચક છે.[૧]
કદ
[ફેરફાર કરો]ધ્વજના કદની સત્તાવાર જાહેરાત મોરિશિયસ સ્ટાન્ડર્ડ બ્યૂરો કરે છે. ધ્વજનું કદ ૨:૩ના માપમાં હોય છે.
ઐતિહાસિક ધ્વજ
[ફેરફાર કરો]-
ડચ શાસન હેઠળનો ધ્વજ ૧૬૩૮-૧૭૧૦
-
૧૭૧૫-૧૭૯૨ ફ્રાન્સના રાજાનો ધ્વજ
-
૧૭૯૨-૧૮૧૦ ફ્રાન્સનો રાષ્ટ્રધ્વજ
-
૧૮૬૯-૧૯૦૬ બ્રિટન હેઠળ સંસ્થાનનો ધ્વજ
-
૧૯૦૬-૧૯૨૩ બ્રિટન હેઠળ સંસ્થાનનો ધ્વજ
-
૧૯૨૩-૧૯૬૮ બ્રિટન હેઠળ સંસ્થાનનો ધ્વજ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "MS 1 National Flag" (PDF). Mauritius Standard Bureau. October 2008. પૃષ્ઠ 6. મેળવેલ 26 May 2014.
બાહ્ય કડી
[ફેરફાર કરો]- Mauritius at Flags of the World