લખાણ પર જાઓ

યમ

વિકિપીડિયામાંથી

યમ એ અષ્ટાંગ યોગનું મહત્વનું અને પ્રથમ અંગ છે. યોગમાર્ગે જવાની લાયકાત કેળવવા માટે સૌપ્રથમ યોગીએ આ યમો દ્વારા પોતાના જીવનને સાત્વિક અને દિવ્ય બનાવવું પડે છે. ભારતીય સંસ્કૃતિમાં દર્શાવાયેલો આ એક મહાન આદર્શ છે.[]

યમો પાંચ છે જે નીચે પ્રમાણે છે.[]

  1. અહિંસા
  2. સત્ય
  3. અસ્તેય
  4. બ્રહ્મચર્ય
  5. અપરિગ્રહ
  • અહિંસા

અહિંસા એટલે કે કોઇ પ્રકારની હિંસા કરવી નહિ તે. કોઇ પણ પ્રાણીનો જીવ લેવો કે શારિરીક પીડા આપવી તેને શારીરિક હિંસા, કોઇ પણ રીતે કોઇના મનને દભાવવું તેને માનસિક હિંસા પોતાના અંતઃકરણને હિંસાના કલિષ્ટ સંસ્કારોથી દૂષિત કરવું તેને આત્મિક હિંસા કહે છે. યોગી આ હિંસાથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે.

  • સત્ય

વસ્તુ, વાત, ઘટના કે કંઇ પણના યથાર્થપણાને સત્ય કહેવામાં આવે છે. આ સત્ય કલ્યાણકારી હોવું જોઇએ. યોગી સત્યનું પાલન કરે છે. સત્યના અનેક પ્રકારો છે. યોગીએ હંમેશા આ સત્યનું પાલન કરવાનું હોય છે. લગભગ તમામ ધર્મોમાં સત્યપાલનને પાયાનો સિદ્ધાંત ગણાવવામાં આવ્યો છે.

  • અસ્તેય

કોઇ પણ જાતની ચોરી ન કરવી તે અસ્તેય છે. સ્તેય એટલે કે જેના ઉપર પોતાનો અધિકાર નથી તેમ છતાં બીજાના અધિકારક્ષેત્રમાંથી તેને છીનવી લેવું તે કે મંજૂરી વગર તેનો અનુચિત લાભ ઊઠાવવો તે. સામન્ય જીવનમાં લોકો દ્વારા થતી ચોરીના અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. ચોરી કરવાના મૂળમાં લોભ કે કોઇ વસ્તુમા રાગ રહેલો હોય તે છે.

  • બ્રહ્મચર્ય

મૈથુન કે અન્ય કોઇ પણ પ્રકારથી વિર્યનો નાશ ન કરવો તે અને ઇન્દ્રિયો ઉપરનો સંયમ એ બ્રહ્મચર્ય છે. યોગી તમામ વિશ્ધયવાસનાઓથી મુક્ત બનીને પ્રાણની વૃત્તિઓ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લે છે.

  • અપરિગ્રહ

કશું પણ સંઘરવું નહિ તેને અપરિગ્રહ કહે છે. યોગની ભાષામાં સ્થૂળ વસ્તુઓ ઉપરાંત માન્યતાઓ, વિચારો, ટેવો, ગમો-અણગમો વગેરેમાંથી મુક્ત થવું તેને પણ અપરિગ્રહ કહે છે. અપરિગ્રહના નુકરણથી સ્થૂળ રીતે જ નહિ પણ મનમાં પણ જે જે સંગ્રહેલું હોય તેધું કાઢવાનું હોય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડી

[ફેરફાર કરો]