મ્યુચ્યુઅલ ફંડ

વિકિપીડિયામાંથી

મ્યુચ્યુઅલ ફંડસામૂહિક રીતે રોકાણ કરવા માટેની વ્યાવસાયિક યોજના (collective investment scheme) છે. જેમાં રોકાણકાર પાસેથી નાણા લઇ શેર (stock), બોન્ડ્સ (bonds) અને ટૂંકાગાળાના નાણા બજારના (money market) સાધનો અથવા અન્ય જામીનગીરી (securities)માં તેનું રોકાણ (invests) કરવામાં આવે છે. [૧]મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર (fund manager) હોય છે જે લોકો પાસેથી એકત્ર કરેલા નાણાનું નિયમિત રીતે રોકાણ (trades) કરે છે. વર્તમાન સમયે, વિશ્વભરમાં મ્યુચ્યુઅલ ફંડની કુલ કિંમત 26 ટ્રિલીયન ડોલર કરતાં પણ વધુ છે.[૨]

1940થી અમેરિકામાં (United States) નાણાના રોકાણ માટે ત્રણ પ્રકારની કંપની (investment companies) હોય છે. જેમાં ઓપન એન્ડ ફંડ્સ જે અમેરિકામાં મ્યુચ્યુઅલ ઇંડ તરીકે પણ ઓળખાય છે, યુનિટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (યુઆઇટી) અને ક્લોઝ-એન્ડ ફંડ્સ કેનેડા (Canada)માં પણ આ જ પ્રકારે નાણાનું સંચાલન થાય છે. જોકે, વિશ્વના અન્ય ભાગમાં મ્યુચ્યુઅલ ફંડને સામાન્ય રીતે સામૂહિક રોકાણના માધ્યમ તરીકે જોવામાં આવે છે. જેમાં યુનિટ ટ્રસ્ટ (unit trust), એન્ડેડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીસ (ઓઇઆસી (OEIC)સ), ઉપયોગમાં ન આવ્યા હોય તેવા ઇન્સ્યોરન્સ ફંડ (unitized insurance funds) અને અંડરટેકિંગ્સ ફોર કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઇન ટ્રાન્સફરેબલ સિક્યુરિટીસ (યુસીઆઇટી (UCITS)સ)

ઇતિહાસ[ફેરફાર કરો]

21 માર્ચ (March 21), 1924 (1924)ના મેસેકુસેટ્સ ઇન્વેસ્ટર્સ ટ્રસ્ટ (હવે એમએફએસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (MFS Investment Management))ની શોધ થઇ હતી. એક વર્ષ બાદ તેમાં 200 શેરહોલ્ડર્સ (shareholders) હતા અને 392, 000 ડોલરની અસક્યામત હતી. સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી કે જેમાં ક્લોસ્ડ-એન્ડ ફંડ (closed-end fund)નો સમાવેશ થતો હતો તેણે 1924માં 10 મિલીયન ડોલર કરતાં પણ ઓછાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

શેરબજારના કડાકાને કારણે 1929 (stock market crash of 1929)માં મ્યુચ્યુઅલ ફંડના વિકાસ પર બ્રેક વાગી ગઇ હતી.શેરબજારના કડાકા બાદ કોંગ્રેસે (Congress)સિક્યુરિટિસ એક્ટ ઓફ 1933 (Securities Act of 1933) અને સિક્યુરિટી એક્સચેન્જ એક્ટ ઓફ 1934 (Securities Exchange Act of 1934) પસાર કર્યો હતો. આ કાયદા પ્રમાણે ફંડે સિક્યુરિટીસ એન્ડ એક્સચેન્જ કમિશન (Securities and Exchange Commission) (એસઇસી) સાથે નોંધણી કરાવવી પડશે તેમજ ભાવિ રોકાણકારને ફંડ, જામિનગીરી અને ફંડ મેનેજરને લગતું પ્રોસ્પેક્ટસ (prospectus) આપવાનું રહેશે. ધ એસઈસીએ ઈન્વેસ્ટમેન્ટ કંપની એક્ટ 1940, બનાવવામાં મદદ કરી હતી (Investment Company Act of 1940).એસઈસી એક ગાઈડલાઈન બનાવે છે જે એસઈસીમાં રજિસ્ટર્ડ હોય છે તેવા ફંડોએ તેનું પાલન કરવું ફરજીયાત છે.

શેરબજારમાં લોકોના વિશ્વાસમાં ઓટ આવી રહ્યા હોવાને કારણે મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થઇ રહ્યો હતો. 1960ના અંત સુધી 270 ફંડ 48 બિલીયન ડોલરની અસક્યામત ધરાવતા હતા. 1976માં જ્હોન બોગલ (John Bogle) દ્વારા ફસ્ર્ટ ઇન્ડેક્સ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ શરૃ કરવામાં આવ્યું હતું જે પ્રથમ રિટેલ ઇન્ડેક્સ ફંડ હતું. જ્હોન બોગલે 1951માં પ્રિન્સટન યુનિવર્સિટીમાં ઔધોગિક સિદ્ધાંત વિષેના થિસિસ તૈયાર કર્યું હતું. (Princeton University)[૩]જે હવે વેનગાર્ડ 500 ઇન્ડેક્સ ફંડ (Vanguard 500 Index Fund) તરીકે પ્રચલિત છે અને તે 100 બિલીયન ડોલર કરતાં પણ વધુ અસક્યામત ધરાવતું મ્યુચ્યુઅલ ફંડ છે.

1975માં ઇન્ટરનલ રેવન્યુ કોડ (Internal Revenue Code)માં ફેરફારે મ્યુચ્યુઅલ ફંડના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી. જેમાં વ્યક્તિગતને ઇન્ડિવિડ્યુઅલ રિટાર્યમેન્ટ એકાઉન્ટ્સ (individual retirement accounts) ખોલવા માટે પરવાનગી આપવામાં આવી. જે વ્યક્તિ કોર્પોરેટ પેન્શન સંકળાયા છે તે મર્યાદિત રકમનો ફાળો આપી શકે છે. (એક સમયે વાર્ષિક 2000 ડોલર ). નોકરીએ રાખનાર માલિકોમાં પણ નોકરિયાત દ્વારા પ્રાયોજિત ‘નિયત ફાળાની રકમ’ની યોજનાઓ જેવી કે (401 (K)s (401(k)s) અને 403 (b)s અને આઆરએએસ તેમજ રોથ આઇરએએસ (Roth IRA) લોકપ્રિય થવા માંડી છે.

ઓક્ટોબર 2007માં 8,015 મ્યુચ્યુઅલ ફંડ્સ જે ઇન્વેસ્ટમેન્ટ કંપની ઇન્સ્ટિટ્યુટ (Investment Company Institute) (આઇસીઆઇ)ની માલિકીના હતા, જે અમેરિકાની નેશનલ ટ્રેડ એસોસિયેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા અને તેની કુલ અસક્યામતો 12,356 ટ્રિલિયન ડોલર હતી. [૪]

ઉપયોગ[ફેરફાર કરો]

ઇન્વેસ્ટમેન્ટ કંપની એક્ટ ઓફ 1940 (Investment Company Act of 1940)ના અન્વયે મ્ચ્યુચ્યુઅલ ફંડ એ ત્રણ પૈકીની એક પ્રાથમિક રોકાણ માટેની કંપની (investment companies) અમેરિકામાં (United States) ઉપલબ્ધ છે. [૫]

મ્યુચ્યુઅલ ફંડ ઘણા પ્રકારની જામીનગીરીમાં રોકાણ કરી શકે છે. (securities)જેમાં સૌથી વધુ રોકાણ રોકડ (cash), દસ્તાવેજ, સ્ટોક (stock) અને બોન્ડ (bond)માં થાય છે પરંતુ તેમાં 100થી વધુ પ્રકારનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે સ્ટોક ફંડ્સ પ્રાથમિક રીતે અમુક ચોક્કસ કંપની જેવી કે ટેક્નોલોજી (technology) અથવા યુટિલિટીના શેર્સ (shares)માં રોકાણ કરે છે. જે સેક્ટર ફંડ્સ તરીકે ઓળખાય છે. બોન્ડ ફંડ્સમાં સાહસ પ્રમાણે ફેરફાર થાય છે. (દાખલા તરીકે વધુ ઉપજ આપતા ઓછા મૂલ્યના બોન્ડ્સ (junk bonds) અથવા ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ કોર્પોરેટ બોન્ડ્સ) ઇસ્યુઅર્સના (issuers) પ્રકાર (દાખલા તરીકે સરકારી એજન્સીસ, કોર્પોરેશન્સ અથવા મ્યુન્સિપાલ્ટિસ) અથવા બોન્ડની પરિપક્વતા (ટૂંકા કે લાંબા ગાળાની)સ્ટોક અને બોન્ડ ફંડ્સ બંને અમેરિકાની પ્રાથમિક અમેરિકન જામિનગીરી(ડોમેસ્ટિક ફંડ્સ), અમેરિતા અને વિદેશી જામીનગીરી(વૈશ્વિક ફંડ્સ) અથવા પ્રાથમિક વિદેશી જામીનગીરી(ઇન્ટરનેશનલ ફંડ્સ)માં રોકાણ માં કરી શકે છે.

મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ (portfolios)ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનું સંચાલન પ્રોફેશનલ મેનેજરના માર્ગદર્શન દ્નારા કરવામાં આવે છે, જે ઇન્વેસ્ટરને રોકડ તેમજ ફંડ અંગે માહિતગાર કરે છે. આ ઉપરાંત ભવિષ્યમાં કયા કયા ફંડમાં રોકાણ કરવું ફાયદારૃપ થશે તેની પણ માહિતી સતત આપે છે. મ્યુચ્યુઅલ ફંડની દેખરેખ મેનેજમેન્ટ કંપનીના સલાહકાર કરાર દ્વારા થાય છે. જેની પાસે ફંડ મેનેજરની નિમણૂક કરવા પાણીચું પકડાવી દેવા સત્તા હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ્સમાં હિસાબ (accounting), નિયમનકર્તા અને કર માટે વિશેષ નિયમ હોય છે. અમેરિકામાં બધા જ પ્રકારની વેપાર કંપનીઓ, જો તેઓની આવકનો 90 ટકા હિસ્સો શેરહેલ્ડરોને વેહેંચી દે તો તેના પર ટેક્ષ લાગતો નથી. ઈન્ટરનલ રેવન્યુ કોડમાં આ ફંડો દ્વારા કેટલીક ચોક્કસ વિવિધતાઓ હોય છે. તેમજ, જે પ્રકારથી તેઓ આવક મેળવે છે તેમાં ખાસ કોઈ ફરેફરા થતો નથી અને તે સીધી રીતે શેરહોલ્ડરોને આપવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ટેક્ષ ફ્રી મ્યુનિસિપલ બોન્ડ વેંચવામાં આવે છે. આ ફંડો દ્વારા મેળવવામાં આવતી આવક ટેક્ષ ફ્રી હોય છે. ટેક્ષને લગતી વહેંચણી ફંડ કેવી રીતે તે આવક કમાઈ હોય છે તેના પર નિર્ભર હોય છે જેમ કે આ વહેંચણી સામાન્ય આવક (ordinary income)અથવા કેપિટલ ગેન (capital gains) હોય શકે છે. જો કોઈ નુકશાન થયું હોય તો તે રોકાણકારોને ફાળવવામાં આવતું નથી.

નેટ એસેટ વેલ્યુ(ચોખ્ખું સંપત્તિ મુલ્ય)[ફેરફાર કરો]

નેટ એસેટ વેલ્યુ અથવા એનએવી હાલમાં ફંડની જવાબદારી બાદ કરીને ફંડનું હોલ્ડીંગ દર્શાવે છે જે સામાન્ય રીતે શેરદીઠ હોય છે. મોટાભાગના ફંડોની એનએવી ચોક્કસ એકસચેન્જના બંધ થયા બાદ નિયમિત રીતે બદલાય છે. પરંતુ કેટલાક ફંડ ટ્રેડીંગ દિવસ દરમિયાન એનએવી ચેન્જ કરતા હોય છે. પબ્લીક ઓફરિંગ પ્રાઈઝ અથવા પીઓપી, એ એનએવી પર સેલ્સ ચાર્જ લગાડ્યા બાદની કિમંત હોય છે.ઓપન એન્ડ ફંડો પીઓપી કિંમત પર શેર વેંચે છે. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે એનએવી નક્કી કરાઈ હોય. ક્લોસ એન્ડે ફંડ (રોકાણકારો દ્વારા જે શેરનું વેચાણ થાય છે. ) તેની એનએવી કરતા ઉંચી કિંમતે કે નીચી કિંમતે સોદા કરી શકાય છે. જેને અનુક્રમે પ્રીમિયમ અને ડીસકાઉન્ટ કહેવાય છે. જો ફંડને વિવિધ કલાસ શેરોમાં વિભાજીત કરવામાં આવ્યો હોય ત્યારે દરેક કલાસની એક અલગ એનએવી હોય છે, જે અલગ વર્ગની ફી અને ખર્ચ દર્શાવે છે.

કેટલાક મ્યુચ્યુઅલ ફંડ એવી જામીનગીરીઓ પણ ધરાવતા હોય છે જેઓની લે વેચ એક્સચેન્જમાં લે વેચ થતી નથી.આ શેરો ઘણી નાની અથવા નાદાર થયેલી કંપનીઓના હોઈ શકે શકે છે , કદાચ ડીરિવટીવ (derivative)પણ હોઈ શકે છે અથવા નોંધાયા ન હોય તેવા નાણાકીય સાધનોમાં ખાનગી રોકાણ હોઈ શકે છે. (જેમ કે નોન પબ્લીક કંપની)આ જામીનગીરીઓ જાહેર માર્કેટમાં ઉપલબ્ધ ન હોય ત્યારે ફંડ મેનેજરની જવાબદારી છે એનએવી ગણતી વખતે આની ગણત્રી કરવામાં આવે. આ પ્રકારની જામીનગીરીઓમાં ફંડ કેટલું રોકાણ કરી શકે તેની માહીતી ફંડના પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવે છે.

વાર્ષિક સરેરાશ રીટર્ન[ફેરફાર કરો]

અમેરિકાના મ્યુચ્યુઅલ ફંડો દરેક ફંડ માટે 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષના ગાળા દરમિયાન સરેરાશ વાર્ષિક કુલ રીટર્ન, સરેરાશ વાર્ષિક કંપાઉન્ડ રેટ ગણવા માટે એસઈસી (SEC) દ્વારા બનાવવામાં આવેલા ફોર્મ એન-1એનો ઉપયોગ કરે છે. આ માટે નીચેની ફોર્મુલા ઉપયોગમાં લેવાય છે.[૬]

P(1+T) n = ERV

જ્યાં

પી= પ્રાથમિક ચુકવણી 1,000 ડોલર

ટી=સરેરાશ વાર્ષિક કુલ રીટર્ન

એન= વર્ષની સંખ્યા

ઈઆરવી= 1-. 5-, અને 10- વર્ષના ગાળાની શરૂઆતમાં કરાયેલી એક હજાર ડોલરની ચુકવણી 1-, 5-, અને 10- વર્ષના ગાળા બાદની કિંમત એટલે એનડીંગ રીડીમ વેલ્યુ

ટર્નઓવર[ફેરફાર કરો]

જામીનગીરીઓના સોદાઓને ફંડના ટર્નઓવર તરીકે ઓળખાવાય છે. જે સામાન્ય રીતે વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે અને તેને નેનટ એસેટ વેલ્યુના ટકા તરીકે દર્શાવવામાં આવે છે.

સામાન્ય રીતે આની ગણતરી બધા જ સૌદાના મુલ્ય દ્વારા કરાય છે.(ખરીદ, વેચાણ) જેને ફંડના કુલ હોલ્ડિંગ દ્વારા ભાગી દેવામાં આવે છે. દા.ત. એક જામીનગીરી વેચી અને અન્ય ખરીદી તો તેને એક ટર્નઓવર કહેવાય છે. જેથી ટર્નઓવરને હોલ્ડિગના બદલે ગણી શકાય છે.

કેનેડામાં, એનઆઈ81-106(ઈન્વેસ્ટમેન્ટ ફંડ માટેનું જરૂરી ડીસ્કલોઝર) મુજબ ટર્નઓવર રેશિયો, ખરીદ અને વેચાણ પોર્ટફોલિયોના સરેરાશ કદ(રોકડ સહિત) વડે ભાગીને ગણવામાં આવે છે.

ખર્ચ અને ટીઈઆર[ફેરફાર કરો]

અન્ય કંપનીઓની માફક જ મ્યુચ્યુઅલ ફંડ પણ ખર્ચ ભોગવે છે.મ્યુચ્યુઅલ ફંડના ફી માળખાને બે કે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. મેનેજમેન્ટ ફી, નોન મેનેજમેન્ટ ખર્ચ, અને 12બી-1/નોન-12બી-1 ફી. આ ખર્ચ ફંડની રોજની નેટ એસેટ વેલ્યુના ટકા પ્રમાણે દર્શાવવામાં આવે છે.

મેનેજમેન્ટ ફી[ફેરફાર કરો]

ફંડ માટે ફંડના રોકાણોના મેનેજમેન્ટ માટે કન્ટ્રેક્ટયુઅલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝી ફી ચાર્જ કરવામાં આવે છે તે પ્રકારે જ મેનેજમેન્ટ ફી ચાર્જ કરાય છે.જો કે, ઘણી ફંડ કંપનીઓ જ્યારે વિવિધ ફંડોના કુલ મેનેજમેન્ટ ખર્ચ માટે એડવાઈઝરી ફી માળખામાં વહીવટી ફી પણ દાખલ કરે છે, આ દ્વારા મેનેજમેન્ટ ફીની વ્યાખ્યા કરવામાં સરળતા રહે છે.વિવિધ ફંડોમાં આ પ્રકારની મેનેજમેન્ટ ફી લેવાતી હોય છે.

કન્ટ્રેક્ટયુઅલ એડવાઈઝરી ફીને "ફ્લેટ રેટ" તરીકે સમાવવામાં આવી હોઈ શકે છે. દા.ત. ફંડની એસેટ સાઈઝ સામે જોયા વગર ફંડને સિંગલ ફી ચાર્જ લગાવવામાં આવે છે. જો કે, ઘણા ફંડોમાં કન્ટ્રેક્ટયુઅલ ફીમાં બ્રેક પાઈન્ટનો પણ સમાવેશ થાય છે, જેમ જેમ ફંડની સંપત્તિ વધતી જાય છે તેમ તેમ એડવાઈઝરી ફી ઓછી થતી જાય છે. એક માત્ર ફંડને બદલે ગ્રુપની બધી જ સંપત્તિના મુલ્ય પર અથવા કોમ્પલેક્ષ ઓફ ફંડ પર આ ફી રખાય છ જેથી એડવાઈઝરી ફીને વધુ સ્પર્ધાત્મક બનાવી શકાય છે.

નોન-મેનેજમેન્ટ ખર્ચ[ફેરફાર કરો]

મેનેજમેન્ટ ફી સિવાય કેટલાક બિન સંચાલકીય ખર્ચ હોય છે જે દરેક ફંડે ચુકવવા ફરજીયાત હોય છે. કેટલાક મહત્વના બિન સંચાલકિય ખર્ચ આ મુજબ છે. ટ્રાન્સફર એજન્ટ ખર્ચ(આ એ વ્યકિત હોય છે જ્યારે તમે ફોન લાઈન પર તમારા ફંડના શેર લે વેચ કરવા માંગો છો)કસ્ટોડીયન ખર્ચ(ફંડની સંપત્તિ બેંક દ્વારા કસ્ટડીમાં રાખવામાં આવે છે જેની કસ્ટડી ફી લેવાય છે.)લિગલ-ઓડીટ ફિ, ફંડ એકાઉન્ટિંગ ખર્ચ, રજીસ્ટ્રરિંગ ખર્ચ( જ્યારે ફંડ રજીસ્ટ્રેશન સ્ટેટમેન્ટ ફાઈલ કરે છે ત્યારે એઈઈસી રજીસ્ટ્રેશન ફી ચાર્જ કરે છે) બોર્ડ ઓફ ડીરેક્ટર-ટ્રસ્ટી ખર્ચ(મીટિંગમાં હાજર રહેવા માટે બોર્ડના સભ્યોને આપવામાં આવતી ફી) અને પ્રિન્ટીંગ અને પોસ્ટેજ ખર્ચ( શેરહોલ્ડરોને વાર્ષિક રીપોર્ટ મોકલતી વખતે થતો ખર્ચ )

12b-1/નોન-12b-1 સર્વિસ ફી[ફેરફાર કરો]

ફંડના માર્કેટિંગ ખર્ચ માટે ફંડો આ પ્રકારની ફી 12બી-1 સર્વિસ ફી હેઠળ ચાર્જ કરી શકે છે. નોન-12બી-1 સર્વિસ ફીને માર્કેટિંગ શેરહોલ્ડર સર્વિંગ ફી તરીકે ઓળખાય છે. એસઈસીના નિયમ 12બી-1 હેઠળ આ ફી આવતી નથી જ્યારે ફંડ ફુલ 12બી-1 ફી ચાર્જ કરતા નથી ત્યારે તેઓ વારંવાર આ પ્રકારની ફી લગાવે છે.જ્યારે ફ્રન્ટ એન્ડ લોડ અને નોન લોડ ફંડમાં રોકાણ કરતી વખતે ફંડની 12બી-1ફી .250 ટકા(અથવા 25 બેસિસ પોઈન્ટ હોય છે. )બેક એન્ડ અને લેવલ લોડ શેર માટે 12બી-1 ફી 50 અને 75 બેઝીસ પોઈટ વચ્ચે હોય છે. પણ ઘણી વખત તે 100 બેઝીસ પોઈન્ટ સુધી પણ હોય છે.જ્યારે ફંડ નોન લોડ ફંડ તરીકે માર્ક કરેલા હોય છે ત્યારે તેનો મતલબ એવો નથી થતો કે તેઓ વેંચણી ખર્ચ ચાર્જ કરશે નહીં. એવું અપેક્ષિત મનાય છે કે ઓનલાઈન બ્રોકરેજ સાઈટમાં ફંડ લીસ્ટેડ હોય છે ત્યારે તે ફંડ સેલ્ફસ્પેશ માટે વિવિધ રીતે ફી ચુકવતી હોય છે જે સીધી રીતે 12બી-1 ફી સાથે સંકળાયેલી હોતી નથી.

રોકાણકાર ફી અને ખર્ચ[ફેરફાર કરો]

રોકાણકારના દલાલ દ્વારા નક્કી કરવામાં આવેલી ફી અને ખર્ચનું માળખું અલગ અલગ હોય છે. સેલ્સ લોડ(પ્રાસંગિક રીતે મુલત્વી રખાયેલો સેલ્સ લોડ)નો ટોટલ એક્સપેન્સ રેશિયો(ટીઈઆર)માં સમાવેશ કરવામાં આવતો નથી કારણ કે ફંડ માટેના સ્ટેટમેન્ટ ઓફ ઓપરેશન દ્વારા પસાર થતો નથી. આ ઉપરાંત, રોકાણકારોને ફંડમાંથી જલ્દી નાણા ઉપાડી લેતા રોકવા ફંડ દ્વારા અર્લી રીડમ્પશન ફી લેવામાં આવે છે. રોકાણકાર દ્વારા આ પ્રકારના સોદા કરવાથી ઘણી વખત ફંડને પ્રવાહીતામાં મુશકેલીઓ પડે છે જેથી આ પ્રકારની ફી લગાવાય છે.દા.ત. ફિડેલીટી ડાઈવર્સિફાઈડ ઈન્ટરનેશનલ ફંડ (Fidelity Diversified International Fund)(એપડીઆઈવીએક્સ) રોકાણકાર દ્વારા 30 દિવસથી ઓછા સમયમાં પૈસા પાછા ખેંચવામાં આવે તો 1 ટકા જેટલી ફી વસુલ કરે છે.

દલાલનું કમિશન[ફેરફાર કરો]

આ ઉપરાંત એક વધારાનો ખર્ચ જે ઓપરેશનના સ્ટેટમેન્ટ દ્વારા પાસ કરવામાં આવતો નથી અને જે રોકાણકારા દ્વારા કંટ્રોલ કરી શકાતો નથી તે છે બ્રોકરેજ કમિશન(દલાલનું કમિશન) (brokerage commissions). બ્રોકરેજ કમિશન ફંડની કિંમતમાં સમાવિષ્ઠ હોય છે જે ત્રણ મહિના પછી ફંડના વાર્ષિક રીપોર્ટમાં વધારાની માહીતીના સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવે છે. બ્રોકરેજ કમિશન પોર્ટફોલિયો ટર્નઓવર સાથે સીધી રીતે સંકળાયેલું છે (એક વર્ષની અંદર ફંડની સંપત્તિ કેટલી વખત વેંચાઈ અને ખરીદાઈ તે પોર્ટફોલિયો ટર્નઓવર તરીકે ગણાવાય છે.)જેમ જેમ પોર્ટફોલિયો ટર્નઓવર વધુ તેમ તેમ બ્રોકરેજ કમિશન વધુ હોય છે.મ્યુચ્યુઅલ ફંડ કંપનીના સલાહકારોને બ્રોકરેજ એરેજમેન્ટ દ્વારા શ્રેષ્ઠ બજાવણી કરવાની હોય છે જેથી ફંડને લાગતા કમિશન ચાર્જ અતિશય ન હોઈ શકે.

મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર[ફેરફાર કરો]

ઓપન-એન્ડ ફંડ[ફેરફાર કરો]

એસઈસી (SEC)દ્વારા મ્યુચ્યુઅલ ફંડને ઓપન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે ઓળખાવાય છે. તેની ગણતરી આ પ્રકારે થાય છે. ઓપન-એન્ડેડ (open-ended)નો અર્થ એ થાય કે દરેક દિવસના અંતે, ફંડ રોકાણકારોને નવો શેર (share) ઈસ્યુ કરે છે અને ફંડ છોડી દેવા માંગતા રોકાણકારો પાસેથી શેર ખરીદી લે છે.

મ્યુચ્યુઅલ ફંડનું માળખું ટ્રસ્ટ અથવા કોર્પોરેશન (corporation)નું હોવું જોઈએ, જેમ કે બિઝનેશ ટ્રસ્ટ (business trust), અને અન્ય કોઈ કોર્પોરેશન અથવા એસઈસી (SEC)દ્વારા ક્લાસીફાય કરેલા ટ્રસ્ટ, કે જે ઈન્વેસ્ટમેન્ટ કંપની જો તે જામીનગીરીઓ અને પ્રાથમિક રીતે બિન સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરે તે. ઓપન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની જે કેટલીક ચોક્કસ જામીનગીરીઓ(યુનિટ ઈન્વેસ્ટમેન્ટ ટ્સ્ટ (unit investment trust) અથવા યુઆઈટી)માં વ્યાજ આપતી ન હોય તે એસઈસી (SEC) દ્વારા ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે ક્લાસીફાય કરાય છે.( અને જો તેઓ રીડીમ જામીનગીરીઓ જાહેર કરે તો. નોંધાયેલી ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ જેઓ યુઆઈટી નથી અથવા ઓપન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની નથી તેઓ ક્લોઝ એન્ડ ફંડ (closed-end fund)કહેવાય છે. ક્લોઝ ફંડ કે યુઆઈટી ફંડ નથી હોતા તેઓ મ્યુચ્યુઅલ ફંડ હોય છે. (અમેરીકામાં વપરાતી વ્યાખ્યા મુજબ)

એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ[ફેરફાર કરો]

તાજેતરમાં જ હવે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અથવા ઈટીએફ, ને ઘણી વખત ઓપન એન્ડે ઈન્વેસ્ટમેન્ટ કંપની તરીકે ગણવામાં આવે છે. ઈટીએફ મ્યુચ્યુઅલ ફંડ અને ક્લોઝ એન્ડ ફંડના અમુક લક્ષ્ણો ધરાવે છે.શેરબજાર (stock exchange)માંઆખા દિવસ દરમિયાન ઈટીએફમાં, ક્લોજ એન્ડે ફંડની જેમ જ લે વેચ કરી શકાય છે. પણ કિંમત સામાન્ય રીતે ઈટીએફની નેટ એટેસ વેલ્યુ દર્શાવે છે. મોટાભાગના ઈટીએફ ઈન્ડેક્ષ ફંડ (index fund)હોય છે અને સ્ટોક માર્કેટ ઈન્ડેક્ષ (stock market index)ની જેમ જ વઘઘટ થાય છે. આવા શેર સંસ્થાકિય રોકાણકારો દ્વારા મોટા પ્રમાણમાં ઈસ્યુ કરવામાં આવે છે અથવા રીડીમ કરવામાં આવે છે. (50,000 જેટલી સંખ્યામાં)માર્કેટમાં મોટાભાગના રોકાણકારો તેની લે વેચ દલાલ દ્વારા કરે છે.કારણ કે સંસ્થાકિય રોકાણકારો ખરીદ અને રીડીમ પ્રકારે (in kind)ટ્રાન્ઝેક્શન કરે છે. ઈટીએફ મ્યુચ્યુઅલ ફંડ કરતા વધુ કાર્યક્ષમ હોય છે. (જે સતત જામીનગીરીઓ ઈસ્યુ કરે છે અને રીડીમિંગ કરે છે , અને આ ટ્રાન્ઝેક્શનને અસર કરવા અને પ્રવાહીતાની સ્થિતિ મેન્ટેન કરવા માટે જામીનગીરીઓનું સતત ખરીદ અને વેચાણ પણ કરે છે.) જેથી આનો ખર્ચ ઓછો હોય છે.

એક્સચેન્જ ટ્રેડડ ફંડ એવા વિદેશી રોકાણકારો માટે પણ મુલ્યવાન છે જેઓ શેરબજારમાં વેચાતી અને ખરીદાતી જામીનગીરીઓ લે વેચ કરી શકે છે. પરંતુ રેગ્યુલેટરી કારણસર અમેરીકાના પરંપરાગત મ્યુચ્યુઅલ ફંડમાં મર્યાદીત પ્રમાણમાં ભાગ લઈ શકે છે.

ઈક્વિટી ફંડ[ફેરફાર કરો]

ઈક્વિટી ફંડ (Equity fund)મ્યુચ્યુઅલ ફંડનો જાણીતો પ્રકાર છે જેમાં ફંડ શેરમાં રોકાણ ધરાવે છે. અમેરિકામાં બધા જ મ્યુચ્યુઅલ ફંડમાં થતા રોકાણમાંથી 50 ટકા જેટલી રકમ ઈક્વિટી ફંડમાં રોકાય છે. [૭]સામાન્ય રીતે ઈક્વિટી ફંડ ચોક્કસ વ્યુહરચનાને આધિન અને ચોક્કસ ઈસ્યુમાં રોકાણ કરતા હોય છે.

કૅપિટલાઇઝેશન(મુડીકરણ)[ફેરફાર કરો]

ફંડ મેનેજર (Fund manager) અને અન્ય વ્યવસાયિક રોકાણકારો મીડ કેપ (mid-cap), લાર્જ કેપ (large-cap)ને લઈને અલગ અલગ વ્યાખ્યા કરે છે. રસેલ ઈન્ડેક્ષ (Russell Indexes) દ્વારા નીચે આપવામાં આવેલી રેન્જનો ઉપયોગ કરવામાં આવે છે. [૮]

 • રસેલ માઈક્રોકેપ ઈન્ડેક્ષ-માઈક્રો -કેપ(($ 54.8-539.5 મિલિયન ડોલર)
 • રસેલ 2000 (Russell 2000)ઈન્ડેક્ષ- સ્મોલ-કેપ(($ 182.6 મિલિયન-1.8 બિલિયન ડોલર)
 • રસેલ મીડકેપ (Russell Midcap)ઈન્ડેક્ષ-મીડ કેપ(($ 1.8 -13.7 બિલિયન ડોલર)
 • રસેલ 1000 (Russell 1000) ઈન્ડેક્ષ-લાર્જ-કેપ(($1.8 -386.9 બિલિયન ડોલર)

વિકાસ વિ. મુલ્ય[ફેરફાર કરો]

અન્ય એક તફાવત ગ્રોથ ફંડ (growth funds)અંગે છે. આ ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેઓ મોટા કેપિટલ ગેન (capital gain) અને વેલ્યુ ફંડ (value funds)ની તાકાત ધરાવતી હોય છે પરંતુ તેનું મુલ્યાંકન ઓછું થયું હોય છે જેના પર આ ફંડ ખાસ ધ્યાન આપે છે. વેલ્યુ સ્ટોક ઐતિહાસિક રીતે વધુ નફો આપે છે , જો કે અર્થશાસ્ત્ર મુજબ આ મોટા જોખમ સામે વળતર આપે છે. ગ્રોથ ફંડ નિયમિત રીતે ડિવિડન્ડ (dividend)ચુકવવા માટે બંધાયેલા હોતા નથી. જ્યારે ઈન્કમ ફંડ (Income fund) નિયમિત ડિવિડન્ડ ચુકવતા શેરોમાં રોકાણ કરવાનું વલણ ધરાવે છે. બેલેન્સ ફંડમાં વિવિધ વ્યુહરચનાનું કોમ્બિનેશન હોય છે. આ ફંડો બોન્ડ (bonds)માં પણ રોકાણ કરે છે. કારણ કે વિકાસ મેળવવો છે પરંતુ જોખમ ખેડવું નથી માટે તેઓ બોન્ડમાં રોકાણ કરે છે[સંદર્ભ આપો].

ઈન્ડેક્ષ ફંડ વિ. સક્રિય મેનેજમેન્ટ[ફેરફાર કરો]

ઈન્ડેક્ષ ફંડો (index fund)તેઓનું રોકાણ મોટાભાગે એવી કંપનીઓમાં રાખે છે જેઓ મોટા સ્ટોક ઈન્ડીકના ભાગ હોય જેમ કે એસએન્ડપી 500 (S&P 500), જ્યારે સક્રિય રીતે મેનેજ થતા ફંડો (actively managed fund) સુપ્રિયર સ્ટોક પીકીંગ ટેકનિક દ્વારા સુસંગત ઈન્ડેક્ષને આઉટપર્ફોમ કરવાનો પ્રયાસ કરે છે. ઈન્ડેક્ષ ફંડો તેમની સંપત્તિઓ ચોક્કસ પબ્લીશ ઈન્ડેક્ષની બરાબર, નજીક રાખવાન પ્રયાસ કરે છે. ઈન્ડેક્ષ ચાર્જની હરીફાઈ કવચિત થઈ છે ત્યારે ઈન્ડેક્ષ ફંડ મેનેજર એક્ટીવ ફંડ મેનેજરની તુલનામાં માત્ર જુજ સોદા પાડે છે.સામાન્ય રીતે આ કારણે ઈન્ડેક્ષ ફંડમાં એક્ટીવ મેનેજ ફંડ કરતા સોદાનો ખર્ચ ઓછો હોય છે , ટીપીકલી, શોર્ટ ટર્મ કેપિટલ ગેન (capital gains) ટેક્ષ શેરહોલ્ડરોને પાસ કરવાનો હોય છે આ ઉપરાંત, ઈન્ડેક્ષ ફંડ વ્યકિતગત શેરની પસંદગી માટેનો ખર્ચ માથે ઓઢી લેતા નથી(પ્રોપરાઈટરી સિલેકશન ટેકનીક અને રીસર્ચ વગેરે) અને નક્કી કરે છે કે ક્યારે ખરીદવું, કયાં સુધી રાખવો અને ક્યારે વ્યકિતગત રોકાણ વેંચી દેવું. તેના બદલે, સામાન્ય કોમ્પુયટર મોડલનો ઉપોયગ કરાય છે જે ફંડને ગેરમાર્ગે દોરતો રોકવામાં મદદ કરે છે. ટાર્ગેટ ઈન્ડેક્ષ સાથે સમજુતી પત્ર

કેટલાક અનુભવ આધારીત પુરાવાઓ મુજબ સ્પષ્ટ થાય છે કે મ્યુચ્યુઅલ ફંડ ઘણી વખત માર્કેટની નાડ પારખી શકતા નથી અને એક્ટીવલી મેનેજ મ્યુચ્યુઅલ ફંડ તેના જેવી જ લાક્ષ્ણિકતા ધરાવતા પોર્ટફોલિયો સામે અન્ડરપર્ફોમ કરે છે. એક અભ્યાસ મુજબ 1,500 જેટલા અમેરિકાના મ્યુચ્યુલઅલ ફંડ 1962 થી 1992 દરમિયાનના અડધા વર્ષોમાં માર્કેટને અંડરપર્ફોમ કર્યું. [૯]તદ્ઉપરાંત, ભૂતકાળમાં જેઓનો દેખાવ સારો રહ્યો હતો તેવા ફંડ માર્કેટને ભવિષ્યમાં ફરી વખત પારખવામાં નિષ્ફળ રહ્યા હતા. (જેનસેન, 1968, ગ્રીમબ્લાટ એન્ડ શેરીડેન ટીટમેન (Sheridan Titman), 1989). [૧૦]

બોન્ડ ફંડ[ફેરફાર કરો]

મ્યુચ્યુઅલ ફંડની કુલ સંપત્તિ 18 જેટલા બોન્ડ ફંડ (Bond fund)માં રોકાયેલી છે. [૧૧]બોન્ડ ફંડના પ્રકારમાં ટર્મ ફંડનો સમાવેશ થાય છે જે પાક્યા પહેલા ચોક્કસ સમય સુધી ફિક્સ હોય છે. (શોર્ટ-મીડીયમ, અને લોંગ ટર્મ)મ્યુનિસિપલ બોન્ડ (Municipal bond) મોટાભાગે ઓછુ વળતર આપે છે પરંતુ તેઓમાં ટેક્ષ (tax)નો ફાયદો થાય છે તેમજ જોખમ ઓછું હોય છે. હાઈલી યીલ્ડ ફંડ મોટાભાગે કોર્પોરેટ બોન્ડ, જેમાં હાઈ-યીલ્ડ અને જંક બોન્ડ (junk bond) સામેલ છે તેમાં રોકાણ કરે છે. વધુ વળતરની આશા રખાતી હોવાથી આ બોન્ડમાં પણ ઘણું જોખમ હોય છે.

મની માર્કેટ ફંડ[ફેરફાર કરો]

અમેરિકામાં મ્યુચ્યુઅલ ફંડની સંપત્તિનો 26 ટકા હિસ્સો મની માર્કેટ ફંડ (Money market fund)મા છે. [૧૨]મની માર્કેટ ફંડમાં ઓછું જોખમ હોય છે સાથે સાથે વળતળનું પ્રમાણ પણ ઓછું હોય છે.સર્ટીફિકેટ ઓફ ડીપોઝીટ (certificates of deposit)થી ભિન્ન મની માર્કેટ શેર પ્રવાહી (liquid) હોય છે અને તેને ગણે ત્યારે વેંચી શકાય છે.

ફંડના ફંડ[ફેરફાર કરો]

ફંડ ઓફ ફંડ(એફઓએફ)એ એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે જેઓ અન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.( આ ફંડો અન્ય ફંડોને મળીને રચવામાં આવ્યો હોઈ શકે છે. )આ ફંડમાં રોકાણકારો વ્યકિતગત રીતે તેમા રોકાણ કરી શકે છે. ફંડ ઓફ ફંડ સામાન્ય રીતે મેનેજમેન્ટ ફી ચાર્જ કરે છે જે નોર્મલ ફંડ કરતા ઓછી હોય છે કારણ કે આ ફી સંપત્તિની વહેંચણીની સેવા માટે લેવામાં આવે છે.જે ફિ ચાર્જ કરવામાં આવે છે તે સ્ટેટમેન્ટ ઓફ ઓપરેશન દ્વારા પહોંચાડવામાં આવતી નથી પરંતુ, ફંડના વાર્ષિક રીપોર્ટ, પ્રોસ્પેક્ટ અને સ્ટેટમેન્ટ ઓફ એડિશન ઈન્ફોર્મેશનમાં તે દેખાડવામાં આવે છે. આ ફંડને વિવિધ વર્ગના ખર્ચાઓ અને અંડરલેઈંગ ફંડ ખર્ચને લઈને તેનું મુલ્યાંકન કરવામાં આવે છે. આ બન્ને કારણોથી રોકાણકારને મળતું વળતર ઓછું થાય છે.

મોટાભાગના એફઓએફ તેમના રોકાણો સંકળાયેલા ફંડમાં કરે છે.(જેમ કે એક જ સલાહાકાર દ્વારા સંચાલિત થતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ)જો કે કેટલુંક રોકાણ અન્ય સલાહકારો( જેઓ જોડાયેલા નથી)ના ફંડમાં પણ કરવામાં આવે છે.સલાહાકાર સિવાયના ફંડમાં રોકાણ કરવાનો સંકળાયેલા સલાહાકારના ફંડમાં રોકાણ કરવા કરતા ખર્ચ વધું આવે છે. કારણ કે આવા ફંડોમાં રોકાણ કરતા પહેલા તેની યોગ્ય તપાસ અને સંશોધન કરવું પડે છે. તાજેતરમાં, એફઓએફને વિવિધ ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમ કે એકમાં ફંડનું સંચાલન સક્રિય રીતે થાય છે. (આમા રોકાણ સલાહાકાર માર્કેટની સ્થિતિ બદલાતા તેની સમિક્ષા કરે છે અને ફંડમાં રોકાણોમાં પરિવર્તન લાવે છે. )અને બીજામાં એવા ફંડ છે જેઓ નિષ્ક્રિય રીતે સંચાલિત થાય છે.(જેમાં રોકાણ સલાકાર સંપત્તિની વહેંચણી એલોકેશન મોડેલ આધારિત કરે છે જેને ચોક્કસ સમયાંતરે સમતોલ કરવામાં આવે છે. )

એફઓએફની ડીઝાઈન એવા રોકાણકારો માટે બનાવવામાં આવી છે જેઓ પોતાની રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે સક્ષમ નથી અથવા તેમની ઈચ્છા નથી .આવા રોકાણકારોને રેડી મિક્ષ મ્યુચ્યુઅલ ફંડની પસંદગીનો અવકાશ આપવામાં આવે છે.ટીઆઈએએ-સીઆરઈએપ જેવી ફંડ કંપનીઓ, અમેરિકન સેન્ચુરી ઈન્વેસ્ટમેન્ટ, વેનગાર્ડ, અને ફીડેલીટી પણ આ માર્કેટમાં પ્રવેશ કર્યો છે જેથી ફંડની પસંદગી કરતી વખતે રોકાણકારોને વધુ વિકલ્પો મળી રહે. દા.ત. 2020, 2030, 2050માં રોકાણકાર નિવૃત થવા માંગતો હોય તે મુજબ ફાળવણી જુદી જુદી હોય છે. જેમ જેમ નિવૃતિની તારી દુર તેમ તેમ એસેટી મિક્ષનું પ્રમાણ વધુ આક્રમક હોય છે.

હેજ ફંડ[ફેરફાર કરો]

હેજ ફંડો (Hedge fund) એ મ્યુચ્યુઅલ ફંડથી એકદમ અલગ છે અને તેની સાથે કોઈ સમાનતા નથી. આવા ફંડોને એસઈસીના કોઈ નિયંત્રણો પણ લાગતા નથી. આ ફંડો મુખ્યત્વે સટ્ટા પર આધારીત હોય છે. કેટલાક હેજ ફંડ મેનેજર્સને એસઈસીમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર એક્ટ અંતર્ગત રોકાણ સલાહાકર તરીકે નોંધણી કરાવવી પડે છે. [૧૩]આ એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે સલાહાકારે ચોક્કસ નીતિઓને અનુસરવાનું કે અમુક રોકાણ વ્યુહરચનાથી દુર રહેવાનું તેમજ અમુક પ્રકારનું રોકાણ ન કરી શકે તેવી પણ આ કાયદામાં કોઈ જોગવાઈ નથી. હેજ ફંડો મુખ્યત્વ મેનેજમેન્ટ ફી તરીકે 1 ટકાથી વધુ તેમજ હેજ ફંડના નફાના 20 ટકા જેટલી "પર્ફોરમન્સ ફી" તરીકે ચાર્જ કરે છે. આમા "લોક અપ પિરિયડ" પણ હોય છે જેમાં રોકાણકાર શેર રોકડેથી વેંચી શકે નહીં. વ્યકિતગત રોકાણકારો માટે હેજ સ્ટ્રેટેજી 130-30 (130-30 fund) ફંડ હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ વિ. અન્ય રોકાણો[ફેરફાર કરો]

શેરમાં રોકાણ કરવું એના કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે.દા.ત., ટ્રાન્ઝેક્શન ફી બધા જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો વચ્ચે વહેંચાઈ જાય છે જેથી તેનો લાભ દરેક રોકાણકારને મળે છે. ત્રીજા પક્ષ(વ્યવસાયિક ફંડ મેનેજર)ની મદદ લઈને પણ રોકાણકાર ફાયદો મેળવી શકે છે. આ દ્વારા રોકાણકાર ત્રીજા પક્ષની કાબેલિયત, સમય અને સંશોધનનો લાભ લઈને રોકાણ કરે છે. જો કે આવા વ્યવસાયિક ફંડ મેનેજરોને લઈને વિવાદ પણ છે કે તેઓ ઈન્ડેક્ષ ફંડ કે પબ્લીક ઈન્ડેક્ષના શેરોની નકલ કરીને રોકાણ કરે છે. ઈન્ડેક્ષ સક્રિય રીતે મેનેજ થતા હોય કે નિષ્ક્રિય રીતે મ્યુચ્યુઅલ ફંડો જોખમથી મુક્ત તો નથી.શેરમાં જે રોકાણ કરવામાં આવે છે તેવી રીતે આમાં પણ જોખમ રહેલું છે.જો ફંડ પ્રાથમિક રીતે શેરમાં રોકાણ કરે, તો દેખીતી રીતે શેરબજાર (stock market)માં જેમ વઘઘટ થાય છે તેમ ફંડના ભાવમાં પણ વધઘટ થવાનું જોખમ હોય છે.

શેર ક્લાસ[ફેરફાર કરો]

ઘણા મ્યુચ્યુઅલ ફંડ એક કલાસથી વધુ શેર ઓફર કરે છે.દા.ત. તમે એવા મ્યુચ્યુઅલ ફંડ જોયા હશે જેઓ "ક્લાસ એ (Class A)" અને "કલાસ બી (Class B)" શેર ઓફર કરે છે. દરેક કલાસને એ જ પ્રકારના પોર્ટફોલિયોમાં રોકાણ કરાય છે અને તેના રોકાણના ઉદ્દેશો અને નીતિઓ એ જ હોય છે. પરંતુ દરેક ક્લાસને અલગ અલગ શેરહોલ્ડર સર્વિસ હોય છે અને વહેંચાણની પદ્ધતિ વિવિધ ફિ અને ખર્ચની સાથે અલગ હોય છે. આ ભેદ વિવિધ કલાસમાં ગ્રાહકને જ્યારે સર્વિસ ઓફર કરવામાં આવે છે ત્યારે દેખાય છે. દા.ત. એક કલાસ દલાલ વડે ફ્રન્ટ એન્ડ લોડ દ્વારા વેચાય છે, જ્યારે બીજો કલાસ સીધો જ લોકોને ઓફર કરાય છે લોડ વગર. પરંતુ "12બી-1ફી (12b-1 fee)" ક્લાસને લગતા ખર્ચમાં સમાવેશ થાય છે. (કેટલાક સમયે આને કલાસ સી શેર તરીકે ઓળખવામાં આવે છે.) હજી પણ ત્રીજા વર્ગમાં ઓછામાં ઓછું 10,000,000 ડોલરનું રોકાણ કરવું પડે છે જે માત્ર સંસ્થાકિય રોકાણકારો માટે ઉપલબ્ધ છે. (આને સંસ્થાકિય શેર ક્લાસ કહેવાય છે.) કેટલાક કિસ્સાઓમાં, ઘણા વ્યકિતઓ અલગ અલગ રીતે ભેગા થઈને નિયમિત રોકાણ કરે છે જેમ કે રિટાયર્મન્ટ પ્લાન( જેમ કે 401(કે)પ્લાન (401(k) plan) "સંસ્થાકિય" શેર લેવા માટે લાયક થાય છે.(અને લાક્ષ્ણિક રીતે નીચા ખર્ચ ગુણોત્તરનો લાભ મળે છે.) વ્યકિતગત રીતે કોઈ સભ્ય તે શેર લેવા માટે લાયક ન થતો હોવા છંતા આ પ્લાન અંતર્ગત તેઓ સંસ્થાકિય શેર લઈ શકે છે. [૧૪]પરિણામે, દરેક વર્ગનો અલગ અલગ દેખાવ અને પરિણામો હોય છે.[૧૫]

બહુવર્ગીય માળખુ રોકાણકારોને તેમના રોકાણના લક્ષ્ય મુજબનું ફી અને ખર્ચનું માળખું ધરાવતા ફંડ ખરીદવાની સગવડ આપે છે.( સમય અને ફંડમાં ટકી રહેવાની સગવડનો પણ આમા સમાવેશ થાય છે. )[૧૫]

જવાબદારી અને ખર્ચ[ફેરફાર કરો]

જ્યારે શેરનું વેચાણ થાય છે ત્યારે રોકાણના પ્રમાણમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરદલાલ (broker)ને કમિશન (commission) પેટે ફ્ન્ટ એન્ડ લોડ (front-end load) અથવા સેલ્સ ચાર્જ (sales charge)ચુકવવામાં આવે છે. લોડને અંતર્ગત રોકાણની કિંમત ઓછી કરવામાં આવે છે.કેટલાક ફંડો વિવિધ સેલ્સ ચાર્જ (deferred sales charge)અથવા બેક એન્ડ લોડ (back-end load) ઓફર કરે છે.આ પ્રકારમાં ગ્રાહકે શેરખરીદતી વખતે કોઈ પણ સેલ્સ ચાર્જ ચુકવવો પડતો નથી, પરંતુ જ્યારે તે શેરને કેટલાક સમય સુધી તે રાખવા માગે છે અને રીડીમ કરે છે ત્યારે કમિશન ચુકવવું પડે છે. અન્ય ડીરીવેટીવ માળખુ છે જેને લેવલ લોડ (level-load)ફંડ કહે છે. આમા સેલ્સ ચાર્જ ફંડ ખરીદી વખતે ચુકવવામાં આવતો નથી પરંતુ ખરીદવામાં આવેલા શેરને એક વર્ષની અંદર વેંચી દેવામાં આવે તો બેક એન્ડ લોડ ચાર્જ લાગે છે.

લોડ ફંડ ફાઈનૅન્શલ ઈન્ટરમીડિયરી (financial intermediaries) દ્વારા જેમ કે દલાલ, નાણાકીય આયોજક (financial planner)અને અન્ય પ્રકારના રજીસ્ટર્ડ પ્રતિનિધિઓ જે પોતાની સર્વિસ માટે કમિશન વસુલ કરે છે તેઓ દ્વારા વેંચવામાં આવે છે. ફ્રન્ટ એન્ડ લોડ ધરાવતા શેરો તેમના નંબરના ફેરફાર મુજબ બ્રેક પોઈન્ટ (breakpoints)મેળવવા માટે હકદાર હોય છે. ( દા.ત.ચુકવવાયેલા કમિશનમાં ઘટાડો)આમાં એજ ફંડ ફેમીલીના અન્ય એકાઉન્ટ હોલ્ડરો દ્વારા જેઓ ગ્રાહક કે અન્ય પરિવાર દ્વારા, અથવા નીચા કમિશનના બદલામાં ચોક્કસ સમયગાળા દરમિયાન વધુ શેરો ખરીદ કરવાનો વાયદો કર્યો હોય તેઓનો સમાવેશ થાય છે.

સેલ્સ ચાર્જ (sales charge)ની ચુકવણી કર્યા વગર ઘણા બધા મ્યચ્યુઅલ ફંડ ખરીદી શકાય છે. જેઓને નો લોડ (no-load) ફંડ કહેવાય છે. ફંડ કંપનીમાં ઉપલબ્ધ હોવાની સાથે સાથે નો લોડ ફંડ ફ્લેટ ટ્રાન્ઝેકશન ફી અથવા કોઈ ફી વગર અને વળતર સાથે વેચી શકાય છે. આનો મતલબ એવો નથી કે દલાલને સોદા માટે કોઈ વળતર મળતું નથી, આવા કેસમાં ફંડ દ્વારા સેલ્સ ચાર્જને બદલે "વહેંચણી અને માર્કેટીંગ ખર્ચ "તરીકે દલાલને કમિશન ચુકવવામાં આવે છે. જેથી ખરીદનાર આડકતરી રીતે ફંડના ખર્ચ તરીકે ફી ચુકવે છે જે નફામાંથી બાદ થાય છે. )

નો લોડ ફંડમાં ઈન્ડેક્ષ ફંડ અને સક્રિય રીતે મેનેજ થતા ફંડનો સમાવેશ થાય છે.નો લોડ ઈન્ડેક્ષ ફંડ મ્યુચ્યુઅલ ફંડ ફેમીલીમાં સૌથીવધુ વેનગાર્ડ (Vanguard) અને ફિડેલીટી (Fidelity) દ્વારા વેંચવામાં આવે છે. જો કે બીજા ઘણા નાના મ્યુચ્યુઅલફંડ ફેમીલી છે જેઓ નો લોડ ફંડનું વેચાણ કરે છે. ઘણા નો લોડ ઈન્ડેક્ષ ફંડમાં ખર્ચ ગુણોત્તર વાર્ષિક 0.2 ટકાથી નીચો છે જે સક્રીય મેનેજ ફંડના ખર્ચ ગુણોત્તર વાર્ષિક 1.5 ટકા કરતા ઓછો છે. જ્યારે લોડને ગણવામાં આવે છે ત્યારે લોડ ફંડોનો ખર્ચ ગુણોત્તર વધુ હોય છે. ફંડના શેર ધરાવનાર રોકાણકારને વાર્ષિક ખર્ચ અપેક્ષિત રીતે ખર્ચ ગુણોત્તર તરીકે ધ્યાનમાં લેવાય છે. દા.ત., 100,000 ડોલરના રોકાણ સામે ખર્ચ ગુણોત્તર 0.2 ટકા છે જેનો મતલબ એમ કે વાર્ષિક ખર્ચ 200 ડોલર છે, જ્યારે 1.5 ટકા ખર્ચ ગુણોત્તરનો મતલબ એ કે દર વર્ષેનો ખર્ચ 1,500 ડોલર છે. મ્યુચ્યુઅલ ફંડ ખરીદતા પહેલા સેલ્સ કમિશન તરીકે ચુકવાતા ખર્ચની પહેલાનો આ ખર્ચ છે.

ઘણા માત્ર ફી (fee-only)વાળા નાણાકીય સલાહાકારો નો લોડ ફંડ જેમ કે ઈન્ડેક્ષ ફંડ લેવાની સલાહ આપે છે. જો સલાહકાર ફિ ઓન્લી ટાઈપનો ન હોય પરંતુ તેની સામે તે વળતર તરીકે કમિશન મેળવતો હોય ત્યારે આ સલાહકારો સાથે ઉચાં કમિશન વાળા લોડ ફંડ વેચવા મામલે હીતોનો ટકરાવ (conflict of interest) થઈ શકે છે.

વધુ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "US SEC answers on Mutual Funds". U.S. Securities and Exchange Commission (SEC). મેળવેલ 2006-04-11.
 2. "2007ના ત્રૈમાસિક સમયગાળા દરમિયાન વિશ્વભરમાં મ્યુચ્યુઅલ ફંડની અસ્ક્યામત અને પ્રવાહ". મૂળ માંથી 2009-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
 3. "Princeton Alumni Weekly article on pioneering work of John Bogle '51".
 4. "About ICI". Investment Company Institute (ICI). મૂળ માંથી 2008-01-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-01.
 5. "Investment Companies". U.S. Securities and Exchange Commission (SEC). મેળવેલ 2006-04-11.
 6. "Final Rule: Registration Form Used by Open-End Management Investment Companies: Sample Form and instructions". U.S. Securities and Exchange Commission (SEC). મેળવેલ 2008-09-25. line feed character in |title= at position 12 (મદદ)
 7. "Frequently Asked Questions About Bond Mutual Funds". Investment Company Institute. મૂળ માંથી 2006-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-11.
 8. "U.S. Indexes: Construction & Methodology". મેળવેલ 2006-04-23.
 9. Mark Carhart (1997). "On Persistence in Mutual Fund Performance". Journal of Finance. 52 (1): 56–82. Unknown parameter |month= ignored (મદદ)
 10. M. Grimblatt and S. Titman (1989). "Mutual Fund Performance: an Analysis of Quarterly Portfolio Holdings". Journal of Business. 62: 393–416. doi:10.1086/296468.
 11. "Frequently Asked Questions About Bond Mutual Funds". Investment Company Institute. મૂળ માંથી 2006-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-11.
 12. "Frequently Asked Questions About Money Market Mutual Funds". Investment Company Institute. મૂળ માંથી 2006-05-03 પર સંગ્રહિત. મેળવેલ 2006-04-11.
 13. "Hedging Your Bets: A Heads Up on Hedge Funds and Funds of Hedge Funds". U.S. Securities and Exchange Commission (SEC). મેળવેલ 2006-04-11.
 14. Christine Benz. "Which Is the Right Fund Share Class for You?". Morningstar (registration required). મેળવેલ 2006-04-11.[હંમેશ માટે મૃત કડી]
 15. ૧૫.૦ ૧૫.૧ Sources of Information "Invest Wisely: An Introduction to Mutual Funds" Check |url= value (મદદ). U.S. Securities and Exchange Commission (SEC). મેળવેલ 2006-04-11.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:Investment-management